તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર્નોગ્રાફી કેસ:ન્યૂડ થઈને ગેહના વશિષ્ઠ સો.મીડિયામાં લાઇવ થઈ, પૂછ્યું- શું આ વલ્ગર લાગી રહ્યું છે?

મુંબઈ2 મહિનો પહેલા
  • ગેહના વશિષ્ઠે રાજ કુંદ્રાનો સપોર્ટ કરીને કહ્યું છે કે તે પોર્ન નહીં ઇરૉટિક મૂવી બનાવે છે.

પોર્ન વીડિયો કેસમાં રાજ કુંદ્રા પછી ગેહના વશિષ્ઠ સૌથી વધુ ચર્ચાતું નામ છે. ગેહનાએ રાજ કુંદ્રાનો સપોર્ટ પણ કર્યો છે અને તેણે ત્યાં સુધી કહ્યું હતું કે તે પોર્ન નહીં, પરંતુ ઇરોટિક ફિલ્મ બનાવે છે. હવે ગેહનાએ આ વાતને સમજાવવા માટે સો.મીડિયામાં ન્યૂડ થઈને એક વીડિયો શૅર કર્યો હતો.

વીડિયો વાઇરલ થયો
ગેહનાનો આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં ગેહનાએ કહ્યું હતું કે તે હાલમાં ન્યૂડ છે અને તેના શરીર પર એક પણ કપડું નથી. તેણે લોકોને એવો સવાલ કર્યો હતો કે શું તે હાલમાં વલ્ગર લાગે છે? શું તમને લાગે છે કે આ પોર્ન છે?

વીડિયોમાં ગેહનાએ શું કહ્યું?
ગેહનાએ કહ્યું હતું, મિત્રો હું તમારી સામે લાઇવ બેઠી છું. મને કહો કે શું હું વલ્ગર લાગી રહી છું અથવા ચીપ લાગું છું? ક્યાંયથી પણ એવું લાગી રહ્યું છે કે તમે પોર્નની કેટેગરીમાં આને કાઉન્ટ કરી શકો. વિશ્વાસ કરો કે મેં અત્યારે કંઈ જ પહેર્યું નથી છતાં પણ તમે આને પોર્નની કેટેગરીમાં કાઉન્ટ કરતા નથી. જોકે, અન્ય વીડિયોમાં મેં સારા કપડાં પહેર્યા છે, છતાં તમે તેને પોર્ન કહો છો. આ વાત તો ખોટી છે. તમામ લોકો કહે છે કે મેં પોર્ન ફિલ્મનું શૂટિંગ કર્યું. અત્યારે મેં કંઈ પહેર્યું નથી તો પણ તમે આને પોર્ન કહેતા નથી.'

વીડિયો શૅર કરીને શું કહ્યું?
ગેહનાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કપડાં વગર લાઇવ, હું આ વીડિયોમાં કપડાં પહેર્યા વગર લાઇવ છું, પરંતુ કોઈ આને પોર્ન કહેતું નથી. જ્યારે હું કપડાં પહેરું છું તો કેટલાંક લોકો તેને પોર્ન કહે છે. હિપોક્રસીની તો હદ છે.'

મુંબઈ પોલીસ પર ગંભીર આરોપો મૂક્યા
પોર્ન વીડિયોમાં ગેહના વશિષ્ઠ ફસાતી જોવા મળે છે અને હવે તે સતત પોતાનો બચાવ કરવાના પ્રયાસમાં છે. ગેહનાની ફેબ્રુઆરીમાં પોર્ન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ મહિના બાદ તેને જામીન મળ્યા હતા. તેણે કહ્યું હતું કે તેણે ક્યારેય પોર્ન ફિલ્મ શૂટ કરી નથી. થોડાં દિવસ પહેલાં તેણે મુંબઈ પોલીસ પર ગંભીર આરોપો મૂક્યા હતા.

પોલીસે રાજ કુંદ્રા ને એકતા કપૂરનું નામ લેવા દબાણ કર્યું
ગેહનાએ કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે તેને એકતા કપૂર તથા રાજ કુંદ્રાનું નામ લેવા માટે દબાણ કર્યું હતું. આટલું જ નહીં તેણે એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે મુંબઈ પોલીસે તેની પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

એક્ટ્રેસના ગેહના પર ગંભીર આક્ષેપો
પહેલી પીડિતાની ઉંમર 20 વર્ષની છે. તે 2016થી હિંદી તથા મરાઠી સિરિયલમાં કામ કરે છે. આ દરમિયાન તેની અજિત નામના યુવક સાથે મુલાકાત થઈ હતી. અજિતે જ 10 જાન્યુઆરી, 2021ના રોજ પીડિતાની મુલાકાત કાસ્ટિંગ ડિરેક્ટર નરેશ તથા મિતુલ સાથે કરાવી હતી. એક કોન્ફરન્સ કૉલમાં નરેશે પીડિતાને વેબસિરીઝની ઑફર કરી હતી. આ સિરીઝ ક્વીન પર આધારિત હતી. નરેશે સિરીઝનું શૂટિંગ મડ આઇલેન્ડમાં થતું હોવાનું કહ્યું હતું. આ સાથે જ 10 હજાર રૂપિયા મળશે એમ જણાવ્યું હતું. પીડિતાએ વધુમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નરેશે તેને મલાડ સ્ટેશન પર આવવાનું કહ્યું હતું. ત્યાર બાદ તે તેને માલવાણી વિસ્તારના ગ્રીન પાર્ક બંગલામાં લઈ ગયો હતો. અહીં નરેશે તેને કહ્યું હતું કે આ વેબ સિરીઝની પ્રોડ્યુસર તથા ડિરેક્ટર ગેહના વશિષ્ઠ છે. તેને ઉમેશ નામની વ્યક્તિ મેકઅપ કરી આપવાનો હતો. થોડીવાર બાદ ગેહના તેનાં માટે કપડાં લઈને આવી હતી. એ કપડાં પહેરીને બંગલાના બગીચામાં શૂટિંગ માટે ગઈ હતી. અહીં ગેહનાએ તેને તેના રોલ અંગે સમજાવ્યું હતું અને કહ્યું હતું કે સિરીઝમાં એક રાજા, એક રાણી તથા ત્રણ ઢીંગણા લોકો છે.

જબરદસ્તી શૂટિંગ કરાવ્યું
પીડિતાનો આરોપ છે કે ગેહનાએ પછી ફરીથી તેને નવાં કપડાં પહેરાવ્યાં, પરંતુ પછી તેને કંઈક અજુગતું લાગતાં તેણે આગળ શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. જ્યારે તેણે ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો તો ગેહનાએ તેને ધમકી આપી હતી. પીડિતાએ કહ્યું હતું કે ગેહનાએ તેને એમ કહ્યું હતું કે સિરીઝના શૂટિંગ માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને જો તે હવે સિરીઝમાં કામ નહીં કરે તો તેણે 10 લાખ રૂપિયા આપવા પડશે. તેણે પૈસા ના હોવાની વાત કરી હતી. ત્યાર બાદ રૂમમાં આકાશ નામનો યુવક આવ્યો હતો. તે પીડિતા સાથે છેડછાડ કરવા લાગ્યો હતો અને શારીરિક સંબંધ બનાવવા લાગ્યો હતો. ગેહનાએ પૈસાની ધમકી આપી હોવાથી તેણે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને આ દરમિયાન શૂટિંગ ચાલુ હતું. શૂટિંગ પૂરું થઈ ગયું પછી તેણે ગેહનાને જવા દેવાની આજીજી કરી હતી. જોકે ગેહનાએ તેને ધમકી આપી હતી અને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે તે આ શૂટિંગ અંગે કોઈને વાત ના કરે અને પોલીસ સમક્ષ પણ ના જાય, નહીંતર તેનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે.

ગેહના વશિષ્ઠ ન્યૂડ થઈને લાઈવ થઈ

અન્ય સમાચારો પણ છે...