મસીહાનું નિવેદન:IT રેડ બાદ સોનુ સૂદે સ્પષ્ટતા કરી- 'મારા અને લોકોના પરસેવાની કમાણીના પૈસાનો દુરુપયોગ નહીં કરું, મારા સપના મોટા છે'

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડ વિશે એક્ટરનું કહેવું છે કે નિયમોના અનુસાર, ફાઉન્ડેશન માટે મળેલું ફંડ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે
  • 4થી 5 મહિના પહેલા જ પોતાના ફાઉન્ડેશનની શરૂઆત કરી છે

લાખો લોકોની મદદ કરી રહેલો સોનુ સૂદ રીલ લાઈફના વિલનમાંથી રિયલ લાઈફ હીરો બની ગયો છે, જો કે ઘણા લોકોએ એવા સવાલો પણ ઉઠાવ્યા છે કે સોનુ લોકોને મદદ કરવા માટે આટલા પૈસા ક્યાંથી લાવે છે. ત્યારે તાજેતરમાં સોનુ સૂદના ઘરે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. હવે આ રેડ વિશે એક્ટરનું કહેવું છે કે નિયમોના અનુસાર, ફાઉન્ડેશન માટે મળેલું ફંડ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે, આવી સ્થિતિમાં તેની પાસે હજી 7 મહિના છે, કેમ કે તેને 4થી 5 મહિના પહેલા જ પોતાના ફાઉન્ડેશનની શરૂઆત કરી છે.

સોનુના ઘરે થયેલા દરોડા બાદ સમાચાર આવ્યા હતા કે એક્ટકરે ફંડમાં જમા થયેલા 18.94 કરોડ રૂપિયામાંથી માત્ર 1.9 કરોડ રૂપિયાનો જ ઉપયોગ કર્યો છે. આ વિશે સોનુ સૂદે બોમ્બે ટાઈમ્સને જણાવ્યું કે, કોઈ પણ ફાઉન્ડેશનન જે પણ ફંડ મળે છે તો તેનો ઉપયોગ કરવા માટે તેને એક વર્ષનો સમય મળે છે. જો એક વર્ષના સમયગાળામાં ફંડનો ઉપયોગ ન થાય તો તેને બીજા વર્ષમાં ટ્રાન્સફર કરી શકાય છે, આ રૂલ્સ છે. મેં કોવિડની બીજી લહેરની આસપાસ થોડા મહિના પહેલા જ આ ફાઉન્ડેશન શરૂ કર્યું છે. જ્યારે કોવિડની પહેલી લહેર હતી ત્યારે હું પ્રવાસીઓને મદદ કરી રહ્યો હતો ત્યારે લોકો ખુગ આગળ આવીને મદદ કરી રહ્યા હતા અને લોકો માટે બસો બુક કરી હતી, અમે તે સમયે પૈસા ભેગા નહોતા કરી રહ્યા.

હું લોકોની કમાણીનો દુરુપયોગ નહીં કરું- સોનુ
ઈન્ટરવ્યુ દરમિયાન સોનુએ કહ્યું, મેં છેલ્લા 4 મહિનાથી જ ફંડ ભેગું કરવાનું શરૂ કર્યું છે, નિયમોના અનુસાર, મારી પાસે ફંડ ઉપયોગ કરવા માટે 7 મહિનાથી વધારેનો સમય છે. હું લોકો અને મારી મહેનતના પૈસા બગાડીશ નહીં.

સોનુ એન્ડોર્સમેન્ટના મોટાભાગના પૈસા ફાઉન્ડેશનને આપે છે
પોતાની કમાણી વિશે વાત કરતાં સોનુએ કહ્યું કે, હું બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી જે પણ કમાણી કરું છું તેના 25 ટકા અને ક્યારેક ક્યારેક 100 ટકા પણ ડાયરેક્ટ ફાઉન્ડેશનમાં જાય છે. જો કોઈ બ્રાંડ અમને ડોનેશન કરે છે તો હું તેમનું એન્ડોર્સમેન્ટ ફ્રીમાં કરું છું. આ ફાઉન્ડેશનનું ફંડ મારું પર્સનલ ફંડ પણ છે, જે મેં ડોનેટ કર્યું છે.

મારા સપના મોટા છે- સોનુ સૂદ
અત્યારે એક્ટર હૈદરાબાદમાં એક ચેરિટેબલ હોસ્ટિરલ ખોલવાની તૈયારીમાં છે. તેનું કહેવું છે કે તે હોય કે ન હોય ચેરિટેબલ હોસ્પિટલમાં લોકોની સારવાર ફ્રીમાં થતી રહેશે. આ હોસ્પિટલ માટે સોનુએ ફંડમાંથી 2 કરોડ રૂપિયા ઉપયોગ કર્યા છે. એક્ટરે કહ્યું, મારા સપના મોટા છે અને હું એક મિશન પર છું.'

ઈન્ટરવ્યુ દરમિયાન સોનુ સૂદે જણાવ્યું કે, તેના ફાઉન્ડેશનમાં 600 રૂપિયા ડોનેટ કરવા માટે ઘણા બાળકો તેમની પિગી બેંક તોડે છે. ઘણી અંધ મહિલાઓએ મદદનો હાથ લંબાવ્યો છે અને તેમનું પાંચ મહિનાનું પેન્શન આપ્યું છે.