તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી મુશ્કેલીમાં:કરન જોહર બાદ હવે શાહરુખની 'રેડ ચિલીઝ'એ કાર્તિક આર્યનને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો

મુંબઈ2 મહિનો પહેલા

કરન જોહરની 'દોસ્તાના 2'માંથી હટાવ્યાના માત્ર 1 મહિનોને 10 દિવસ પછી રેડ ચિલીઝની ફિલ્મ 'ફ્રેડી'માંથી કાર્તિક આર્યનને હાંકી કાઢવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પહેલી જ વાર કેટરીના કૈફ સાથે કામ કરવાનો હતો. કાર્તિકે સાઈનિંગ અમાન્ટ 2 કરોડ રૂપિયા પરત આપી દીધી છે. જોકે, હવે સો.મીડિયામાં ચર્ચા થવા લાગી કે રેડ ચિલીઝે કરન જોહરના કહેવા પર તો આ પગલું નથી ઉઠાવ્યું ને? શું કાર્તિકને જાણી જોઈને બિગ બેનરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

કાર્તિક ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માગતો હતો
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના મતે, કાર્તિક ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માગતો હતો. આ પહેલાં 'દોસ્તાના 2'માં પણ કાર્તિક સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવા માગતો હતો. જોકે, રેડ ચિલીઝની ફિલ્મ ફ્લોર પર ગઈ નહોતી. ફિલ્મની માત્ર જાહેરાત જ કરવામાં આવી હતી. 'દોસ્તાના 2'માં કાર્તિકે 20 દિવસનું શૂટિંગ કર્યું હતું અને એ જ કારણે ધર્મા પ્રોડક્શનને ખાસ્સું એવું નુકસાન પણ થયું હતું.

યુઝર્સે કહ્યું, કાર્તિક કરિયરને જોખમમાં મૂકી રહ્યો છે
કાર્તિકે સાઈનિંગ અમાન્ટ પણ પરત આપી દીધી છે. રેડ ચિલીઝ નવા એક્ટરની શોધમાં છે. જોકે, સો.મીડિયામાં આ અંગે અનેક પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાંક યુઝર્સ માને છે કે કાર્તિક પોતાનું કરિયર જોખમમાં મૂકે છે. તો કેટલાંક યુઝર્સે નેપોટિઝ્મની વાત કરી હતી.

ટ્રેડ એનાલિસ્ટ શું માને છે
દિવ્ય ભાસ્કરે જ્યારે ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શ સાથે આ અંગે વાત કરી તો તેમણે કહ્યું હતું, 'સૌ પહેલી વાત કે અલગ થવું એ ક્યારે સારી બાબત નથી. તેની પાછળ કોઈ કારણ હોય છે. જોકે, રેડ ચિલીઝ કે કાર્તિકે આ ફિલ્મ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આટલું જ નહીં બંને ફિલ્મમાંથી હટાવવાના મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ પણ આપ્યું નથી. કાર્તિક આર્યન ઘણો જ સમજદાર વ્યક્તિ છે.'

વધુમાં તરણ આદર્શે કહ્યું હતું, 'મોટાભાગના કિસ્સામાં અલગ થવાથી સંબંધોમાં ખટાશ આવી જાય છે. જોકે, અહીંયા શું થયું તે અંગે મને ખ્યાલ નથી. નેપોટિઝ્મ છે કે નહીં તે હાલના સમયે કહી શકાય નહીં. ભૂતકાળમાં પણ ઘણાં એક્ટર્સે ના પાડ્યા બાદ બીજા એક્ટર્સને લેવામાં આવ્યા છે.'

ઈન્ડસ્ટ્રીના અન્ય ટ્રેડ એનાલિસ્ટે કહ્યું હતું, 'આ ફિલ્મ કાર્તિકે 'દોસ્તાના 2'ના સમયે એટલે કે આજથી 3 વર્ષ પહેલાં સાઈન કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધીના સમયમાં કાર્તિકના સ્ટારડમમાં ઘણો જ વધારો થયો છે. કાર્તિક તરફથી જે ફી માગવામાં આવી છે, તે તેને ના મળતા તેણે 'ફ્રેડી' છોડ દીધી. આવામાં બંનેમાંથી કોઈ એકને કેવી રીતે જવાબદાર ગણાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...