એક્ટ્રેસનું ક્લેરિફિકેશન:કાશ્મીરી પંડિતો પર વિવાદિત નિવેદન આપ્યા બાદ સાઈ પલ્લવીએ કહ્યું, હવે બોલતાં પહેલાં બે વાર વિચારીશ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીએ હાલમાં જ કાશ્મીરી પંડિતો અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન અંગે વિવાદ થતાં સાઈએ હવે ચોખવટ કરી હતી. તેણે કહ્યું હતું કે તેની વાતને ખોટી રીતે લેવામાં આવી છે. તેનો હેતુમાત્ર હિંસાની નિંદા કરવાનો હતો. તેની વાતોને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે.

પલ્લવીની વાતોને ખોટી રીતે લેવામાં આવી
સાઈ પલ્લવીએ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'આવું પહેલીવાર બન્યું કે હું તમારા લોકોની સાથે કોઈ વાત અંગે ક્લેરિફાઇ કરવા માટે જોડાઈ છું. મને લાગે છે કે આ પહેલીવાર છે અને હવે હું કોઈ પણ વાત કરતાં પહેલાં બે વાર વિચારીશ, કારણ કે મને ડર છે કે મારી વાતોને ખોટી રીતે રજૂ કરવામા આવે છે. મારા વિચારોને મોડાં રજૂ કરવા બદલ માફી માગું છું.'

ઓળખને ધર્મ કે જાતિ તરીકે અલગ વહેંચી નથી
વધુમાં પલ્લવીએ કહ્યું હતું, મને મારી 14 વર્ષની સ્કૂલ લાઇફ બરોબર યાદ છે. હું રોજ સ્કૂલે જતી અને ત્યાં માત્ર એક જ લાઇન બોલતી હતી. તમામ ભારતીયો મારા ભાઈ-બહેન છે અને હું મારા દેશને પ્રેમ કરું છું. મારા દેશની સંસ્કૃતિ તથા વિભિન્નતામાં એકતાને ઘણો જ પ્રેમ કરું છું. મેં ક્યારેય મારી ઓળખને જાતિ કે ધર્મમાં વહેંચી કરી નથી. આથી જ હું ન્યૂટ્રલ રહીને જ વાત કરું છું.'

'કાશ્મીર ફાઇલ્સ' જોઈને દુઃખી થઈ ગઈ હતી
કાશ્મીરી પંડિતો અંગે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું, 'હું 'કાશ્મીર ફાઇલ્સ' જોયા બાદ દુઃખી થઈ ગઈ હતી. આ દુઃખ ભોગવનાર લોકોને ક્યારે ઓછા આકીશ નહીં. હું કોવિડના સમયની તે મોબ લિંચિંગ ઘટનાઓનો ઉલ્લેખ કરતી નથી. મને યાદ છે કે હું તે વીડિયો જોયા બાદ અનેક દિવસો સુધી દુઃખી રહી હતી. મને લાગે છે કે હિંસા કોઈ પણ રૂપમાં ખોટી છે અને ધર્મના નામ પર હિંસા કરવી ઘણું જ મોટું પાપ છે.'

કઈ વાત પર હોબાળો થયો?
ગ્રેટ આંધ્રા ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં સાઈએ કહ્યું હતું, 'કાશ્મીર ફાઇલ્સ'માં બતાવવામાં આવ્યું કે 90ના દાયકામાં કેવી રીતે કાશ્મીરી પંડિતોને મારી નાખવામાં આવ્યા. જો તમે આ મુદ્દાને ધાર્મિક સંઘર્ષ તરીકે જુઓ છો તો હાલમાં જ એક ઘટના ઘટી હતી અને એમાં મુસ્લિમ ડ્રાઇવર ગાયોથી ભરેલી એક ટ્રકને લઈને જતો હતો. તે ડ્રાઇવરને માર મારવામાં આવ્યો અને તેને જય શ્રીરામ બોલવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. મારા હિસાબે આ બંને ઘટના અંગે કોઈ અંતર નથી.'

અન્ય સમાચારો પણ છે...