ભાઈજાન સાજો થયો:રિકવર થયા બાદ સલમાન ખાન જીજાજીની પાર્ટીમાં જોવા મળ્યો, ગેલેક્સી અપાર્ટમેન્ટમાંથી ડેન્ગ્યુના લાર્વા મળ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની બિલ્ડિંગ ગેલેક્સી અપાર્ટમેન્ટમાંથી બે જગ્યાએ ડેન્ગ્યુના લાર્વા મળી આવ્યા છે. BMCના મતે સલમાન ખાનના ઘરે નહીં, પરંતુ બિલ્ડિંગમાંથી લાર્વા મળ્યા છે. BMCએ ફોગિંગ પણ કર્યું હતું.

સલમાન ખાન પાર્ટીમાં.
સલમાન ખાન પાર્ટીમાં.

સલમાનને ડેન્ગ્યુ થયો હતો
સલમાન ખાનને થોડો સમય પહેલાં જ ડેન્ગ્યુ થયો હતો. આ જ કારણે તેણે 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ અટકાવી દીધું હતું અને 'બિગ બોસ'ને કરન જોહરે હોસ્ટ કર્યો હતો.

સલમાન ખાનને ડેન્ગ્યુ થયો હોવાના સમાચાર મળતા જ BMC છેલ્લાં કેટલાંક દિવસથી ગેલેક્સીમાં દવાનો છંટકાવ તથા ફોગિંગ કરતું હતું. હાલમાં જ ઇન્સ્પેક્શન દરમિયાન BMCની ટીમને સલમાન ખાનની બિલ્ડિંગમાંથી અલગ અલગ જગ્યાએ ડેન્ગ્યુના લાર્વા મળ્યા હતા.

હાલમાં જ જીજાજી આયુષ શર્માની પાર્ટીમાં જોવા મળ્યો
ડેન્ગ્યુમાંથી રિકવર થયા બાદ સલમાન ખાન પહેલી જ વાર આયુષ શર્માની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો. સલમાન ખાન 26 ઓક્ટોબર પછી શૂટિંગ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...