ક્યા યહી પ્યાર હૈ..?:હૃતિક-સબા પછી હવે એક્ટરની પૂર્વ પત્ની સુઝાન ખાન BF અર્સલાનનો હાથ પકડીને જોવા મળી

મુંબઈ4 મહિનો પહેલા

ઇન્ટીરિયર ડિઝાઇનર તથા હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન રૂમર્ડ પ્રેમી અર્સલાન ગોની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. બંને એકબીજાના હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુઝાન પહેલાં હૃતિક રોશન રૂમર્ડ પ્રેમિકા સબા આઝાદ સાથે એરપોર્ટ પર આ જ રીતે જોવા મળ્યો હતો. સુઝાન ખાને ગોવામાં નવી રેસ્ટોરાં શરૂ કરી હતી અને ચારેય ત્યાંથી જ પરત આવ્યા હતા. સુઝાને ગોવામાં શરૂ કરેલી રેસ્ટોરાંની ઓપનિંગ પાર્ટી આપી હતી.

મુંબઈ એરપોર્ટ પર હૃતિક-સબા.
મુંબઈ એરપોર્ટ પર હૃતિક-સબા.

સુઝાન-અર્સલાન સાથે જોવા મળ્યા
વાઇરલ વીડિયોમાં સુઝાન તથા અર્સલાન એરપોર્ટના પાર્કિંગ એરિયામાં જોવા મળે છે. બંને જ્યાં સુધી પોતાની કાર સુધી પહોંચી નથી જતાં, ત્યાં સુધી બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. સુઝાન વીડિયોમાં મેચિંગ શોર્ટ્સની સાથે બ્લેક ટી શર્ટમાં જોવા મળે છે. તેણે ગળમાં સ્ટોલ નાખ્યો હોય છે, વ્હાઇટ સ્નીકર્સ તથા બેગ સાથે જોવા મળે છે. અર્સલાન પીળા રંગની ટી શર્ટ તથા વ્હાઇટ સ્નીકર્સમાં હોય છે.

સુઝાને ગોવામાં નવી રેસ્ટોરાં શરૂ કરી
હૃતિક રોશન, સબા આઝાદ, અર્સલાન ગોની, પૂજા બેદી, માનેક કોન્ટ્રાક્ટર, ફરાહ ખાન અલી ખાન, DJ અલી, જાવેદ ખાન, ડિરેક્ટર અભિષેક કપૂર તથા અનુષ્કા રંજન સહિતના ઘણાં સેલેબ્સ ગોવામાં સુઝાનની રેસ્ટોરાંની ઓપનિંગ પાર્ટીમાં જોવા મળ્યા હતા.

ફ્રેન્ડ્સે શુભેચ્છા પાઠવી
પૂજાએ સો.મીડિયામાં પાર્ટીની તસવીરો શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં પૂજા એક્ટર હૃતિક તથા સબા સાથે જોવા મળે છે. આ તસવીરમાં તેણે કહ્યું હતું, 'અબાઉટ લાસ્ટ નાઇટ વેડ્રો. ગોવા.'

છેલ્લાં એક વર્ષથી એકબીજાની ડેટ કરે છે
નોંધનીય છે કે સુઝાન તથા અર્સલાન છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરે છે. તેઓ સાથે વેકેશન મનાવવા પણ જાય છે. ડિનર ડેટ, લંચ ડેટ તથા ઇવેન્ટ્સમાં પણ બંને સાથે જ જોવા મળે છે.

અર્સલાન લોકપ્રિય ટીવી એક્ટર અલી ગોનીનો ભાઈ છે. અર્સલાન વેબ સિરીઝ 'મૈં હીરો બોલ રહા હૂ'માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે ઘણી ટીવી સિરિયલ્સ કરી છે. સુઝાન ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તે ક્લોથિંગ બ્રાન્ડ 'ધ લેબલ લાઇફ'માં મલાઈકા અરોરા તથા બિપાશા બાસુની સાથે પાર્ટનરશિપ ધરાવે છે.

વર્ષ 2000માં હૃતિક સાથે લગ્ન કર્યાં હતાં
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે.