તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:લગ્નના 6 વર્ષ બાદ શ્રેયા ઘોષાલ પ્રેગ્નન્ટ, સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર શૅર કરીને બાળકના નામની જાહેરાત કરી

મુંબઈ5 મહિનો પહેલા
2015માં લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા
  • શ્રેયા 19 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ છે. શ્રેયાએ ડેબ્યૂ ફિલ્મ 'દેવદાસ'માં 5 ગીતો ગાયાં હતાં

બોલિવૂડની લોકપ્રિય સિંગર્સમાંથી એક શ્રેયા ઘોષાલ લગ્નના છ વર્ષ બાદ માતા બનાવાની છે. તેણે સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. ખાસ વાત એ છે કે તેણે પોતાના બાળકનું નામ પણ જાહેર કરી દીધું છે. 36 વર્ષીય શ્રેયાએ પોતાના તથા પતિ શિલાદિત્ય મુખોપાધ્યાયના નામને જોડીને બાળકનું નામ પાડ્યું છે.

સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર શૅર કરીને શ્રેયાએ ગુડ ન્યૂઝ આપ્યા હતા
સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર શૅર કરીને શ્રેયાએ ગુડ ન્યૂઝ આપ્યા હતા

શ્રેયાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'બેબી શ્રેયાદિત્ય રસ્તામાં છે. શિલાદિત્ય અને હું તમારી સાથે આ સમાચાર શૅર કરવામાં ઘણી જ ખુશી અનુભવીએ છીએ. તમારા બધાના પ્રેમ તથા આશીર્વાદની જરૂર છે. અમે જીવનના આ નવા ચેપ્ટર માટે તૈયાર છીએ.' સો.મીડિયા યુઝર્સે શ્રેયાને શુભકામના પાઠવી હતી.

પાંચ ફેબ્રુઆરી, 2015ના રોજ લગ્ન કર્યા હતા
2015માં પાંચ ફેબ્રુઆરીએ શ્રેયાએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. આ સેરેમની પ્રાઈવેટ હતી, જેમાં બંનેના પરિવાર તથા નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. શ્રેયાએ 6 ફેબ્રુઆરીના રોજ ચાહકોને લગ્નની વાત શૅર કરી હતી. સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ગઈ કાલ રાત્રે પરિવાર તથા ફ્રેન્ડ્સની હાજરીમાં મેં મારા પ્રેમ શિલાદિત્ય સાથે લગ્ન કર્યા. નવા જીવનના રોમાંચ અંગે ઉત્સાહી છું.'

'દેવદાસ'થી બોલિવૂડ સફર શરૂ કરી
શ્રેયાએ બોલિવૂડ કરિયરની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'થી કરી હતી. 75મા ચિલ્ડ્રેન્સ ડે સ્પેશિયલ શોમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ શ્રેયાનું પર્ફોર્મન્સ જોયું તો તેઓ ઘણાં જ પ્રભાવિત થયા હતા અને તેમણે 'દેવદાસ'માં ગાવાની તક આપી હતી.

એક ઈન્ટરવ્યૂમાં શ્રેયાએ કહ્યું હતું, 'સંજયજીએ મને શોધવાનો પ્રયાસ કર્યો હતો. હું તે ફોન ક્યારેય ભૂલીશ નહીં. મને વિશ્વાસ નહોતો કે 'હમ દિલ દે ચૂકે સનમ'ના ડિરેક્ટર ફોન પર હતાં અને મારી સાથે વાત કરી હતી.' 'દેવદાસ'માં શ્રેયાએ પાંચ ગીતો 'સિલસિલા યે ચાહત કા..', 'બેરી પિયા..', 'છલક છલક..', 'મોરે પિયા..', 'દિલ ડોલા રે..'ગાયા હતા.

શ્રેયાએ 'ઝહર', 'પરિણીતા', 'રબ ને બના દી જોડી', 'વિવાહ', 'ધ કિલર', 'હોલિડે', 'ઓમ શાંતિ ઓમ', 'જબ વી મેટ', '3 ઈડિયટ્સ', 'ધ ડર્ટી પિક્ચર', 'બોલ બચ્ચન', 'પીકે', 'કલંક', 'તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર' જેવી ફિલ્મમાં ગીત ગાયા છે. શ્રેયાને 4 નેશનલ અવોર્ડ તથા 16 ફિલ્મફેર અવોર્ડ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...