અથિયા શેટ્ટી નહીં બને કેએલ રાહુલની દુલ્હનિયા?:3 મહિના બાદ લગ્નને લઈને એક્ટ્રેસે તોડ્યું મૌન, જવાબ સાંભળીને લાગશે ઝટકો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ તથા સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે, અથિયા અને કેએલ રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કશે. પરંતુ લગ્નની ચર્ચાઓ વચ્ચે અથિયાએ સોશિયલ મીડિયામાં એક સ્ટોરી પોસ્ટ કરી છે. જે બાદ ફેન્સને ઝટકો લાગ્યો છે.

અથિયાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને જણાવ્યું હતું કે, લગ્નની અફવાહોમાં કેટલું સત્ય છે. અથિયાએ એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, આશા રાખું છું કે, મને પણ આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવે, જે આગામી 3 મહિનામાં થવાના છે. આ સાથે જ તેને સ્માઈલ કરતી ઈમોજી પણ રાખી છે.

સુનિલ શેટ્ટીએ અથિયાના લગ્નને લઈને શું કહ્યું?
અથિયા પહેલાં તેના પિતા સુનિલ શેટ્ટીએ પણ દીકરીના લગ્નની ચર્ચા વિશે કહ્યું હતું કે. અથિયાના લગ્નનું કોઈ પ્લાનિંગ નથી કે ના તો તેની કોઈ તૈયારી ચાલી રહી છે.

અથિયા અને તેના પિતા સુનિલ શેટ્ટીએ લગ્નની અફવાહો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ફેન્સ અથિયા અને કેએલ રાહુલના લગ્નની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, તે ઘણા નિરાશ થઇ ગયા છે.

અથિયા પ્રેમી રાહુલ સાથે જર્મની ગઈ હતી
થોડાં સમય પહેલાં રાહુલ સર્જરી માટે જર્મની ગયો હતો. આ સમયે અથિયા પણ તેની સાથે ગઈ હતી. 30 વર્ષીય રાહુલે હર્નિયાની સર્જરી કરાવી હતી. બંને થોડાં દિવસ પહેલાં જ બંને જર્મનીથી પરત ફર્યા હતા.

ગયા વર્ષે પહેલી વાર સાથે જોવા મળ્યા
ગયા વર્ષે અહાન શેટ્ટીની ફિલ્મ 'તડપ'ના પ્રીમિયરમાં અથિયા તથા કેએલ રાહુલ પહેલી જ વાર સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મીડિયાની સામે બંનેનું આ પહેલું અપિયરન્સ હતું. બંનેએ સાથે રહીને ઘણા પોઝ આપ્યા હતા.

ગયા વર્ષે સંબંધો ઓફિશિયલ કર્યા
રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.'