ડ્રગ્સ કેસ:NCBની પૂછપરછના ઘણા દિવસો બાદ અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર કમબેક કર્યું, કહ્યું, 'વરસાદ વગર ઈન્દ્રધનુષ જોઈ શકાતું નથી'

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા મહિને અનન્યાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ત્રણ વખત પૂછપરછ માટે પોતાની ઓફિસ બોલાવી હતી

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ અનન્યા પાંડે સોશિયલ મીડિયાથી ગાયબ થઈ ગઈ હતી. ઘણા સમય બાદ તે સોશિયલ મીડિયા પર પાછી ફરી છે. તેને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અનન્યા કારમાં બેઠી છે અને બહાર આકાશમાં દેખાતા ઈન્દ્રધનુષને જોઈ રહી છે. અનન્યાએ આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે, હળવા વરસાદ વિના ઈન્દ્રધનુષ જોઈ શકાતું નથી.

અનન્યાની આ પોસ્ટ પર તેની માતા ભાવના પાંડેએ કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક ફેને લખ્યું, સારું અને ખરાબ જીવનની બે બાજુ છે. તેનો સ્વીકાર કરવો જોઈએ. આપણે ખરાબ સમયમાંથી શીખીએ છીએ અને જો આપણે આવું કરીએ છીએ તો આપણે ખુશ રહીએ છીએ.

આર્યન અને અનન્યાની વચ્ચેની ચેટ્સ વાયરલ
ગયા મહિને અનન્યાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ત્રણ વખત પૂછપરછ માટે પોતાની ઓફિસ બોલાવી હતી. તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પણ જપ્સ કરી લેવામાં આવ્યા હતા. આ બધી કાર્યવાહી NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ થઈ હતી. આર્યન ખાન અને અનન્યા પાંડેની વચ્ચે થયેલી ચેટની કેટલીક ડિટેલ જાહેર થઈ હતી. તેમાં આર્યને અનન્યાને પૂછ્યું હતું કે, શું ગાંજાનો જુગાડ થઈ શકે છે. તેના પર અનન્યા જવાબ આપ્યો કે- હું અરેન્જ કરી દઈશ. NCBએ અનન્યાને આ ચેટ બતાવીને સવાલ કર્યો હતો. તેના પર અનન્યાએ જવાબ આપ્યો હતો કે- તે માત્ર મજાક કરી રહી હતી. તે સિગારેટને લઈને વાત કરી રહ્યો હતો. એ પણ જાણવા મળ્યું હતું કે, NCBએ જેવી પૂછપરછ શરૂ કરી, અનન્યા રડવા લાગી. ત્યારબાદ તેને પાણી આપવામાં આવ્યું અને ફરીથી સવાલ કરવામાં આવ્યા.

NCBને અનન્યાની 2018ની ચેટ હાથે લાગી હતી
આર્યનની પાસેથી મળેલી ચેટ્સમાંથી મોટાભાગની ચેટ્સ 2018થી 2019ની વચ્ચેની છે. એ પણ જાણકારી સામે આવી છે કે ચેટ્સમાં તેની અને અનન્યાની વચ્ચે ગાંજાને લઈને વાત થઈ હતી. બંનેના ફોનને સીઝ કરીને ફોરેન્સિંક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. એક અન્ય ચેટમાં તે આર્યનને કહે છે કે તેને ગાંજો પહેલા ટ્રાય કર્યો છે, પરંતુ તે ફરીથી ટ્રાય કરવા માગે છે.

અનન્યાની પાસે છે આ ફિલ્મો
અનન્યાની અગાઉની ફિલ્મ 'ખલી પીલી' ઈશાન ખટ્ટર સાથે હતી. અત્યારે તેની પાસે ત્રણ ફિલ્મો છે, જેમાંથી એક સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાની સાથે છે જેનું નામ 'લાઈગર' છે. આ ફિલ્મ સિવાય અનન્યાની પાસે શકુન બત્રાની એક અનામ ફિલ્મ પણ છે જેમાં તે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની સાથે જોવા મળશે. તે ઉપરાંત અનન્યા સિદ્ધાંત ચતુર્વેદીની સાથે ફિલ્મ 'ખો ગયે હમ કહાં' માં જોવા મળશે.