રાજકુમાર-પત્રલેખાના વેડિંગ:લગ્ન કર્યા બાદ રાજકુમાર રાવ પત્રલેખા સાથે હનીમૂન પર નહીં જાય, 18 નવેમ્બરથી ફિલ્મ 'ભીડ' નું શૂટિંગ શરૂ કરશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીડનું પહેલું શેડ્યુઅલ લખનઉમાં શરૂ થશે

રાજકુમાર રાવ તથા પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ચંદીગઢની ધ ઓબેરોય સુખવિલાસ સ્પા રિસોર્ટમાં થયા હતા. બંનેએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેમને ફેન્સ સિવાય બોલિવૂડ સેલેબ્સ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, લગ્ન બાદ રાજકુમાર રાવ પત્ની પત્રલેખાની સાથે અત્યારે હનીમૂન પર નહીં જઈ શકે.

હકીકતમાં રાજકુમારને 18 નવેમ્બરના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ 'ભીડ'નું શૂટિંગ શરૂ કરવાનું છે. ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિન્હા ભીડનું શૂટિંગ નવેમ્બરના મધ્યમમાં અથવા ડિસેમ્બરમાં શરૂ કરવા માગતા હતા જેના માટે રાજકુમારે હા પાડી હતી અને પત્રલેખાની સાથે હનીમૂનનો પ્લાન અત્યારે ટાળી દીધો છે. ભીડનું પહેલું શેડ્યુઅલ લખનઉમાં શરૂ થશે.

રાજકુમાર રાવે લગ્ન બાદ ખાસ મેસેજ લખ્યો હતો
સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા શેર કરતા લખ્યું- 'અંતે 11 વર્ષના પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી પછી આજે મેં મારી દરેક વસ્તુ સાથે લગ્ન કરી લીધા. મારી આત્મ, મારી સૌથી સારી મિત્ર, મારો પરિવાર. આજે મારા માટે તારો પતિ કહેવાથી કોઈ બીજી મોટી ખુશી નથી, પત્રલેખા તું હંમેશા માટે છે... અને તેનાથી આગળ પણ.'

પત્રલેખાએ ફેશન ડિઝાઇનર સબ્યાસાચીની ડિઝાઇનર સાડી પહેરી હતી. સાડી સાથે એક્ટ્રેસે સ્પેશિયલ ચૂંદડી ઓઢી હતી. આ ચૂંદડીની બોર્ડર પર પત્રલેખાએ બંગાળી ભાષામાં સ્પેશિયલ મેસેજ લખ્યો હતો, 'અમર પોરન ભૌરા ભાલોબાસા અભી તોમે સોમોરપોન કોરિલમ.' એટલે કે 'હું પ્રેમથી ભરેલું મારું હૃદય

11 વર્ષથી રિલેશનમાં છે રાજકુમાર-પત્રલેખા
રાજકુમાર રાવ તથા પત્રલેખા છેલ્લાં 11 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન પત્રલેખાએ જણાવ્યું હતું કે તેને 'લવ સેક્સ અને ધોખા' ફિલ્મમાં પહેલી વખત રાજકુમાર રાવને જોયો હતો. પહેલી વાર પત્રલેખાને લાગ્યું હતું કે રાજકુમાર ફિલ્મના કેરેક્ટરની જેમ અલગ છે, જો કે આવું નહોતું.

તો બીજી તરફ રાજકુમાર રાવે એક એડમાં પત્રલેખાને જોઈને તેની સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. પત્રલેખા અને રાજકુમાર વર્ષ 2010થી એકબીજાના રિલેશનમાં છે. બંને વર્ષ 2014ની ફિલ્મ 'સિટી લાઈટ'માં સાથે જોવા મળ્યા હતા.