ડેડિકેશન:કરીના બાદ હવે અનુષ્કા શર્મા ડિલિવરીના 2 મહિના બાદ કામે વળગી, તસવીરો વાઇરલ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનુષ્કા શર્માએ પ્રેગ્નન્સીમાં પણ કામ કર્યું હતું
  • અનુષ્કા હાલમાં જ પતિ સાથે અમદાવાદ તથા પૂના ગઈ હતી

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરી વામિકાને જન્મ આપ્યો છે. દીકરીના જન્મના અંદાજે બે મહિનાને 20 દિવસ બાદ એટલે કે 31 માર્ચના રોજ અનુષ્કા શર્મા કામ પર પાછી ફરી છે. અનુષ્કા વેનિટી વેનની બહાર જોવા મળી હતી.

ડિલિવરીના બે મહિનામાં જ ફિટ જોવા મળી
અનુષ્કા શોર્ટ વ્હાઈટ ટોપ તથા ડેનિમ પેન્ટ્સમાં હતી. તેણે માસ્ક પહેર્યો હતો. ડિલિવરીના બે મહિના બાદ જ અનુષ્કા એકદમ ફિટ એન્ડ ફાઈન જોવા મળી હતી. ડિલિવરી પહેલાં અનુષ્કાએ કહ્યું હતું કે તે બાળકના જન્મ બાદ કામ ચાલુ કરી દેશે. તે ઘરમાં એ રીતની સિસ્ટમ ઊભી કરશે કે તે અંગત તથા પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી શકશે. તે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી કામ કરવાનું ચાલુ રાખશે. તેને કામ કરવાથી ઘણો જ આનંદ આવે છે.

અનુષ્કાએ કોરોના પ્રોટોકોલનું પાલન કર્યું હતું
અનુષ્કાએ કોરોના પ્રોટોકોલનું પાલન કર્યું હતું

ડિલિવરી દરમિયાન પણ કામ કર્યું હતું
અનુષ્કાએ ડિલિવરી દરમિયાન જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. કોરોનાકાળમાં અનુષ્કાએ તમામ પ્રકારની સાવધાની રાખીને કામ ચાલુ રાખ્યું હતું.

હાલમાં જ અમદાવાદથી પૂના ગઈ હતી
ભારત તથા ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20ની મેચ અમદાવાદમાં રમાઈ હતી. અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અમદાવાદ આવી હતી. ટી-20 સિરીઝ બાદ પૂનામાં ત્રણ વનડે મેચ હતી. અનુષ્કા શર્મા દીકરી તથા પતિ વિરાટ કોહલી સાથે પૂના પણ ગઈ હતી.

પહેલી ફેબ્રુઆરીએ દીકરીની તસવીર શૅર કરી હતી

અનુષ્કાએ સો.મીડિયામાં શૅર કરેલી તસવીર
અનુષ્કાએ સો.મીડિયામાં શૅર કરેલી તસવીર

પહેલી ફેબ્રુઆરીએ અનુષ્કાએ દીકરીની તસવીર શૅર કરી હતી. જોકે, અનુષ્કાની દીકરીનો ચહેરો દેખાતો નહોતો. શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.' વામિકાનો અર્થ દેવી દુર્ગા એવો થાય છે.

કરીના ડિલિવરીના 18 દિવસ બાદ કામ પર પરત ફરી
કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાએ ડિલિવરીના માત્ર 18 દિવસમાં જ કામ શરૂ કર્યું હતું.