રિલેશનશિપનો સ્વીકાર:હર્ષવર્ધન કપૂર બાદ હવે આયુષ્માન ખુરાનાએ આડકતરી રીતે કેટ-વિકીના સંબંધો કન્ફર્મ કર્યા

મુંબઈ5 દિવસ પહેલા
  • ફિલ્મના પ્રમોશન દરમિયાન આયુષ્માને કેટ-વિકીના સંબંધો કન્ફર્મ કર્યા

બી ટાઉનમાં હાલમાં કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. જોકે બંનેએ હજી સુધી લગ્ન અંગે ચુપ્પી સાધી રાખી છે. કેટ તથા વિકીના નિકટના મિત્રોએ તેમના સંબંધોને અજાણતા જ કન્ફર્મ કરી દીધા છે. હર્ષવર્ધન કપૂર બાદ હવે આયુષ્માન ખુરાનાએ પણ કેટ-વિકી વચ્ચે સંબંધો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત
આયુષ્માન ખુરાના હાલમાં 'ચંદીગઢ કરે આશિકી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઇન્ટરવ્યુમાં RJ (રેડિયો જોકી) સિદ્ધાર્થ કાનને એક્ટર તથા એક્ટ્રેસ વાણી કપૂરને સવાલ પૂછ્યો હતો કે જો તેમને જીવનમાં આ એક્ટ્રેસિસ સાથે આશિકી કરવાની તક મળે તો તેઓ કઈ રીતે તેને ડેટ પર લઈ જાય. પછી સિદ્ધાર્થ કાનને કેટરીના કૈફનું નામ લીધું હતું.

આયુષ્માને કહ્યું, કેટરીના તો ઓલરેડી કોઈની સાથે ડેટ પર જઈ ચૂકી છે
કેટરીનાનું નામ આવતાં જ વાણી કપૂરે કહ્યું હતું કે 'હોટેસ્ટ.' આયુષ્માને પણ વાણીની હામાં હા મિલાવી હતી અને બોલવા માટે યોગ્ય શબ્દો શોધવા લાગ્યો હતો. એક્ટરને વાર થતાં RJએ કહ્યું હતું કે યાર, તું તો બહુ સમય લે છે, કોઈ બીજા સાથે ડેટ પર જતી રહેશે. આ સાંભળતાં જ આયુષ્માને કહ્યું હતું, 'તે તો પહેલાં જ જઈ ચૂકી છે.'

વિકીનું પંજાબી કનેક્શન
પછી RJના સવાલનો જવાબ આપતાં એક્ટરે કહ્યું હતું, 'હું તેની જેમ ડાન્સ કરી શકતો નથી, પણ હા, વિકી પંજાબી છે તો હું સ્યોર છું કે કોઈ પંજાબી કનેક્ટ જરૂર હશે.' આયુષ્માનની આ લાઇનથી વિકી તથા કેટરીનાના સંબંધો ક્યાંક ને ક્યાંક કન્ફર્મ થાય છે.

હર્ષવર્ધને શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે આયુષ્માન પહેલાં હર્ષવર્ધન કપૂરે કહ્યું હતું કે વિકી તથા કેટરીના સાથે છે અને આ વાત સાચી છે. આ વાત કહીને તે મુશ્કેલીમાં મુકાશે. તેને ખ્યાલ નથી, પણ તે આ બાબતમાં ઘણો જ ઓપન છે.

7થી 12 ડિસેમ્બરની વચ્ચે લગ્ન
વિકી કૌશલ તથા કેટરીના કૈફ આવતા મહિને રાજસ્થાનના સવાઈ માધોપુરમાં 7થી 12 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરવાના છે. અહીંની સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.