'કુલી નંબર 1' બીજી બકવાસ ફિલ્મ:IMDB પર વરુણ-સારાની ફિલ્મને 1.3 રેટિંગ મળ્યું, વ્યૂઅર્સે 'રેસ 3' તથા 'હિંમતવાલા' કરતાં પણ બકવાસ ફિલ્મ ગણાવી

મુંબઈએક વર્ષ પહેલા

વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મ 'કુલી નંબર 1'ને રિવ્યૂ એગ્રીગેટર વેબસાઈટ IMDB પર 'સડક 2' બાદ સૌથી ઓછું રેટિંગ મળ્યું છે. વેબસાઈટ પ્રમાણે, ઓડિયન્સે આ ફિલ્મને સલમાન ખાનની 'રેસ 3' તથા અજય દેવગનની 'હિંમતવાલા' કરતાં પણ સાવ બકવાસ ગણાવી છે. વેબસાઈટ પર ફિલ્મને અંદાજે 23 હજાર વ્યૂઅર્સ રિવ્યૂ મળ્યા છે, જેમાં 10માંથી એવરેજ રેટિંગ 1.3 છે.

77% વ્યૂઅર્સે 1 રેટિંગ આપ્યું

23 હજારમાંથી 76.9% (અંદાજે 77%) વ્યૂઅર્સે એટલે કે 17955 વ્યૂઅર્સે 'કુલી નં. 1'ને માત્ર 1 રેટિંગ આપ્યું છે. 10માંથી 10 રેટિંગ આપનાર વ્યૂઅર્સની સંખ્યા 12.2% એટલે કે 2860 છે. જો વાત 'હિંમતવાલા'ની કરીએ તો આ ફિલ્મને એવરેજ 1.7 તથા 'રેસ 3'ને 1.9 રેટિંગ મળ્યું હતું. અત્યાર સુધીની બકવાસ ફિલ્મ સંજય દત્ત-આલિયા ભટ્ટની 'સડક 2' છે, જેને માત્ર 1.1 રેટિંગ મળ્યું છે.

1955માં આવેલી ફિલ્મની રીમેક
ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનેલી 'કુલી નંબર 1'ને 25 ડિસેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. 1995માં આ જ નામથી ડેવિડ ધવનની ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં ગોવિંદા તથા કરિશ્મા કપૂર હતા. જૂની 'કુલી નંબર 1' ચાહકોને ઘણી જ પસંદ આવી હતી પરંતુ નવી ફિલ્મ સોશિયલ મીડિયામાં ઘણી જ ટ્રોલ થઈ હતી.