ક્રિકેટરનો નવો બિઝનેસ:દિલ્હી બાદ હવે વિરાટ કોહલી મુંબઈમાં કિશોર કુમારના બંગલામાં આવતા મહિનાથી રેસ્ટોરાં શરૂ કરશે

મુંબઈએક મહિનો પહેલા

ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલીએ ગઈ કાલે (31 ઓગસ્ટ) એશિયાકપમાં હોંગકોંગ સામેની મેચમાં 59 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 50થી વધુ રન કરતાં અનુષ્કા શર્મા ને ચાહકો ખુશ ખુશાલ થઈ ગયા છે. વિરાટ કોહલી ને અનુષ્કા શર્મા ચર્ચામાં રહેતા હોય છે. વિરાટ કોહલી દિલ્હી બાદ હવે મુંબઈમાં પોતાની નવી રેસ્ટોરાં શરૂ કરવા જઈ રહ્યો છે.

કઈ જગ્યાએ રેસ્ટોરાં શરૂ કરશે?
વિરાટ કોહલીની રેસ્ટોરાંને લિજેન્ડરી સિંગર કિશોર કુમાર સાથે ખાસ કનેક્શન છે. ખરી રીતે તો વિરાટ કોહલી સ્વ. કિશોર કુમારના મુંબઈ સ્થિત બંગલામાં આ રેસ્ટોરાં શરૂ કરવાનો છે. વિરાટ કોહલીએ જુહૂમાં આવેલા આ બંગલાનો મોટો હિસ્સો ભાડે લીધો છે અને તેમાં હાઇ ગ્રેડ રેસ્ટોરાં બનાવી રહ્યો છે. 'ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, બંગલામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે અને રેસ્ટોરાં લગભગ તૈયાર થઈ ગઈ છે. માનવામાં આવે છે કે વિરાટ કોહલી આવતા મહિને રેસ્ટોરાં શરૂ કરશે.

કિશોર કુમારના દીકરાએ કન્ફર્મ કર્યું
અમિત કુમારે કહ્યું હતું કે વિરાટ કોહલીએ સુમિત (કિશોર કુમાર-લીના ચંદાવરકરનો દીકરો)ને થોડાં મહિના પહેલાં મળ્યો હતો. બંને વચ્ચે આ અંગે વાતચીત થઈ હતી. ત્યારબાદ તેમણે બંગલાનો કેટલોક હિસ્સો પાંચ વર્ષ માટે લીઝ પર આપી દીધો હતો.

2017માં વિરાટે દિલ્હીમાં રેસ્ટોરાં શરૂ કરી હતી
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ 2017માં દિલ્હીના આર કે પુરમમાં 'નુએવા' રેસ્ટોરાં શરૂ કરી હતી. આ ઉપરાંત દિલ્હીમાં જ 'વન8 કમ્યૂન' કરીને પણ એક રેસ્ટોરાં છે. વિરાટ UAE Royals (ટેનિસ ટીમ)નો કો-ફાઉન્ડર છે. તે Wrogn બ્રાન્ડનો પણ કો-ફાઉન્ડર છે. આ સાથે જ વિરાટ ઇન્ડિયન સુપર લીગમાં રમતી ટીમ FC Goaનો પણ કો-ફાઉન્ડર છે.

આ ક્રિકેટર્સ પણ રેસ્ટોરાં ધરાવે છે
ઉલ્લેખનીય છે કે કપિલ દેવની પટનામાં 'ઇલેવન્સ', રવિન્દ્ર જાડેજાની રાજકોટમાં 'જડ્ડુસ ફૂડ ફિલ્ડ', સૌરવ ગાંગુલીની કોલકાતામાં 'પેવેલિયન' તથા ઝહીર ખાનની મુંબઈમાં 'ઝહીર ખાન્સ ડાઇન ફાઇન' રેસ્ટોરાં છે.

13 ઓક્ટોબર 1987માં અવસાન
ચાર ઓગસ્ટ, 1929માં જન્મેલા કિશોર કુમારનું નામ ઇન્ડસ્ટ્રીમાં ઘણું જ જાણીતું છે. તેમનું અવસાન 13 ઓક્ટોબર, 1987માં થયું હતું.

અન્ય સમાચારો પણ છે...