રિપોર્ટમાં દાવો:બે વર્ષના બ્રેક બાદ શાહરુખ ખાન ત્રણ ફિલ્મમાં જોવા મળશે, એક ફિલ્મમાં ડબલ રોલ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાન છેલ્લાં બે વર્ષથી ફિલ્મી પડદેથી દૂર રહ્યો છે. 'ઝીરો'ની નિષ્ફળતા બાદ શાહરુખે બ્રેક લીધો હતો અને તેણે એક પણ ફિલ્મ સાઈન કરી નહોતી. જોકે, હવે દાવો કરવામાં આવ્યો છે કે શાહરુખે એક નહીં પણ ત્રણ ત્રણ ફિલ્મ સાઈન કરી છે. શાહરુખ યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન', રાજકુમાર હિરાનીની ફિલ્મ તથા સાઉથ ફિલ્મમેકર એટલીની ફિલ્મમાં જોવા મળશે.

ત્રીજીવાર ડબલ રોલમાં જોવા મળશે
સૂત્રોના મતે શાહરુખ ખાન પહેલી જ વાર સાઉથ ડિરેક્ટર એટલી સાથે કામ કરશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલ કરશે. આ પહેલા શાહરુખે 'ડુપ્લીકેટ' તથા 'ડૉન'માં ડબલ રોલ પ્લે કર્યો હતો. હવે શાહરુખ ત્રીજીવાર ડબલ રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ પિતા તથા પુત્રના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં જનરેશન ગેપ પર ભાર મૂકવામાં આવ્યો છે. જનરેશન ગેપને કારણે કેવી રીતે બાપ-દીકરો એકબીજાની વિરુદ્ધમાં ઊભા રહી જાય છે, તે વાત ફિલ્મમાં કરવામાં આવશે. ફિલ્મમાં શાહરુખ સીનિયર રૉ એજન્ટના રોલમાં છે અને તેને ગેંગસ્ટર દીકરાને પકડવાના મિશન પર મોકલવામાં આવ્યો છે. ફિલ્મમાં શાહરુખના મેકઅપને પણ ખાસ્સું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પિતાના રોલ માટે શાહરુખ પ્રોસ્થેટિક મેકઅપ કરશે. શાહરુખ આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે કરશે.

'પઠાન'માં એક્શન અવતાર
રિપોર્ટ પ્રમાણે, 'પઠાન'માં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ પણ મહત્ત્વના રોલમાં હશે. આ બંને આવતા વર્ષે જાન્યુઆરીથી શૂટિંગ શરૂ કરશે. જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરશે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યો છે. પરવેઝે આ પહેલા 'વૉર', 'બ્રહ્માસ્ત્ર' તથા 'બેલબોટમ' જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે. કહેવાય છે કે સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મનું શૂટિંગ યશરાજ ફિલ્મ સ્ટૂડિયોમાં શરૂ થશે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, ફિલ્મનું પહેલું શિડ્યૂઅલ બે મહિનાનું હશે. નવેમ્બરમાં શરૂ થતાં આ શિડ્યૂઅલમાં માત્ર શાહરુખ ખાન જ શૂટિંગ કરશે. 'વૉર'ની જેમ જ આ ફિલ્મ પણ એક રિવેન્જ ડ્રામા હશે. ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...