કોરોના વચ્ચે શૂટિંગ:વેક્સીન વગર મોટા સ્ટાર્સ શૂટિંગ શરૂ કરશે, અક્ષય, જ્હોન પછી હવે સલમાન ખાન પણ શૂટિંગ કરવા માટે તૈયાર

2 વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

કોરોનાના જોખમ અને લોકડાઉનને કારણે ટ્રેડ એનાલિસ્ટે અંદાજ લગાવ્યો હતો કે મોટા સ્ટાર્સ આગામી દોઢ વર્ષ સુધી શૂટિંગ કરવા માટે નહીં આવે. તે અંદાજ હવે ખોટો સાબિત થયો છે. સોમવારે અક્ષય કુમારે બેલબોટમના શૂટિંગ માટે ઇંગ્લેન્ડ જવાની જાહેરાત કરી. હવે સલમાન ખાનના નજીકના લોકો તરફથી એવા સમાચાર મળી રહ્યા છે કે રાધેનું શૂટિંગ ઓક્ટોબરથી રિઝ્યુમ થશે.

મંગળવારે એવા સમાચાર ખૂબ ફરતા હતા કે ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી સલમાન ખાન રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ શરૂ કરશે. આ માટે મુંબઈના બાંદ્રાનો મેહબૂબ સ્ટુડિયો બુક પણ કરાવી લીધો છે. દિવ્ય ભાસ્કરે જ્યારે આ વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે સલમાન વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યો છે અને ઓક્ટોબરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે.

આ વાતની પુષ્ટિ પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીના નજીકના લોકોએ કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ફિલ્મનું 10થી 12નું શૂટ હજુ બાકી છે. એક સોન્ગ શૂટ કરવાનું છે. આ સિવાય અમુક સીન્સ પણ શૂટ કરવાના બાકી છે. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત રહે છે. લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે. આવામાં ઓગસ્ટના વાતાવરણમાં ફિલ્મનું શૂટિંગ નહીં થઇ શકે. જે સમાચાર ફરી રહ્યા છે કે ઓગસ્ટ મહિના માટે મેહબૂબ સસ્ટુડિયો બુક કરી લેવામાં આવ્યો છે તે સાચા નથી. પ્રોડક્શનને આ વિશેની જાણકારી નથી. ઓક્ટોબરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી અવશ્ય થઇ રહી છે.

સલમાન ખાનને બધાના સ્વાસ્થ્ય અને સુરક્ષાની ચિંતા છે. પરંતુ તેને કારણે આગામી મહિનામાં પણ ઘરે બેસી રહેવું વ્યાજબી નથી. કોરોનાની વેક્સીન આવવામાં જો 2 વર્ષ લાગી જાય તો શું બધાએ હાથ પર હાથ રાખીને બેસી રહેવું જોઈએ? આ બાબતે તે સતત ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે. ટીમે પણ એમ જ કહ્યું કે હવે આવનારા સમયમાં કોરોના સાથે રહીને સામાન્ય જીવનને ફરી શરૂ કરવાનું રહેશે. આસિસ્ટન્ટ ડિરેક્ટર, ટેક્નિશિયન અને રોજમદાર શ્રમિકો ઘણા પ્રભાવિત થઇ રહ્યા છે. તેમના માટે સલમાન ખાન પણ વેક્સીન વગર શૂટ કરવા માટે બહાર નીકળવા તૈયાર થયો છે. તેણે ઓક્ટોબરથી બધું શરૂ કરવા માટે તેનું મન મનાવી લીધું છે.

ઘણા મોટા સ્ટાર્સ શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર 
સલમાન અને અક્ષય કુમાર સિવાય જ્હોન અબ્રાહમે પણ કોરોનાના જોખમ છતાં બહાર નીકળીને શૂટિંગ કરવાની તૈયારી શરૂ કરી  દીધી છે. દીપિકા પાદુકોણે પણ શૂટિંગ પહેલાંની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે સતત શકુન બત્રા સાથે સ્ક્રિપ્ટ ડિસ્ક્સ કરી રહી છે. રાધે ફિલ્મમાં મ્યુઝિક સાજિદ વાજિદે આપ્યું છે. વાજિદના નિધન બાદ સાજિદે એકલાએ જ બધું કામ પૂરું કરી લીધું છે.