સાઉથ સુપરસ્ટાર રામચરણ હાલમાં ઘણો જ ખુશ છે. રામચરણ લગ્નના 10 વર્ષ બાદ પિતા બનવાનો છે. રામચરણ તથા ઉપાસનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકો સાથે આ ગુડ ન્યૂઝ શૅર કર્યા હતા.
ઉપાસના 2023માં પહેલા બાળકને જન્મ આપશે
રામચરણે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'શ્રી હનુમાનજીના આશીર્વાદની સાથે અમને એ જણાવતા આનંદ થાય છે કે ઉપાસના તથા રામચરણ પોતાનું પહેલું બાળક એક્સપેક્ટ કરી રહ્યા છે.'
ચાહકો-સેલેબ્સે શુભેચ્છા પાઠવી
સો.મીડિયામાં આ પોસ્ટ આવ્યા બાદ ચાહકો તથા સેલેબ્સે કપલને શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસ શ્રીયા સરણે કહ્યું હતું, 'હું તમારા બંને માટે ઘણી જ ખુશ છું.' નમ્રતા શિરોડકરે કહ્યું હતું, 'નવા વર્ષમાં એન્ટર થવાનો આ કેટલી પ્રેમાળ રીત છે. ભગવાન તમને બંનેને આશીર્વાદ આપે.'
10મી વેડિંગ એનિવર્સરી ઇટલીમાં સેલિબ્રેટ કરી હતી
રામચરણ તથા ઉપાસનાએ 14 જૂન, 2012ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ એક વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. રામચરણ તથા ઉપાસના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. આ વર્ષે બંનેએ 10મી વેડિંગ એનિવર્સરી ઇટલીમાં સેલિબ્રેટ કરી હતી.
'RRR'ને કારણે દેશભરમાં લોકપ્રિય થયો
'RRR' 25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મમાં રામચરણ તેજા, જુનિયર NTR, આલિયા ભટ્ટ તથા અજય દેવગન લીડ રોલમાં હતા. ફિલ્મમાં રામચરણ તેજાની ફિટનેસના ચાહકો દીવાના થયા હતા. ફિટનેસ ટ્રેનર રાકેશ ઉડિયારે રામચરણના વર્કઆઉટ, ડાયટ અંગે વાત કરી હતી. મીડિયા ઇન્ટરવ્યૂમાં રાકેશે કહ્યું હતું કે 2019માં તેને એસ એસ રાજમૌલિ તથા રામચરણે એક પ્રોજેક્ટ અંગે વાત કરવા બોલાવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે એક ફિલ્મ છે અને તેમાં રામચરણ પોલીસ તથા ફ્રીડમ ફાઇટરના રોલમાં જોવા મળશે. સમય ઓછો છે અને રામચરણને તે કેરેક્ટર પ્રમાણે ઢાળવાનો છે.
રામચરણ 2 વર્ષ સુધી ડાયટ પર રહ્યો
રાકેશે કહ્યું હતું કે લૉકડાઉન થયું ત્યારે રામચરણને પોલીસના કેરેક્ટર જેવી બૉડી બનાવવાની હતી. તે શૅપમાં આવી ચૂક્યો હતો, પરંતુ કોરોનાને કારણે શૂટિંગ બંધ થઈ ગયું હતું. આથી જ રામચરણે બૉડી મેઇનટેઇન રાખવા માટે ડાયટ તથા વર્કઆઉટ ચાલુ રાખ્યું હતું. જો તે આમ ના કરે તો બૉડી શૅપ બગડી જાય તેમ હતો. આ જ કારણે રામચરણે બે વર્ષ સુધી ડાયટ છોડ્યું નહીં. તેણે ચીટ ડે પણ લીધો નહોતો. તે ઘરે વર્કઆઉટ કરતો હતો. જ્યાં સુધી ફિલ્મનું શૂટિંગ પૂરું ના થયું ત્યાં સુધી તેણે ડાયટ ફોલો કર્યું હતું.
2007માં ફિલ્મી કરિયર શરૂ કરી હતી
રામચરણ તેજાએ 2007માં ફિલ્મ 'ચિરુથા'થી તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. રામચરણે ડિરેક્ટર એસ.એસ.રાજમૌલિના ડિરેક્શનમાં બનેલી 'મગધીરા'માં રામ કર્યું હતું. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. ત્યારબાદ તેણે 'ઓરેન્જ', 'નાયક', 'યેવાદુ', 'ધ્રુવા', 'ખિલાડી નંબર 150' જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.