તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૂટિંગ પૂરું:વર્ષ બાદ 'અતરંગી રે'નું શૂટિંગ પૂર્ણ, સારા અલી ખાને અનસીન તસવીરો શૅર કરીને અક્ષય કુમાર, ધનુષ માટે સ્પેશિયલ નોટ લખી

મુંબઈએક મહિનો પહેલા

અક્ષય કુમાર, સારા અલી ખાન તથા ધનુષ સ્ટારર 'અતંરગી રે'નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ વાતની માહિતી સારાએ સો.મીડિયામાં આપી છે. સારાએ ફિલ્મના સેટની કેટલીક તસવીરો પણ શૅર કરી છે. તેણે ફિલ્મના કલાકારો તથા ટીમ માટે સ્પેશિયલ નોટ શૅર કરી છે. આ ફિલ્મનું શૂટિંગ એક વર્ષ બાદ પૂરું થયું.

સારાની ઈમોશનલ નોટ
સારાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'એક વર્ષ બાદ 'અતરંગી રે'નું શૂટિંગ પૂરું થયું છે. મને આ રોલ, આ ફિલ્મ તથા આ તક આપવા માટે આનંદ એલ રાય સરનો ઘણો જ આભાર. જોકે, આનાથી પણ વધારે તમારો બિનશરતી પ્રેમ, અતૂટ સપોર્ટ, ધ બેસ્ટ ઈન્ડિયા દર્શન, સ્વાદિષ્ટ ભોજન, લોકેશન સુધી સવારની સનરાઈઝ ડ્રાઈવ, સૂફી જિંજર વોટર ઈવનિંગ્સ તથા સૌથી બેસ્ટ ટીમ સાથે આ યાદગાર વર્ષ માટે આભાર.'

વધુમાં સારાએ કહ્યું હતું, 'મને હંમેશાં હેલ્પ, મોટિવેટ તથા પ્રેરણા આપવા બદલ ધનુષ સર તમારો આભાર. આ જર્નીમાં તમારાથી સારું પાર્ટનર કોઈ હોઈ શકે નહીં. મને તમારા અદભૂત મ્યૂઝિકની ઓળખ કરાવવા તથા મોંમાં પાણી લાવી દેતા સાઉથ ઈન્ડિયન ફૂડ માટે પણ આભાર. આપણા સેટ પર આટલો પ્રેમ, હાસ્ય, એનર્જી તથા પોઝિટિવિટિ લાવવા બદલ અક્ષય સર આભાર. તમામ કોસ્ચ્યુમ્સમાં અમારા ફોટો માટે તમને સ્ટોક કરવા માટે સોરી હરજીત સર.'

અક્ષય કુમાર ફિલ્મમાં જાદુગરના રોલમાં
અક્ષયે શૂટિંગ પૂરી થતાં 'અતરંગી રે'માં પોતાનો લુક શૅર કર્યો હતો. આ તસવીરમાં અક્ષય જાદુગરના ગેટઅપમાં હાથમાં પાનું લઈને ઊભેલો દેખાય છે. આ તસવીરના કેપ્શનમાં અક્ષયે કહ્યું હતું, 'આ 'અતરંગી રે'નો અંતિમ દિવસ છે અને હું આનંદ એલ રાયે તૈયાર કરેલા આ જાદુ માટે તમને વધુ રાહ જોવડાવી શકું તેમ નથી. મારા કો સ્ટાર્સ સારા અલી ખાન તથા ધનુષનો આભાર.'

સારા પહેલી જ વાર અક્ષય-ધનુષ સાથે જોવા મળશે
સારા પહેલી જ વાર અક્ષય કુમાર તથા ધનુષ સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાનનું છે. ફિલ્મના ગીતો હિમાશું શર્માએ લખ્યા છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે માર્ચમાં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કોરોનાને કારણે શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબર, 2020માં ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો