સેલેબ્સને કોરોના:નોરા ફતેહી પોઝિટિવ, કહ્યું- 'કોરોનાની બહુ જ ખરાબ અસર થઈ છે, ઘણાં દિવસોથી પથારીવશ છું'

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર પણ કોરોના પોઝિટિવ
  • અર્જુન કપૂરના ફોઈના દીકરા મોહિત મારવાહ તથા ચાર મિત્રોને પણ કોરોના

બોલિવૂડમાં કોરોનાની લહેર આવી હોય એમ લાગી રહ્યું છે. હાલમાં જ અર્જુન કપૂર તથા તેની બહેન અંશુલા કપૂરને કોરોના થયો છે. અર્જુન-અંશુલાની કઝિન સિસ્ટર રિયા તથા તેના પતિ કરનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હવે અર્જુન-અંશુલાના ચાર મિત્રોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી તથા શિલ્પા શિરોડકરને પણ કોરોના થયો છે. અર્જુન કપૂરની ફોઈનો દીકરો મોહિત મારવાહ તથા તેની પત્ની અંતરા પણ કોરોના પોઝિટિવ છે.

બિકાનેરથી પરત ફર્યા બાદ કોરોના થયો
અર્જુન તથા અંશુલા કપૂર બિકાનેર ગયાં હતાં. પરત ફરતા સમયે ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ 25 હાઇ રિસ્ક કોન્ટેક્ટ લિસ્ટ બનાવ્યું હતું અને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આમાંથી ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચાર લોકો અર્જુન-અંશુલાના ક્લોઝ ફ્રેન્ડ્સ હોવાનું સામે આવ્યું છે.

અર્જુન કપૂરનું બિલ્ડિંગ.
અર્જુન કપૂરનું બિલ્ડિંગ.

BMCએ બિલ્ડિંગ સીલ કર્યું
BMCએ અર્જુન કપૂરના બિલ્ડિંગને સેનિટાઇઝ કર્યું હતું અને ત્યાર બાદ સીલ કરી દીધું હતું. અર્જુન તથા અંશુલા હાલમાં હોમ ક્વૉરન્ટીન છે. બંનેની તબિયત હાલમાં સારી છે. બંને જરૂરી દવાઓ લઈ રહ્યા છે.

ગયા વર્ષે પણ અર્જુનને કોરોના થયો હતો
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ સમયે અર્જુનની પ્રેમિકા મલાઈકા અરોરા પણ પોઝિટિવ થઈ હતી. બંને સાથે જ હોમ આઇસોલેશનમાં રહ્યાં હતાં.

નોરા ફતેહીનો રિપોર્ટ પોઝિટિવ

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીને પણ કોરોના થયો છે. નોરાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. નોરાનો 28 ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તે હોમ આઇસોલેશનમાં છે. નોરાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'કમનસીબે હાલમાં હું કોરોના સામે લડી રહી છું. પ્રામાણિકતાથી કહું તો આની બહુ જ ખરાબ અસર મારા પર પડી છે. ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ હું છેલ્લા કેટલાક દિવસથી પથારીવશ છું. મહેરબાની કરીને સલામત રહો, માસ્ક પહેરો. આ ઘણો જ ઝડપથી પ્રસરે છે અને દરેકને અલગ અલગ રીતે અસર કરે છે. દુર્ભાગ્યે મેં આના પર ઘણી જ ખરાબ રિએક્શન આપ્યું હતું. આ કોઈને પણ થઈ શકે છે. મહેરબાની કરીને સાવચેત રહો. હાલની ક્ષણે હું સાજી થાઉં એ રીતના પ્રયાસ કરી રહી છું અને આ જ સૌથી મહત્ત્વનું છે.'શિલ્પા શિરોડકરનો રિપોર્ટ પણ પોઝિટિવ
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શિલ્પાએ ગયા વર્ષે જાન્યુઆરીમાં વેક્સિન લીધી હતી. શિલ્પા વેક્સિન લેનારી પહેલી ઇન્ડિયન સેલિબ્રિટી હતી. શિલ્પાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કોરોના થયો હોવાની વાત શૅર કરી હતી. શિલ્પા હાલમાં દુબઈમાં છે.

અનિલ કપૂરની દીકરી-જમાઈને કોરોના
અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂર તથા જમાઈ કરન બુલાનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રિયાએ ઓગસ્ટમાં કરન બુલાની સાથે લગ્ન કર્યા હતા. અનિલ કપૂરની દીકરીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'સુપર કેરફુલ રહેવા છતાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. ખબર નહીં કેમ મારી તથા અન્યની સ્વાસ્થ્યની માહિતી સમાચાર કે ગોસિપ કેમ થાય છે. આ માત્ર સરકાર તથા સરકારી સંસ્થાઓ સારી રીતે કામ કરી શકે, એટલે તેમના માટે હોવી જોઈએ. આ માહિતી ગોસિપ સાઇટ્સ પર હોવી જોઈએ નહીં. હું અને મારા પતિ આઇસોલેશનમાં છીએ. તમામ પ્રકારની સાવચેતી રાખીએ છીએ. ગઈકાલ રાત્રે 'ફ્રોઝન' જોઈ. એ સારી હતી. બહેનને ઘણી જ મિસ કરી. ચોકલેટ સિવાય અન્ય તમામનો સ્વાદ બકવાસ છે. માથામાં દુખાવો છે, તેમ છતાંય આભારી છું કે મેં મારી રીતે આમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધ્યો અને અમે ટૂંક સમયમાં જ સાજા થઈ જઈશું. અમારી ચિંતા કરતા તમામ લોકોને કહી દઉં કે અમારી તબિયત એટલી પણ ખરાબ નથી. ચેક કરવા માટે આભાર અને લવ યુ.'