સેલેબ્સમાં કોરોના:અમેરિકાથી પરત આવ્યા બાદ કમલ હાસન કોવિડ પોઝિટિવ થતાં હોસ્પિટલમાં દાખલ, વેક્સિનના બંને ડોઝ લીધા હતા

ચેન્નઈ6 દિવસ પહેલા
  • કમલ હાસને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માહિતી આપી
  • કમલ હાસને કહ્યું, હવે ખબર પડી કે રોગચાળો હજી પૂરો થયો નથી

સાઉથ સુપરસ્ટાર કમલ હાસનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કમલ હાસને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી હતી.

શું કહ્યું પોસ્ટમાં?
કમલ હાસને સો.મીડિયામાં તમિળમાં પોસ્ટ શૅર કરી હતી, જેમાં કહ્યું હતું, 'અમેરિકાથી પરત આવ્યા બાદ મને થોડો કફ થઈ ગયો હતો. રિપોર્ટ બાદ કોરોના થયો હોવાનું કન્ફર્મ થયું છે. હું હોસ્પિટલમાં આઇસોલેટ છું. એ વાતનો ખ્યાલ આવ્યો કે રોગચાળો હજી સુધી પૂરો થયો નથી અને દરેક લોકો સલામત રહે.'

માર્ચમાં વેક્સિન લીધી હતી
કમલ હાસને આ વર્ષે માર્ચમાં કોરોનાની વેક્સિન લીધી હતી. તેમણે ચેન્નઇની શ્રી રામચંદ્ર હોસ્પિટલમાં વેક્સિન લગાવી હતી. આ વાતની માહિતી તેમણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આપી હતી.

હાલમાં જ મોદીના નિર્ણયને આવકાર્યો
દેવદિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લીધા હતા. આ નિર્ણય બાદ કમલ હાસને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હું વડાપ્રધાનની જાહેરાતને આવકારું છું. જે ખેડૂતો આની સામે લડ્યાં તેમને જીત બદલ શુભેચ્છા.'

તમિળ 'બિગ બોસ 5'ને હોસ્ટ કરે છે
હાલમાં કમલ હસન તમિળ 'બિગ બોસ'ની પાંચમી સિઝન હોસ્ટ કરે છે.

6 વર્ષની ઉંમરે એક્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
કમલ હાસને 6 વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી. 1959માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ 'કલાથુર કન્નમ્મા'માં તેમણે એક અનાથ બાળકનો રોલ પ્લે કર્યો હતો. તેમના પર્ફોર્મન્સ માટે તેમને પ્રેસ્ટિજીયસ પ્રેસિડન્ટ ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા. કમલ હાસન 19 વખત (2 હિન્દી અને 17 સાઉથ) ફિલ્મફેર અવોર્ડ જીતી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે પછી તેમણે જાતે ફિલ્મફેર એસોસિએશનમાંથી પોતાનું નામ વિડ્રો કરી લીધું જેથી ભવિષ્યમાં યુવા એક્ટર્સ આ અવોર્ડ જીતી શકે.

બીજી લહેરમાં અનેક સેલેબ્સને કોરોના થયો હતો
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાની બીજી લહેર આવી ત્યારે બોલિવૂડના ઘણાં સેલેબ્સને કોરોના થયો હતો, જેમાં આલિયા ભટ્ટ, અક્ષય કુમાર, રણબીર કપૂર, વિકી કૌશલ, કેટરીના કૈફ, કાર્તિક આર્યન, આશુતોષ રાણા, ભૂમિ પેડનેકર, ગોવિંદા, આમિર ખાન, આર માધવન સહિતના સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા હતા.