તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બોલિવૂડ, રાજકરણ અને ડ્રગ્સ:10 સેલેબ્સ જયા બચ્ચનના સમર્થનમાં તો કંગનાને 6 સેલેબ્સે સપોર્ટ કર્યો, ડ્રગ્સ અંગે બોલિવૂડમાં વિખવાદ

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેમાએ કહ્યું, કેટલાક લોકોને કારણે તમે આખી ઇન્ડસ્ટ્રીને લપેટમાં ના લઈ શકો
  • કંગનાનું નામ લીધા વગર કહ્યું- તમે કોઈના પણ વિશે કંઈ પણ ના બોલી શકો

સુશાંત સિંહ મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ કંગના રનૌતે કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો ડ્રગ્સ એડિક્ટ છે અને કંગનાએ બોલિવૂડના એ લિસ્ટેડ કલાકારોને બ્લડ ટેસ્ટ કરાવાવની માગણી કરી હતી. કંગનાની આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અંગે વાત કરી હતી અને તેમની આ વાતનો વિરોધ જયા બચ્ચને કર્યો હતો. ત્યારબાદથી બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જયા બચ્ચનના સમર્થનમાં આવેલા મોટાભાગના સ્ટાર્સે કહ્યું હતું કે જો આખી ઈન્ડસ્ટ્રીને દોષ આપવાની જરૂર નથી. આખી ઈન્ડસ્ટ્રી ડ્રગ્સ એડિક્ટ નથી.

જયા બચ્ચનના સમર્થનમાં તથા કંગનાના સપોર્ટમાં કોણે શું કહ્યું?

એક્ટ્રેસ તથા સાંસદ હેમા માલિનીએ પણ બોલિવૂડનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે 'મને ઘણું જ દુઃખ થયું કે લોકો ડ્રગ્સ જેવી બાબતો પર બોલિવૂડ અંગે ખરાબ વાત કરે છે. આ સાથે જ તેમણે નામ લીધા વગર કંગના પર નિશાન સાધ્યું હતું. જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું કે માત્ર કેટલાક ખરાબ લોકોને કારણે આખી ઈન્ડસ્ટ્રીને બદનામ કરી શકાય નહીં. આ નિવેદન બાદ હેમા સહિત ઘણા સેલેબ્સે બોલિવૂડનો બચાવ કર્યો છે તો કેટલાકે જયા બચ્ચનનો વિરોધ કર્યો છે. હાલમાં જ કંગનાએ ફરી એકવાર જયા બચ્ચન પર ટ્વીટ કર્યું હતું.

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં હેમા માલિનીએ કહ્યું હતું કે 'આ ડ્રગ્સ વગેરેની વાત થઈ રહી છે, એ દરેક જગ્યાએ હોય છે. આજકાલ એ ઘણી જગ્યાઓએ ફેલાયેલું છે. અમારી ઈન્ડસ્ટ્રીમાં પણ આવ્યું હશે. જોકે જેવી રીતે કપડાં પર ડાઘ પડે છે તો એને ધોઈ કાઢીએ છીએ, તેવી જ રીતે આને પણ ધોવાની જરૂર છે. આપણી ઈન્ડસ્ટ્રી ઘણી જ સારી તથા સુંદર છે.

કંગના અંગે કહ્યું, તમારી આટલી હિંમત કેવી રીતે થઈ
કંગનાનું નામ લીધા વગર હેમાએ કહ્યું હતું, 'એની એટલી હિંમત નહોતી કે કંઈક વાત કરે, તે આજકાલ કંઈ પણ બોલે છે. કોઈપણ કલાકાર પર ગમે તેમ વાત કરે છે. આ જોઈને ઘણું જ દુઃખ થાય છે. અમારા મોટા-મોટા કલાકારોએ અહીં કામ કરીને પોતાનું નામ બનાવ્યું છે. તેમના અંગે તમે આજે કંઈપણ બોલી રહ્યાં છો. તમારી આટલી હિંમત કેવી રીતે થઈ. આ ખોટું છે. તમારે તેમનું સન્માન કરવું જોઈએ.'

તમે આખી ઈન્ડસ્ટ્રીને લપેટમાં ના લઈ શકો
વધુમાં હેમાએ કહ્યું હતું, 'હું આ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષોથી છું અને મને અહીં ઘણો જ પ્રેમ મળ્યો છે. આજે જો કોઈ ઈન્ડસ્ટ્રી અંગે કોઈ ખોટી વાત કરે તો હું જોઈ ના શકું. ડ્રગ એડિક્શન અંગે કોઈએ આ વાત કરી અને પછી તમે આખી ઈન્ડસ્ટ્રીને એની લપેટમાં લો છો, આ ખોટું છે. હું લોકોને કહેવા માગું છું કે બોલિવૂડ બહુ જ સુંદર જગ્યા અને રચનાત્મક દુનિયા છે. આ કળા તથા સંસ્કૃતિનો ઉદ્યોગ છે.'

નેપોટિઝ્મને કારણે કોઈ સફળતા મળતી નથી
હેમાએ કહ્યું હતું, 'પહેલાં પણ નેપોટિઝ્મ જેવી કોઈ વસ્તુઓ નહોતી. અમે લોકો અમારા દમ પર આગળ વધ્યા છીએ. મહેનત કરી છે. નામ બનાવ્યું છે. બધા જ કલાકારો પોત-પોતાની રીતે આગળ આવે છે. અહીં કોઈ કોઈને બનાવી શકતું નથી. મહેનત કરવી પડે છે. હા, ભગવાનની કૃપા રહી તો તક મળે છે.'

'ઘણા પ્રોડ્યુસર્સના દીકરાઓએ આ ઈન્ડસ્ટ્રીને આવવાનો પ્રયાસ કર્યો છે. કોઈ ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને છે, વકીલનો દીકરો વકીલ બને છે. એ જ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં બાળકો માતા-પિતાને જોઈ આ ફીલ્ડમાં આવે છે, પરંતુ તમામ લોકો સફળ થતા નથી.'

આ સેલેબ્સે જયા બચ્ચનનું સમર્થન કર્યું- હેમા માલિની, અનુભવ સિંહા, દિયા મિર્ઝા, તાપસી પન્નુ, જેનેલિયા દેશમુખ, સોનમ કપૂર, ફરહાન અખ્તર, સંજય ખાન, ગુલશન દેવૈયા, ઉર્મિલા માતોંડકર.

આ સેલેબ્સે વિરોધ કર્યો- કંગના રનૌત, રવિ કિશન, રણવીર શૌરી, મનોજ મુંતશિર, વિવેક અગ્નિહોત્રી, રાજુ શ્રીવાસ્તવ.

સંજય ખાને કહ્યું, બોલિવૂડે રાજદૂતની જેમ કર્યું છે
એક્ટર સંજય ખાને કહ્યું હતું, 'જયા બચ્ચનજીએ સંસદમાં જે પણ કહ્યું છે એ યોગ્ય છે. આ સંસ્થાના યોગદાનને સમજવું જોઈએ. આપણે તેને બોલિવૂડથી ઓળખીએ છીએ. આ ભારતનું સુપર સોફ્ટ પાવર છે. બોલિવૂડે દેશને સન્માન, પ્રેમની બાબતમાં એક રાજદૂતની જેમ કામ કર્યું છે. ઈન્ડસ્ટ્રીનાં બેરોજગાર તથા મહત્ત્વહીન તત્ત્વોને પોતાની જવાબદારી સમજવી જોઈએ. તેમણે આ પ્રેમાળ પરિવાર અંગે ગમે તેમ વાત ના કરવી જોઈએ. તેઓ અહીંથી જ કમાણી કરે છે. મીડિયાએ પણ ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે સન્માન દાખવવું જોઈએ અને ફેક્ટ્સ અંગે સનસનીખેજ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

અનુભવ સિંહાએ કહ્યું, કરોડરજ્જુ આવી હોય છે
અનુભવ સિંહાએ જયા બચ્ચનનું સમર્થન કરતાં કહ્યું હતું, જયાજીને સાદર પ્રણામ, જેમને ખ્યાલ નથી એ જોઈ લે. કરોડરજ્જુ આ રીતે દેખાય છે.

ગુલશન દેવૈયાએ કહ્યું, અમે આ અપમાન સહન કરીશું નહીં
ગુલશન દેવૈયાએ કહ્યું હતું, જ્યારે લોકો આ પ્રકારની વાતો કરે છે અને બોલિવૂડનું નામ લે છે તો મને અપમાન જેવું લાગે છે. મને ખ્યાલ છે કે મારે આ વાતને દિલ પર લેવાની જરૂર નથી, કારણ કે આ મારા માટે નથી, પરંતુ આ બહુ જ ઘૃણા તથા અસંવેદનશીલ છે. મારા તથા મારા જેવા હજારો અહીં ઘણી મહેનત કરી રહ્યા છે. પછી એમ લાગે છે કે અમારા માટે કોઈ સહાનુભૂતિ નથી. અમને દેશદ્રોહીથી લઈ રાષ્ટ્રદોહી કહેવામાં આવ્યા. આ વાત અમને સ્વીકાર્ય નથી.'

ઉર્મિલાએ કહ્યું, ‘કંગના હિમાચલથી જ શરૂઆત કેમ કરતી નથી?’
‘આખો દેશ ડ્રગ્સના જોખમનો સામનો કરી રહ્યો છે. શું કંગનાને ખબર છે કે હિમાચલ પ્રદેશ ડ્રગ્સનો ગઢ છે? કંગનાને સૌથી પહેલા પોતાના રાજ્યથી જ શરૂઆત કેમ ના કરવી જોઈએ.’

કંગનાના સમર્થનમાં કોણે શું કહ્યું?

ફરી કંગનાનો જયા બચ્ચન પર હુમલો
કંગનાએ ટ્વીટમાં કહ્યું હતું, જયાજી તથા તેમની ઈન્ડસ્ટ્રીએ કઈ થાળી આપી છે? એક થાળીમાં બે મિનિટના રોલ, આઈટમ નંબર્સ અને એક રોમેન્ટિક સીન મળે છે. એ પણ હીરો સાથે સૂઈ ગયા બાદ. મેં આ ઈન્ડસ્ટ્રીને ફેમિનીઝમ શીખવ્યું, થાળી દેશભક્તિ નારીપ્રધાન ફિલ્મથી સજાવી. આ મારી પોતાની થાળી છે, જયાજી તમારી નથી.

રણવીર શૌરીએ જયા પર નિશાન સાધ્યું
એક્ટરે રણવીર શૌરીએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, 'જે લોકો બોલિવૂડની ગંદકીના બચાવમાં સામે આવ્યા છે. તે ગેટકીપર્સ છે અથવા તે એમ વર્તી રહ્યા છે. જો તમને કોઈનો વ્હિસલબ્લોઈંગ અથવા એની અભિવ્યક્તિની આઝાદી પસંદ ના આવે તો તમે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છો. એ ના જુઓ કે હંગામો કઈ બાબત પર છે.'

વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, માત્ર જૂજ લોકો પાસે થાળી
વિવેક રંજન અગ્નિહોત્રીએ કહ્યું હતું, પહેલી વાત થાળી ચાંદીની છે. બીજી વાત થાળી માત્ર જૂજ લોકો પાસે છે. જેની પાસે થાળી છે, તે રાજા છે અથવા તેમના યુવરાજ. જ્યારે રંકની પાસે થાળી નથી તો એમાં કેવી રીતે થૂંકશે? હવે થાળીમાં થૂંક્યા, થાળી બદલવાનો સમય આવી ગયો છે, આથી જ આટલી ગભરામણ. કદાચ.'

મુંતશિરે કહ્યું, ઝેર છે તો એને સાફ કરવું પડશે
ગીતકાર તથા લેખક મનોજ મુંતશિરે આ અંગે બે ટ્વીટ કર્યાં હતાં. પહેલા ટ્વીટમાં કહ્યું હતું, 'ફિલ્મજગત તો થાળી છે અને થાળી બધાની છે. બધાની ભૂખ મિટાવે છે અને બધા જ પોતાની મહેનતથી આ થાળીમાં મૂકવા માટે ભોજન કમાય છે. કોઈ કોઈના ટુકડા પર ગુજરાન ચલાવતા નથી. આ થાળી પર ISIની જગ્યાએ બંધારણનો સિક્કો મારેલો છે. આ થાળી કોઈ એક પરિવાર, ખાનદાન કે વંશની સંપત્તિ નથી. જો આ થાળીમાં કોઈએ ઝેર પીરસ્યું છે તો આમાં થૂંકવું જરૂરી છે, જેથી ઝેર વહીને નીકળી જાય.

રાજુ શ્રીવાસ્તવે કહ્યું, ડ્રગ સિન્ડિકેટની તપાસ થાય
રાજુ શ્રીવાસ્તવે એક વિડિયો રિલીઝ કરીને રવિ કિશનનું સમર્થન કર્યું હતું અને સરકારને અપીલ કરી હતી કે ડ્રગ્સ સિન્ડિકેટની તપાસ થવી જોઈએ.

જયા બચ્ચને સંસદમાં શું કહ્યું હતું?
જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું, 'મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે, જે સૌથી વધુ ટેક્સ ભરે છે, તેમ છતાંય તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. આપણી ઈન્ડસ્ટ્રીને અનેક વચન આપવામાં આવે છે, પરંતુ એ પૂરાં કરવામાં આવતાં નથી.'

'જેનું ખાય, એનું જ ખોદે છે'
સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને કહ્યું હતું, 'મને લાગે છે કે આ મહત્ત્વનું છે કે સરકાર આ ઈન્ડસ્ટ્રીને સાથ આપે. માત્ર એટલા માટે તેની હત્યા ના કરો, કારણ કે કેટલાક લોકો (ખરાબ) છે. તમે આખી ઈન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ કરી શકો નહીં. આ ઈન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તર પર તમને સન્માન આપે છે.' જયા બચ્ચને કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, 'હું કાલે ઘણી જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, જ્યારે લોકસભામાં અમારા જ એક સભ્યે, જે આ જ ઈન્ડસ્ટ્રીના છે અને તેમણે ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ વાત કહી. આ શરમજનક છે. જેનું ખાવ છો, એનું જ ખોદો છો. ખોટી વાત છે.'

જયા બચ્ચનની વાત પર રવિ કિશને શું કહ્યું હતું?
જયા બચ્ચનના નિવેદન પર રવિ કિશને મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું, 'મને આશા હતી કે જયાજી મારું સમર્થન કરતાં હતાં. ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો ડ્રગ્સ લેતા નથી, જોકે જે લોકો લે છે તેઓ વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખતમ કરવાની યોજનાનો હિસ્સો છે. જ્યારે મેં અને જયાજીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જોઈન કરી હતી ત્યારે આવી સ્થિતિ ન હતી. જોકે આજે ઈન્ડસ્ટ્રીને બચાવવાની જરૂર છે.'

રવિ કિશને લોકસભામાં શું કહ્યું હતું ?
આ પહેલાં 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલિવૂડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શૂન્યકાળ દરમિયાન કહ્યું હતું, 'પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડ્યંત્ર છે. આપણા ફિલ્મ ઉદ્યોગમાં તેની ઘૂસણખોરી થઈ રહી છે અને NCB તેની તપાસ કરી રહ્યું છે. મારી માગ છે કે આ મામલામાં સખત કાર્યવાહી કરવામાં આવે.'

કંગનાએ 26 ઓગસ્ટે બોલિવૂડને ગટર કહી હતી
26 ઓગસ્ટની સાંજે એક ટ્વીટમાં કંગનાએ PMOને ટૅગ કરીને કહ્યું હતું, 'જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલિવૂડની તપાસ કરે છે તો એ લિસ્ટેડ સ્ટાર્સ જેલની પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયો તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવશે. આશા છે કે વડા પ્રધાનજી સ્વચ્છ ભારત મિશન હેઠળ બોલિવૂડ જેવી ગટરને સાફ કરશે.'

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો