શૂટિંગ અપડેટ:22 વર્ષ પછી અજય દેવગન સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયાનો મેન્ટર બનશે

એક વર્ષ પહેલા

અજય દેવગન સંજય લીલા ભણસાલીની નેક્સ્ટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં લીડ રોલમાં દેખાશે. તેણે મુંબઈમાં આજથી એટલે કે 27 ફેબ્રુઆરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ અજય માટે સ્પેશિયલ કારણકે તે 22 વર્ષ પછી સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો છે. 22 વર્ષ પહેલાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં અજયે કામ કર્યું હતું.

ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. હાલમાં જ સંજય લીલા ભણસાલીનાં જન્મદિવસે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ગંગુબાઈનાં રોલમાં આલિયાના રોલે અનેક દર્શકોના દિલ જીતી લીધા છે. અજય અને આલિયાએ ક્યારેય સાથે કામ કર્યું નથી. તે મેન્ટરનાં રોલમાં છે.

ફિલ્મનું શૂટિંગ રાતે થાય છે
હાલ ફિલ્મનું શૂટિંગ મુંબઈની ફિલ્મ સિટીમાં ચાલુ છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, શૂટિંગ દરમિયાન કલાકારો અને ક્રૂ મેમ્બર્સનો મેક્સિમમ સમય બચાવવા માટે સેટ પર અલગ આયોજન કર્યું છે અને મેક્સિમમ સીન્સનું શૂટિંગ રાતે જ થાય છે.

કલાકાર અને ક્રૂ મેમ્બર્સ મોડી સાંજે સેટ પર આવે છે. આખી રાત શૂટ કરે છે અને સવારે ઘરે જાય છે. આખો દિવસ આરામ કર્યા પછી સાંજે સેટ પર પરત આવે છે. મુંબઈના ટ્રાફિકથી પણ બચી જાય છે.

શું છે ફિલ્મની સ્ટોરી?
'ગંગુબાઈ કાઠિયાવાડી' મુંબઈના કમાઠીપુરા વિસ્તારમાં રહેતી ગંગુબાઈ પર આધારિત છે. ગુજરાતની એક ભોળી યુવતી મુંબઈમાં આવીને માફિયા ક્વીન ગંગુબાઈ કેવી રીતે બને છે, તેના પર આધારિત આ ફિલ્મ છે. ડૉન કરીમલાલાનો રોલ અજય દેવગને પ્લે કર્યો છે.

ફિલ્મ પુસ્તક પર આધારિત
હુસૈન ઝૈદીની બુક 'ક્વીન્સ ઓફ મુંબઈ' અનુસાર માફિયા ડોન કરીમ લાલાની ગેંગના એક માણસે ગંગુબાઈનો રેપ કર્યો હતો. ત્યારબાદ ગંગુબાઈ કરીમ લાલાને મળ્યાં હતાં અને તેમની પાસેથી ન્યાય માગ્યો હતો. એટલું જ નહીં ગંગુબાઈએ કરીમને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવી લીધો હતો.

કરીમની બહેન બન્યા બાદ ગંગુબાઈ સત્તામાં આવી ગયા અને આગળ જઈને તેઓ મુંબઈનાં સૌથી મોટી ફીમેલ ડોન બન્યાં. ગંગુબાઈને તેમના પાવર અને વિવાદોને લઈને 60ના દાયકામાં ‘મેડમ ઓફ કમાઠીપુરા’નું નામ મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...