શ્રદ્ધાંજલિ / ડિરેક્ટર અભિષેક કપૂર બાદ હવે ભૂમિ પેડનેકર સુશાંત સિંહની યાદમાં 550 ગરીબ પરિવારને જમાડશે

X

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 08:38 PM IST

14 જૂને સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની યાદમાં ડિરેક્ટર અભિષેક કપૂર બાદ હવે સોનચીડિયા ફિલ્મની કો-સ્ટાર ભૂમિ પેડનેકર 550 ગરીબ પરિવારને જમાડશે. અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞા કપૂરે જે NGO સાથે મળીને આ ઉમદા કાર્ય કરવાનું પ્રણ લીધું છે તે જ NGO એક સાથ: ધ અર્થ ફાઉન્ડેશન મારફતે ભૂમિ પણ આ મદદ કરશે.

મદદની પહેલ 
ભૂમિએ સુશાંતના ફોટો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કે, મેં એક સાથ ફાઉન્ડેશન મારફતે મારા પ્રિય મિત્રની યાદમાં 550 પરિવારને ભોજન કરાવવાનો સંકલ્પ લીધો છે. આવો આપણે સાથે મળીને જરૂરિયાતમંદ લોકો પ્રતિ દયા અને પ્રેમ બતાવીએ, કારણકે હાલ તેમને આપણી સૌથી વધુ જરૂર છે.

ડેબ્યુ ડિરેક્ટર 3400 પરિવારને જમાડશે 
સુશાંત સિંહ રાજપૂતની 2013માં આવેલ ડેબ્યુ ફિલ્મ કાઈ પો છેના ડિરેક્ટર અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞા કપૂર NGO એક સાથ: ધ અર્થ ફાઉન્ડેશન મારફતે 3,400 ગરીબ પરિવારને જમાડવાની વાત કરી હતી. તેમણે લખ્યું હતું, સુશાંતની યાદમાં એક સાથ ફાઉન્ડેશન 3400 ગરીબ પરિવારને જમાડવા માટે પ્રણ લે છે. લોકડાઉન ભલે પૂરું થઇ ગયું છે પણ નોકરીઓ જઈ રહી છે ને આવક બંધ થઇ ગઈ છે માટે અમારો પ્રયાસ આગળ પણ ચાલુ રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી