તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિક્રિયા:રાજ કુંદ્રા બાદ બહેન રીનાએ કહ્યું, મેં હંમેશાં કવિતાભાભીને મોટી બહેન માની હતી, નહોતું વિચાર્યું કે આવું કરશે

મુંબઈ3 મહિનો પહેલા
  • રાજ કુંદ્રાએ વર્ષો બાદ પોતાની પહેલી પત્ની અંગે વાત કરી હતી
  • હવે રાજ કુંદ્રાની બહેન રીનાએ કવિતા અંગે પ્રતિક્રિયા આપી હતી

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ હાલમાં જ પોતાની પૂર્વ પત્ની કવિતા અંગે વાત કરી હતી. તેણે પહેલી જ વાર કહ્યું હતું કે તેની પૂર્વ પત્ની તથા તેની બહેન રીનાના પતિ વંશ વચ્ચે અફેર ચાલતું હતું. હવે રીનાએ આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે હંમેશાં કવિતાભાભીને મોટી બહેન માની હતી, વિચાર્યું નહોતું કે તે આવું કંઈક કરશે.

શિલ્પા શેટ્ટી નણંદ રીના સાથે
શિલ્પા શેટ્ટી નણંદ રીના સાથે

આ હાર્ટબ્રેકિંગ હતું
રીનાએ કહ્યું હતું, 'મેં હંમેશાં કવિતાને મારી મોટી બહેન માની હતી. હું તેને ઘણો જ પ્રેમ કરતી હતી અને તેની પર પૂરો વિશ્વાસ હતો. હું અને તે એકબીજાના નિકટ હતાં. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે મારી સાથે આવું કરી શકે છે. આ હાર્ટબ્રેકિંગ તથા શૉકિંગ હતું.'

પરિવારના ઘણાં લોકોને કવિતા પર શંકા હતા
રાજે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કવિતા તેની બહેનના પતિની ઘણી જ નિકટ આવી ગઈ હતી. તે તેમની સાથે વધુમાં વધુ સમય પસાર કરતી હતી. ખાસ કરીને જ્યારે તે બિઝનેસ ટ્રિપ હોય ત્યારે તે તેની સાથે જ રહેતી હતી. રાજના મતે, તેના પરિવારના અનેક લોકો અને ત્યાં સુધી કે ડ્રાઇવરને પણ અંદેશો હતો કે કવિતા તથા તેના જીજાજી વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે. જોકે, તેને શરૂઆતમાં આ બધા પર ક્યારેય વિશ્વાસ થયો નહોતો.

રાજ કુંદ્રા તથા કવિતા
રાજ કુંદ્રા તથા કવિતા

2006માં ડિવોર્સ થયા હતા
રાજ તથા કવિતાના લગ્ન લાંબા રિલેશનશિપ બાદ 2003માં થઈ હતી. જોકે, 2006માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. ત્રણ વર્ષ બાદ એટલે કે 2009માં રાજે શિલ્પા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો વિઆન તથા દીકરી સમીશા છે.

કવિતાએ કહ્યું હતું, ‘શિલ્પા મારી જિંદગી જીવી રહી છે’
કવિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, હું બંનેને ફોટોમાં સાથે જોવું છું અને વિચારું છું કે તે મારા પતિ સાથે છે, મારી જિંદગી જીવી રહી છે. જ્યારે હું અલગ થવાની ના પાડતી હતી ત્યારે તેઓ સતત શિલ્પા વિશે વાત કરતા હતા. અમારી વચ્ચે શું થયું, તેનાથી તેમને કોઈ ફરક પડતો નહોતો, કારણકે તેમને મારાથી બેટર, ક્લેવર અને મારાથી ફેમસ વ્યક્તિએ ફસાવી લીધા હતા. એ પછી તે મને ડિવોર્સ માટે હેરાન કરવા લાગ્યા. મેં ત્યારે પૂછ્યું હતું કે તે કોઈ બીજા સાથે લગ્નનાં પ્લાનિંગમાં છે? તો મને કોઈ જવાબ ના આપ્યો.'