તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર ફ્રી થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ઑથેન્ટિક તપાસ માનવામાં આવે છે. નિકટના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે સંજય દત્ત કેન્સર ફ્રી થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. દિવ્ય ભાસ્કરને કોકિલાબેન હોસ્પિટલનાં સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું. આજે એટલે કે 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તનો PET રિપોર્ટ આવ્યો હતો અને એમાં તે કેન્સર ફ્રી હોવાની જાણ થઈ હતી. સંજય દત્ત તથા માન્યતા દત્ત પણ આ અંગેની ઓફિશિયલ માહિતી મોડી સાંજ સુધી રિલીઝ કરશે, એમ માનવામાં આવે છે.
હોસ્પિટલનાં સૂત્રોએ કહ્યું હતું, 'ખરી રીતે કેન્સર કોષમાં બિન-કેન્સર કોષની તુલનામાં મેટાબોલિક દર એટલે કે ચય-ઉપાચય દર વધુ હોય છે. રાસાયણિક ગતિવિધિના આ ઉચ્ચ સ્તરને કારણે કેન્સરના કોષો PET ટેસ્ટમાં એકદમ ચમકતા દેખાઈ આવે છે, આથી જ આ ટેસ્ટ કેન્સરનું નિદાન કરવામાં સૌથી વધુ ઉપયોગી છે. આ સાથે PET સ્કેનથી એ વાતની માહિતી પણ મળે છે કે કેન્સર શરીરમાં કેટલું ફેલાયું છે.'
હાલમાં જ સંજુબાબાએ કેન્સર અંગે વાત કરી હતી
હાલમાં સંજય દત્ત હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમના સલૂનમાં ગયો હતો અને અહીં તેણે પોતાની બીમારી અંગે વાત કરી હતી. સંજય દત્તે વિડિયોમાં કહ્યું હતું, 'હાઇ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનનાં જખમ જોશો, પરંતુ હું એને હરાવીશ. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ 'રોકી'માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું. અલીમ હંમેશાં મારા વાળ પર પ્રયોગો કરતો રહેતો હોય છે. 'KGF ચેપ્ટર 2'માં મારો લૂક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું 'શમશેરા'નું ડબિંગ કરીશ.'
View this post on InstagramA post shared by Aalim Hakim (@aalimhakim) on Oct 14, 2020 at 4:29am PDT
સંજય દત્તે કિમોથેરપી નહીં, પરંતુ ઈમ્યુનોથેરપી લીધી હતી
હાલમાં જ સોશિયલ મીડિયામાં સંજય દત્તની એક તસવીર વાઈરલ થઈ હતી. આ તસવીરમાં સંજય દત્ત ઘણો જ વીક જોવા મળ્યો હતો. આ તસવીરને કારણે એવી ચર્ચા થવા લાગી હતી કે કિમોથેરપીને કારણે વજન ઘટી ગયું છે. જોકે સાચી વાત અલગ જ છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે, સંજય દત્ત કિમોથેરપી લેતો નથી અને તેનું વજન 20 કિલો ઘટ્યું નથી. દિવ્ય ભાસ્કરને માહિતી આપતાં સંજય દત્તના નિકટના સાથીઓએ કહ્યું હતું કે તેના વજનમાં માત્ર પાંચ કિલોનો ઘટાડો થયો છે. તેણે કિમોને બદલે ઈમ્યુનોથેરપી કરાવી હતી. સંજય દત્તની બીમારી એટલી ગંભીર નથી, જેટલી મીડિયામાં કહેવાઈ રહી છે. નિકટના સાથીઓએ કહ્યું હતું કે સંજયે કિમોને બદલે ઈમ્યુનોથેરપી લીધી હતી. આ એક નવી ટેક્નિક છે. આ ટેક્નિકમાં પ્રતિરક્ષક કોષ (સેલ), કેન્સરના મેલિનેન્ટ કોષ સામે લડવામાં મદદ કરે છે.
આઠ ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ થયો હતો
સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. અહીં વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટના રોજ સંજય દત્તને રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ એવી ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર છે. જોકે પરિવારે આ મુદ્દે કોઈ વાત કરી નહોતી. સંજય દત્તની પત્ની માન્યતાએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું,પરંતુ તેમાં પણ બીમારી અંગે કોઈ વાત કરી નહોતી. આ સ્ટેટમેન્ટમાં માન્યતાએ કહ્યું હતું, 'સંજય દત્ત ઝડપથી સાજો થાય એ માટે જેણે પણ પ્રાર્થના કરી તે તમામનો હું આભાર માનું છું. આ તબક્કે અમારે હિંમત તથા પ્રાર્થનાની જરૂર છે. ભૂતકાળમાં પરિવાર ઘણી જ મુશ્કેલીમાંથી પસાર થઈ ચૂક્યો છે, પરંતુ મને વિશ્વાસ છે કે આ સમય પણ પસાર થઈ જશે. જોકે હું દરેકને હૃદયપૂર્વક સંજુના ચાહકોને વિનંતી કરું છું કે તેઓ કોઈ જાતની અટકળો કે અફવાઓ પર ધ્યાન ના આપે, પરંતુ અમને પ્રેમ તથા સપોર્ટ આપે. સંજુ હંમેશાં ફાઈટર રહ્યો છે અને પરિવાર પણ. ભગવાને ફરીવાર એકવાર અમારી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. અમને તમારી પ્રાર્થના તથા આશીર્વાદની જરૂર છે અને અમને ખ્યાલ છે કે અમે દર વખતની જેમ આ વખતે પણ જીતીશું. ચાલો, આપણે આ તકે પ્રકાશ તથા હકારાત્મકતા ફેલાવીએ.'
#MaanayataDutt - wife of #SanjayDutt - issues statement on #Sanju's health... pic.twitter.com/EPRohGXdWc
— taran adarsh (@taran_adarsh) August 12, 2020
કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી
સંજય દત્તની બીમારીની વાત સામે આવ્યા બાદ માન્યતાએ રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે સંજયના તમામ ચાહકો તથા શુભેચ્છકોનો હું આભાર માની શકું તેમ નથી. સંજય પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઉતારમાંથી પસાર થયો છે, પરંતુ તે માત્ર ને માત્ર ચાહકોના સપોર્ટને કારણે આમાંથી બહાર આવી શક્યો છે, આથી જ અમે હંમેશાં તમારા આભારી રહીશું. અમે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ એ માટે અમને તમારા પ્રેમની અપેક્ષા છે.
સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત છેલ્લે મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક 2'માં જોવા મળ્યો હતો. હાલમાં સંજય દત્ત પાસે 'ભુજઃ ધ પ્રાઈડ', 'તોરબાઝ', 'KGF ચેપ્ટપ 2', 'શમશેરા', 'પૃથ્વીરાજ' તથા 'ડમ ડમ ડિગા' જેવી ફિલ્મ છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.