ફરી પ્રેમમાં પડ્યો?:સામંથાને ડિવોર્સ આપ્યા બાદ નાગ ચૈતન્ય 'મેજર' ફૅમ એક્ટ્રેસ શોભિતાને ડેટ કરે છે? હોટલમાં બંને અનેકવાર સાથે જોવા મળ્યા

હૈદરાબાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર નાગ ચૈતન્યે ગયા વર્ષે સામંથા રુથ પ્રભુને ડિવોર્સ આપ્યા હતા. હાલમાં જ એવી ચર્ચા થઈ રહી છે કે ચૈતન્ય ફરી એકવાર પ્રેમમાં પડ્યો છે. નાગ ચૈતન્ય 'મેડ ઇન હેવન' ફૅમ એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે જોવા મળ્યો હતો. બંને ખાસ્સા સમય સુધી એકબીજાની કંપની એન્જોય કરી હતી.

શોભિતાએ હૈદરાબાદમાં બર્થડે સેલિબ્રેટ કર્યો
નાગ ચૈતન્યે તાજેતરમાં જ હૈદરાબાદમાં નવી પ્રોપર્ટી ખરીદી છે. જોકે, અહીંયા હજી કામ ચાલે છે. ચૈતન્ય તથા શોભિતા આ જ નવા ઘરમાં સાથે જોવા મળ્યા હતા. ચૈતન્યે શોભિતાને આખું ઘર બતાવ્યું હતું. થોડાં કલાકો સાથે રહ્યા બાદ બંને કારમાં બેસીને નીકળી ગયા હતા. આ ઉપરાંત બંનેને અનેકવાર હોટલમાં સાથે જોવા આવ્યા હતા. આ હોટલમાં શોભિતા ફિલ્મ 'મેજર'ના પ્રમોશન માટે રોકાઈ હતી. શોભિતાએ હૈદરાબાદમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. નાગ તથા શોભિતા સતત સાથે જોવા મળતા એવી અટકળો થવા લાગી કે બંને એકબીજાને ડેટ કરે છે.

કાઉન્સિલિંગ બાદ પણ નિર્ણય ના બદલ્યો
નાગ ચૈતન્ય તથા સામંથાના ડિવોર્સ અંગે મીડિયામાં ઘણી જ વાતો થઈ ચૂકી છે. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે કંઈ જ કહ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સામંથા તથા નાગ ચૈતન્યે અલગ થવાનું નક્કી કર્યું પછી ફેમિલી કોર્ટમાં બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ પણ બંનેએ પોતાનો નિર્ણય બદલ્યો નહોતો.

ચોથી વેડિંગ એનિવર્સરી પહેલાં જ લગ્ન તૂટ્યા
સામંથા તથા નાગ ચૈતન્યે 6 ઓક્ટોબર, 2017ના રોજ ગોવામાં પહેલાં હિંદુ રીત રિવાજથી અને સાત ઓક્ટોબરના રોજ ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યા હતા. છ ઓક્ટોબર, 2021ના રોજ બંનેના લગ્નને ચાર વર્ષ થવાના હતા, પરંતુ તે પહેલાં જ બંને અલગ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...