તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોના કહેર યથાવત:વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી પણ પરેશ રાવલ કોરોના સંક્રમિત થયા, સોશિયલ મીડિયા પર જાણકારી આપી

2 મહિનો પહેલા
9 માર્ચે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો
  • વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી ફિલ્મમેકર રમેશ તૌરાનીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં ઘણા સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં જ બોલિવૂડના ‘બાબુ ભૈયા’ એટલે કે પરેશ રાવલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી પરેશ રાવલે પોતે જ સોશિયલ મીડિયા પર આપી છે. 10 દિવસમાં જેટલા પણ લોકો સંપર્કમાં આવ્યા હોય તે બધાને પણ ટેસ્ટ કરાવવા વિનંતી કરી.

પરેશ રાવલે પોસ્ટ શેર કરી લખ્યું, ‘દુર્ભાગ્યવશ મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે બધાને હું ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું. જોવાની વાત એ છે કે, વેક્સિન લીધા પછી પણ પરેશ રાવલ સંક્રમિત થયા છે. તેમણે 9 માર્ચે કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.’

વેક્સિન લીધા પછી સંક્રમિત થનારા બીજા સેલિબ્રિટી
65 વર્ષીય પરેશ રાવલે વેક્સિન લીધા પછી સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરીને લખ્યું હતું, ‘V ફોર વેક્સિન, દરેક ડોક્ટર્સ, નર્સ, ફ્રન્ટ લાઈન હેલ્થ કેર વર્કર્સ, વૈજ્ઞાનિકો અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર.’ વેક્સિન લીધા પછી સંક્રમિત થનારા બીજા સેલિબ્રિટી છે. આની પહેલાં આ જ અઠવાડિયે ફિલ્મમેકર રમેશ તૌરાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે પ્રથમ ડોઝ લઇ લીધો હતો. ફિટનેસ માટે એકદમ જાગ્રત રહેતા મોડેલ કમ એક્ટર મિલિંદ સોમણ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આ સેલેબ્સ પણ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે
છેલ્લા ઘણા દિવસોમાં બોલિવૂડ સેલેબ્સે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. ફોટો શેર કરીને તેઓ અન્ય લોકોને પણ જાગૃત કરી રહ્યા છે. પરેશ રાવલ પહેલાં સંજય દત્ત, સૈફ અલી ખાન, રાકેશ રોશન, સતીશ શાહ, શિલ્પા શિરોડકર, જોની લીવર, મેઘના નાયડુ, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, ધર્મેન્દ્ર, કમલ હાસન, હેમા માલિની, અનુપમ ખેર અને નાગાર્જુન સહિત ઘણા સેલેબ્સ કોરોના વેક્સિન લઇ ચૂક્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો