તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેટેસ્ટ ફોટોશૂટ:મોટી બહેન જાન્હવી બાદ હવે નાની બહેન ખુશીનો મનમોહક અંદાજ, રેડ સ્વિમસૂટમાં જોવા મળી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુશી કપૂર પણ માતા તથા બહેનની જેમ એક્ટ્રેસ બનવા માગે છે

થોડાં સમય પહેલાં જાન્હવી કપૂરની ગ્લેમરસ તસવીર પર ચાહકો ફિદા થયા હતા, હવે જાન્હવીની નાની બહેન ખુશી કપૂરની ગ્લેરમસ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ખુશી કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની તસવીરો ખુશીએ સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં ખુશી કપૂર સ્વિમસૂટ તથા લેથર પેન્ટમાં જોવા મળી હતી.

ખુશી કપૂરે સાત હજાર રૂપિયાનો સ્વીમસૂટ પહેર્યો

ખુશી કપૂરે રેડ સ્વિમસૂટ પહેર્યો હતો. આ સ્વિમસૂટ ફેશન બ્રાન્ડ ઓકીઓનો હતો. હોલ્ટર નેક સ્વિમસૂટમાં ખુશી ઘણી જ ગ્લેરમસ લાગતી હતી. આ સ્વિમસૂટ સાથે ખુશીએ રેડ લેથર પેન્ટ કૅરી કર્યું હતું. ખુશીએ પોતાનો લુક રેડ લિપસ્ટિકથી કમ્પ્લિટ કર્યો હતો. ખુશીનો આ સ્વિમસૂટ 100 ડોલર (ભારતીય ચલણ પ્રમાણે 7422 રૂ)નો હતો.

ખુશી કપૂરના ફોટોશૂટની તસવીરો

સેલેબ્સે કમેન્ટ્સ કરી

ખુશી કપૂરના આ ફોટોઝ પર સેલેબ્સે કમેન્ટ્ કરી હતી. ખુશીની કઝિન સિસ્ટર શનાયા તથા સોનમ કપૂરે ઈમોજી શૅર કરીને કમેન્ટ કરી હતી. આ ઉપરાંત નવ્યા નંદા, અંશુલા કપૂર, આલિયા કશ્યપ સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

આ પહેલાં બિકીની તસવીર શૅર કરી હતી

ખુશી કપૂર ન્યૂ યોર્કમાં ફિલ્મ એકેડેમીનો અભ્યાસ કરી રહી છે
ખુશી કપૂર ન્યૂ યોર્કમાં ફિલ્મ એકેડેમીનો અભ્યાસ કરી રહી છે

ખુશી પણ બોલિવૂડમાં કામ કરવા તૈયાર
બોની કપૂર તથા સ્વ. એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી ખુશી છે. માતા તથા મોટી બહેનની જેમ જ ખુશી પણ ફિલ્મ એક્ટ્રેસ બનવા માગે છે. હાલમાં ખુશી ન્યૂ યોર્કમાં ભણી રહી છે. ખુશી કપૂર સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તે નિયમિત રીતે તસવીરો કે વીડિયો પોસ્ટ કરતી રહેતી હોય છે.

ખુશીએ મધર્સ ડે પર આ તસવીર શૅર કરી હતી
ખુશીએ મધર્સ ડે પર આ તસવીર શૅર કરી હતી