ભાઈજાનનો ડેશિંગ અંદાજ:ધમકી મળ્યા બાદ સલમાન ખાન પહેલી વાર દોઢ કરોડની બુલેટપ્રૂફ કારમાં જોવા મળ્યો

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. સલમાન ખાનના ચાહકોમાં બાળકોથી લઈ વૃદ્ધો સામેલ છે. સલમાન ખાન હાલમાં ફિલ્મ 'ગોડફાધર' તથા 'કભી ઈદ તથા કભી દિવાલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે 'બિગ બોસ'નું પણ શૂટિંગ શરૂ કરશે. હાલમાં જ સલમાન ખાન એરપોર્ટ પર પોતાની બુલેટપ્રૂફ ગાડી સાથે પહેલી જ વાર જોવા મળ્યો હતો.

એરપોર્ટ પર સલમાન ખાન
સલમાન ખાન પહેલી ઓગસ્ટના રોજ આગવી સ્ટાઇલમાં મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો. 56 વર્ષીય સલમાન ખાન બુલેટપ્રૂફ ટોયોટા લેન્ડ ક્રૂઝરમાં આવ્યો હતો. સલમાન ખાન એરપોર્ટ પર એકદમ ડેપર લુકમાં જોવા મળ્યો હતો. તે પિંક શર્ટ તથા બ્લેક ટ્રાઉઝરમાં હતો.

ચાહકોએ સલમાનને જોતાં બૂમો પાડી
સલમાન ખાનને એરપોર્ટ પર જોતાં જ ચાહકો ખુશ થઈ ગયા હતા. સલમાન ખાન એરપોર્ટ પર ફોટોગ્રાફ ક્લિક કરાવવા માટે ઊભો રહ્યો નહોતો, પરંતુ જ્યારે ચાહકોએ 'લવ યુ સલમાન ભાઈ..' કહીને બૂમો પાડી તો તેણે એકાદ સેકન્ડનો પોઝ લીધો હતો અને ચાહકો સામે જોઈને તરત જ જતો રહ્યો હતો.

કાર દોઢ કરોડ રૂપિયાની
સલમાન ખાનની બુલેટપ્રૂફ ટોયોટા લેન્ડ ક્રૂઝરની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ કરમાં 4461 cc એન્જિન તથા 262 BHPનો મહત્તમ પાવર છે. નોંધનીય છે કે સલમાન ખાને ધમકી મળ્યા બાદ કારને બુલેટપ્રૂફ કરાવી હતી.

હાલમાં જ ગન લાઇસન્સ મળ્યું
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ આપવામાં આવ્યું હતું.

ધમકીભર્યા પત્રમાં શું હતું?
સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારા હાલ મૂસેવાલા જેવા થશે, એવું લખવામાં આવ્યું હતું. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાંદ્રામાં ફરિયાદ કરી હતી. થોડાં દિવસ બાદ એ વાત સામે આવી હતી કે લોરેન્સ ગેંગે પબ્લિસિટી માટે સલમાનને ધમકી આપી હતી.