તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોના:આમિર-માધવન બાદ હવે મિલિંદ સોમણ-ફેશન ડિઝાઈનર વિક્રમ ફડનીસ કોવિડ 19 પોઝિટિવ, ધર્મેન્દ્રનો રિપોર્ટ નેગેટિવ

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડમાં કોરોનાના કેસ વધતા ગયા છે. રોજ કોઈને કોઈ સેલેબ્સ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. હવે મોડલ એક્ટર મિલિંદ સોમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મિલિંદ હાલમાં ઘરમાં જ આઈસોલેશનમાં છે. મિલિંદે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.

મિલિંદ ઘરમાં જ આઈસોલેશનમાં

મિલિંદની સો.મીડિયા પોસ્ટ
મિલિંદની સો.મીડિયા પોસ્ટ

મિલિંદે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને ક્વૉરન્ટીનમાં છું.' મિલિંદ કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે અને ડૉક્ટર્સના સંપર્કમાં છે. 55 વર્ષીય મિલિંદ પોતાની ફિટનેસ માટે જાણીતો છે.

ફેશન ડિઝાઈનર વિક્રમ ફડનીસનો રિપોર્ટ પોઝિટિવ

વિક્રમની સો.મીડિયા પોસ્ટ
વિક્રમની સો.મીડિયા પોસ્ટ

ફેશન ડિઝાઈનર વિક્રમે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત શૅર કરી હતી.

ધર્મેન્દ્રના સ્ટાફમાં 3 સભ્યો કોરોના પોઝિટિવ
વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રના સ્ટાફમાંથી 3 સભ્યોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. ત્યારબાદ ધર્મેન્દ્રનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનો રિપોર્ટ નેગેટિવ છે. 85 વર્ષીય ધર્મેન્દ્રે કહ્યું હતું, 'મારા પર ભગવાનની કૃપા છે. મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. બંને ખ્યાલ નથી કે કોવિડ 19ની બીજી લહેરની સાથે શું થઈ રહ્યું છે, પરંતુ આ ઘણી જ ખતરનાક છે. પરિસ્થિતિ પર અંકુશ મેળવવો પડશે નહીં તો હાથમાં ઘણું બધું નીકળી જશે.'

સ્ટાફના સભ્યોનું ધ્યાન રાખે છે
રિપોર્ટ પ્રમાણે, ધર્મેન્દ્ર પોતાના સ્ટાફ મેમ્બર્સનું સારી રીતે ધ્યાન રાખે છે. આટલું જ નહીં કોરોનાનો ભોગ બનેલા ત્રણ સભ્યો તથા તેમની પરિવારની ખાસ કાળજી લઈ રહ્યાં છે. કોવિડ પોઝિટિવ સભ્યોના પરિવારને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે ધર્મેન્દ્રે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

રણબીર-સંજય લીલા ભણસાલી-તારા સુતરિયા રિકવર થયા
અત્યાર સુધી કાર્તિક આર્યન, આમિર ખાન, આર માધવન, રોહિત સરફા, રમેશ તૌરાની, મનોજ વાજપેઈ, સિદ્ધાંત ચતુર્વેદી અને હવે મિલિંદનું નામ કોરોના પોઝિટિવમાં આવ્યું છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર તથા તારા સુતરિયા રિકવર થઈ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો