તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બધાઈ હો:શોબિઝ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યા બાદ સના ખાને મૌલવી મુફ્તી અનસ સાથે નિકાહ કર્યાં, ફેબ્રુઆરીમાં બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ 6', 'જય હો'માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાન થોડા સમય પહેલાં જ શોબિઝ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી ગઈ છે. હવે તેણે શુક્રવારે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે વ્હાઇટ વેડિંગ ગાઉનમાં છે અને તેણે પતિ સાથે લગ્નની કેક પણ કટ કરી. સનાએ ગુજરાતમાં સુરતમાં મૌલવી મુફ્તી અનસ સાથે પરિવારની હાજરીમાં નિકાહ કર્યાં છે.

સના ખાનનું આ જ વર્ષે ફેબ્રુઆરીમાં તેના કોરિયોગ્રાફર બોયફ્રેન્ડ મેલ્વિન લુઈસ સાથે બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર આપવિતી કહી હતી અને મેલ્વિનના સિક્રેટ જાહેર કર્યા હતા. 32 વર્ષીય સનાએ ત્યારબાદ 8 મહિના પછી ધર્મ માટે પૈસા-ફેમથી ભરેલી જિંદગી છોડવાનો નિર્ણય લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર ત્રણ ભાષામાં પોસ્ટ કરી આ વાતની જાણ કરી હતી.

સના અને મેલ્વિન વર્ષ 2018માં મળ્યાં હતાં.
સના અને મેલ્વિન વર્ષ 2018માં મળ્યાં હતાં.

તેણે લખ્યું હતું કે, 'હું આ જાહેર કરું છું કે હું મારી શો બિઝ લાઈફ છોડીને માણસાઈની સેવા અને મને પેદા કરનારાના હુકમ પર ચાલવાનો નિર્ણય લઉં છું. તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે તેઓ મને શો બિઝના કોઈપણ કામ માટે આમંત્રણ ન આપે.'

સના ખાને 2005માં હિન્દી ફિલ્મ 'યહી હૈ હાઈ સોસાયટી'થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે ઘણી હિન્દી, મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં દેખાઈ હતી. ત્યાર બાદ તે બિગ બોસ અને ફીઅર ફેક્ટર જેવા રિયાલિટી શોમાં પણ સામેલ થઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો