'મન્નત'ની બહાર 'પીપલી LIVE':28 દિવસ બાદ આર્યન ખાન ઘરે આવ્યો, ચાહકોએ ઢોલ-નગારાં વગાડીને ફટાકડા ફોડ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • આર્યન ખાન ઘરે આવતા મન્નતમાં દિવાળી જેવો માહોલ

2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)એ અટકાયત કરી હતી અને બીજા દિવસે ધરપકડ કરી હતી. 28 દિવસ બાદ આર્યન ખાન 'મન્નત' આવ્યો છે. આર્યન ખાન ઘરે આવતા જ મન્નતની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી. ચાહકોએ ઢોલ નગારા તથા ફટાકડા ફોડીને આર્યનનું સ્વાગત કર્યું હતું. આર્યન ખાન ઘરે આવવાનો હોવાથી શાહરુખ-ગૌરીના સંબંધીઓ પણ મન્નત આવ્યા હતા.

સવારે સાધુ મહારાજે હનુમાન ચાલીસા ગાયા
આજે, 30 ઓક્ટોબરે સવારે એક સાધુ મહારાજે મન્નતની બહાર બેસીને હનુમાન ચાલીસાના મંત્રજાપ કર્યા હતા. મન્નતની બહાર એક વ્યક્તિ ગાય સાથે આવ્યો હતો. તે શરણાઈ પર શાહરુખના ગીતો વગાડતો હતો.

ભીડને અંકુશમાં રાખવા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા
મન્નતની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી આવ્યા હતા. પોલીસને આ વાતનો અંદેશો હતો અને તેથી જ ભીડને અંકુશમાં રાખવા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આટલું જ નહીં શાહરુખના ઘરની બહાર અનેક ચેનલની OB (આઉટસાઇડ બ્રોડકાસ્ટિંગ) વાન જોવા મળી હતી.

તસવીરો-વીડિયોમાં જુઓ મન્નતની બહારનો માહોલ