• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • After Lata Didi, Asha Bhonsle Is Now Saddened By The Demise Of Bappida, Saying That Both A Singer And A Music Producer Are Leaving This World Within 10 Years.

ભાસ્કર ઈન્ટરવ્યુ:લતા દીદી પછી હવે બપ્પીદાના નિધનથી આશા ભોંસલે દુઃખી, કહ્યું એક સિંગર અને એક મ્યુઝિક પ્રોડ્યુસર બંને 10ની અંદર આ દુનિયા છોડીને જતા રહ્યા

6 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક

સ્વર કોકિલા લતા મંગેશકર પછી હવે દિગ્ગજ સિંગર બપ્પી લાહિરી પણ આપણી વચ્ચે નથી રહ્યા. મંગળવારે (15 ફેબ્રુઆરી)એ 69 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. પરંતુ તેમનો અવાજ, યાદગાર ગીતો અને તેમની સાથે જોડાયેલી યાદો હંમેશાં સાથે રહેશે. હવે લતા મંગેશકરની નાની બહેન આશા ભોંસલે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં બપ્પી લાહિરી સાથે સંબંધિત કેટલાક કિસ્સા શેર કર્યા છે. તેમણે જણાવ્યું કે, દીદીનું દસમું કરીને બાણગંગાથી પરત ફરી છું. અમે લોકો બપ્પી લાહિરીના અંતિમ સંસ્કારમાં જઈ શકીએ તેમ નથી કારણ કે દીદીનું તેરમું નથી થયું. હિન્દુ ધર્મના અનુસાર, અત્યારે ઘરમાં શોક છે. પરંતુ હું બપ્પીદાના ઘરે જવા માગુ છું.

એક સિંગર અને એક મ્યુઝિક પ્રોડ્યુસર, બંને 10 દિવસની અંદર જતા રહ્યા
આશા ભોંસલેએ જણાવ્યું કે, બપ્પીને હું મળવા માગતી હતી. મેં ડ્રાઇવરને પણ ઘણી વાર કહ્યું કે ચાલો જઈને બપ્પીદાને મળવા જઈએ. પરંતુ તેણે કહ્યું આ કોરોનાકાળમાં જઈશું, પછી જો એમને કંઈક થઈ જશે તો તમારી બદનામી થઈ જશે. પછી તમને સારું નહીં લાગે. મેં કહ્યું મને નથી તો તેમને કેવી રીતે થઈ જશે. કોઈને હોય કે ન હોય પરંતુ આ સમયે કોઈના ઘરે ન જવું જોઈએ. કંઈક થઈ જશે તો લોકો કહેશે કે આશા આવી હતી. આવું કહીને મને સમજાવી દીધી અને હું મળવા ન જઈ શકી. આજે ખબર પડી કે તેઓ આ દુનિયામાં નથી રહ્યા અને હું તેમને મળી પણ ના શકી એ ઘણા દુઃખની વાત છે. તેમનો સ્વભાવ હસમુખો હતો, કોઈ કંઈ કહી દે તો પણ તેઓ હસતા. દીદીનું આજે દસમું છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને સૌથી મોટો આઘાત લાગ્યો છે.

બપ્પીદાની સાથે મેં લગભગ 500 ગીતો ગાયા છે
આશા ભોંસલેએ જણાવ્યું કે, બપ્પીદા જ્યારે આવ્યા હતા, ત્યારે હું તેમની પહેલી ફિલ્લમાં ગઈ હતી. તે આમિર ખાનના પિતા તાહિર હુસૈનની ફિલ્મ હતી. જ્યારે તેમનું કામ વધી ગયું ત્યારે મેં તેમની સાથે લગભગ 500 ગીતો ગાયા છે. તેઓ સારા દિલના માણસ હતા. તેમને દારૂ, સિગારેટ, પાન વગેરેની આદત પણ નહોતી. ઘણા સારા માણસ હતા, તેમના દીકરાનું જ્યારે અન્નપ્રાશન સંસ્કાર હતો ત્યારે તેમના ઘરે ગઈ હતી. તેમના ઘરે દરેક બર્થડે, દરેક પ્રોગ્રામ હું જતી હતી. કોવિડના કારણે ન જઈ શકી.

કોવિડ-19 પછી તેમને મળી શકી નહોતી
આશા ભોંસલેએ આગળ જણાવ્યું કે, તેમના બધા ગીતો સારા હતા, ગીતો સારા ચાલ્યા અને હિટ થયા હતા. જવાની જાનેમન હસીન દિલરુબા...ગીતમાં જ્યારે એન્ડનું પોર્શન આવે છે, ત્યારે મેં તેમને કહ્યું હતું કે બપ્પીદા તારો અવાજ સારો છે, આ પોર્શન તુ ગાઈ લે. મેં તેમને આવું કહ્યું ત્યારે તેમને આ ગીત ગાયું. ગાયા પછી જ્યારે મેં બપ્પીદાને કહ્યું કે, તું બહુ સારું ગાય છે, પરંતુ તારું હિન્દી સારું નથી, ત્યારે તેઓ આ વાત પર હસવા લાગ્યા હતા. એક ગીત હતું- ડિસ્કો સ્ટેશન ડિસ્કો..., જ્યારે આ ગીતમાં મેં મારા અવાજમાં વાઈબ્રેશન આપ્યું હતું, તો તેમને ઘણું પસંદ આવ્યું હતું. મેં કોવિડ-19 પહેલા તેમનું ગીત તેમના ઘરે જ રેકોર્ડ કર્યું હતું, તેના પછી હું તેમને મળી જ ન શકી.

રેકોર્ડિંગ દરમિયાન સિંગર ક્યારેય કશું બોલતા નહોતા
સિંગરે કહ્યું, બપ્પીદાની સૌથી સારી વાત એ હતી કે ક્યારેય પણ રેકોર્ડિંગમાં તકલીફ નહોતી આવવા દેતા. મેં એટલા બધા ગીત તેમના માટે ગાયા છે, પરંતુ કોઈ તકલીફ નથી થઈ. વારંવાર આવીને બોલવું, ટોકવું, આવું કંઈ પણ નહોતા કરતા, જ્યારે ઘણા મ્યુઝિક ડાયરેક્ટર હોય છે જે તકલીફ આપતા હોય છે. બપ્પીદા એક સારા માણસ હતા. તેમની પત્ની પણ સિંગરની બહેન છે, પરંતુ તે સિંગરનું નામ અત્યારે યાદ નથી આવી રહ્યું. તેમની દીકરી રીમા લાહિરી, ઘણી પ્રેમાળ છે. તેને ઘણી સારી રીતે ઘર સંભાળ્યું છે. તેમનો દીકરો બપ્પા પણ સારો છે. મને અફસોસ છે કે તેઓ આટલી જલ્દી છોડીને જતા રહ્યા. દીદી પણ જતા રહ્યા. મને એવું હતું હજી દીદી ત્રણ-ચાર વર્ષ આરામથી જીવશે, પરંતુ તેઓ એટલું જીવી શક્યા નહીં.

અન્ય સમાચારો પણ છે...