• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • After Jacqueline Fernandez, Sukesh Chandrasekhar Named Shraddha Kapoor And Shilpa, The Names Of These Celebs Also Came Up In The Interrogation.

મની લોન્ડ્રિંગ કેસ:જેકલીન ફર્નાન્ડિઝ પછી સુકેશ ચંદ્રશેખરે શ્રદ્ધા કપૂર અને શિલ્પાનું નામ લીધું, પૂછપરછમાં આ સેલેબ્સના નામ પણ સામે આવ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુકેશના નિવેદન બાદ શિલ્પા EDની રડાર પર

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ હાલમાં 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. કેસનો આરોપી સુકેશ ચંદ્રશેખર અભિનેત્રીને કરોડોની ગિફ્ટ આપતો હતો, જેનો ખુલાસો તેને ખુદ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની સામે કર્યો છે. હવે સુકેશે બે અન્ય એક્ટ્રેસ અને એક પૂર્વ એક્ટર સાથે પણ લિંક હોવાની પુષ્ટિ કરી દીધી છે. જાણો કોણ છે તે સેલેબ્સ અને આરોપી સાથે તેમની શું લિંક જોડાયેલી છે-

નોરા ફતેહી
મની લોન્ડ્રિંગ કેસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સુકેશે નોરા ફતેહીને એક લક્ઝરી BMW કાર, આઈફોન અને એક કરોડ રૂપિયા રોકડા આપ્યા છે. તાજેતરમાં બંનેની એકની ચેટ પણ સામે આવી છે જેમાં બંને ગિફ્ટને લઈને ચર્ચા કરી રહ્યા છે. ગિફ્ટ આપ્યા બાદ સુકેશે નોરાને કહ્યું હતું કે, તે તેને પસંદ કરે છે, તેથી તે ગિફ્ટ આપી રહ્યો છે.

એક ચેટમાં સુકેશ એક્ટ્રેસ સાથે રેંજ રોવર કારનો રિવ્યુ લઈ રહ્યો છે, જેની એક્ટ્રેસે ઘણી પ્રશંસા કરી હતી. કેસમાં નોરાનું નામ સામે આવ્યા બાદ EDએ એક્ટ્રેસને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવી હતી, જો કે ચાર્જશીટમાં નોરાએ તમામ દલીલો નકારી કાઢી હતી.

શિલ્પા શેટ્ટી
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સાથે પણ સુકેશનું કનેક્શન જોવા મળી રહ્યું છે. પૂછપરછ દરમિયાન સુકેશે ખુલાસો કર્યો હતો કે રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં ફસાયા બાદ તેણે શિલ્પાનો સંપર્ક કર્યો હતો. સુકેશે જણાવ્યું છે કે, શિલ્પા તેની મિત્ર છે અને રાજની જામીનની શરતો અંગે વાતચીત થઈ હતી. સુકેશના નિવેદન બાદ શિલ્પા EDની રડાર પર આવી શકે છે.

હરમન બાવેજા
સુકેશ ચંદ્રશેખરે એક્ટર હરમન બાવેજાને પોતાનો જૂનો મિત્ર હોવાનું જણાવ્યું છે. તેમને કહ્યું કે, તે હરમનની અપકમિંગ ફિલ્મ કેપ્ટનમાં પૈસાનું રોકાણ કરવાનો હતો. આ ફિલ્મ માટે કાર્તિક આર્યનને કાસ્ટ કરવામાં આવ્યો છે.

શ્રદ્ધા કપૂર
EDની પૂછપરછમાં સુકેશે ખુલાસો કર્યો છે કે શ્રદ્ધા વર્ષ 2015થી તેની મિત્ર છે. સુશાંતના નિધન બાદ જ્યારે NCBના ડ્રગ કેસની બાબતમાં એક્ટ્રેસને પૂછપરછ માટે બોલાવામાં આવી હતી તો ચંદ્રશેખરે તેને તેમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.