તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:રાહુલ રોયના મગજના જમણા હિસ્સાને અસર, જીજાજીએ કહ્યું- 'તેના માટે પ્રાર્થના કરો'

મુંબઈ5 મહિનો પહેલા
ફાઈલ તસવીરઃ રાહુલ રોય બહેન પ્રિયંકા તથા જીજાજી રોમીર સેન સાથે - Divya Bhaskar
ફાઈલ તસવીરઃ રાહુલ રોય બહેન પ્રિયંકા તથા જીજાજી રોમીર સેન સાથે

રાહુલ રોય હાલમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. તેને બ્રેન સ્ટ્રોકને કારણે દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ કારગિલમાં 'LAC' ફિલ્મનું શૂટિંગ કરતો હતો. બ્રેન સ્ટ્રોક બાદ રાહુલને કારગિલથી શ્રીનગર હેલિકોપ્ટરમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે મુંબઈ લાવવામાં આવ્યો હતો. રાહુલના જીજાજી રોમીર સેને ઈ-ટાઈમ્સ સાથે ખાસ વાતચીત કરી હતી.

રાહુલને અફાસિયા (બોલવામાં મુશ્કેલી પડે) નામની બીમારી છે. જ્યારે તેને એડમિટ કરવામાં આવ્યો ત્યારે તે સરખી રીતે બોલી પણ શકતો નહોતી. તેની પર સર્જરી કરવામાં આવી હતી અને હવે તેની તબિયત સુધારા પર છે.

ઈ-ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, રાહુલ રોયના મગજના જમણાં હિસ્સાને અસર થઈ હોવાથી ચહેરાનો જમણો હિસ્સો યોગ્ય રીતે કામ કરતો નથી. આ ઉપરાંત રાહુલનો જમણો હાથ પણ નબળો પડી ગયો છે. રાહુલ ધીમે ધીમે ઠીક થઈ રહ્યો છે અને ફિઝિયોથેરપીના કેટલાંક સેશન બાદ તે સંપૂર્ણ ઠીક થશે. રાહુલની બહેન પ્રિયંકા તથા તેનો પતિ રોમીર સતત એક્ટરનું ધ્યાન રાખી રહ્યાં છે.

રોમીરે રાહુલની તબિયત અંગે વધુ વાત નહોતી કરી પરંતુ તેણે કહ્યું હતું, 'અમે રાહુલ ભૈય્યાની સાથે છીએ અને ડૉક્ટર્સે જે પણ દવા આપી છે, તેની તેમના પર અસર થઈ રહી છે. તે જલદીથી આમાંથી બહાર આવશે પરંતુ તેમના માટે જરૂરથી પ્રાર્થના કરો.'

સરખી રીતે વાત કરી શકતો નહોતો
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 'LAC' ફિલ્મના ડિરેક્ટર નિતિન કુમારે કહ્યું હતું, 'ગુરુવાર (26 નવેમ્બર)ના રોજ તે રાહુલને મળવા માટે હોટલ રૂમમાં ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તે કંઈક વિચિત્ર વર્તન કરતો હતો. તે વ્યવસ્થિત રીતે વાત પણ કરી શકતો નહોતો. હું ડૉક્ટર છું અને મને લાગ્યું કે આ કદાચ અફાસિયા (બોલવામાં મુશ્કેલી પડે) નામની બીમારી છે.

'આ જોઈને રાહુલને તાત્કાલિક સીટી સ્કેન માટે સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેની હાલત જોઈને ડૉક્ટર્સે કંઈ કહ્યું નહીં, પરંતુ મેં રાહુલના રિપોર્ટ્સ મારા ડૉક્ટર્સ મિત્રોને બતાવ્યા હતા, તેમાંથી જ એક મિત્રે કહ્યું હતું કે આ મિની સ્ટ્રોકના લક્ષણો છે. આ લક્ષણો સીટી સ્કેનમાં પકડાય નહીં. આથી જ અમે સારવાર માટે તેને મુંબઈ લઈ આવ્યા.'

સૂત્રોના મતે, રાહુલની સ્થિતિ હવે સ્ટેબલ છે. નિતિને કહ્યું હતું કે રાહુલ અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે અને વાત પણ કરી શકે છે. નિતિને એ પણ ખુલાસો કર્યો હતો કે તે રાહુલના મેડિકલ બિલ ભરી રહ્યો છે, કારણ કે તેઓ સારા સારા મિત્ર છે.

સૌ પહેલાં મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
રાહુલ રોયની સાથે જ 'LAC'નું શૂટિંગ કરતા કો-એક્ટર નિશાંત સિંહ મલકાનીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'થોડાં દિવસ પહેલાં શૂટિંગ દરમિયાન રાહુલ તથા અન્ય ટીમ મેમ્બર્સને લાગ્યું કે તે યોગ્ય રીતે બોલી શકતો નથી. સ્થિતિ વધારે ગંભીર બનતા ટીમ મેમ્બર્સ બે દિવસ પહેલાં જ રાહુલને મિલિટરી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. અહીંયા કહેવામાં આવ્યું કે રાહુલને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. કારિગલથી પછી રાહુલ રોયને શ્રીનગર લઈ જવામાં આવ્યો અને પછી ત્યાંથી મુંબઈની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો.'

-17 ડિગ્રીમાં શૂટિંગ થતું હતું
નિશાંતે વધુમાં કહ્યું હતું, 'શિડ્યૂઅલ પ્રમાણે રાહુલે માત્ર 4-5 દિવસ જ શૂટિંગ કરવાનું હતું. જોકે, કારગિલમાં વાતાવરણ ઘણું જ ખરાબ હતું. અમે અહીંયા -17 ડિગ્રીમાં શૂટિંગ કરતાં હતાં. આ જ કારણે શિડ્યૂઅલ અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. રાહુલનું ચાર દિવસનું શૂટિંગ દસ દિવસ સુધી ચાલ્યું. વાતાવરણ ખરાબ હોવાને કારણે રાહુલની તબિયત વધુ પડતી બગડી ગઈ હતી. રાહુલની બ્રેન સર્જરી પણ કરવામાં આવી છે. કારગિલનું શૂટિંગ શિડ્યૂઅલ આજે પૂરું થશે અને ટીમ આવતીકાલે મુંબઈ આવવા માટે રવાના થશે.'

ત્રણ દાયકાથી ફિલ્મમાં સક્રિય
રાહુલે 1990માં મહેશ ભટ્ટની ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનુ અગ્રવાલ લીડ રોલમાં હતી. ત્યારબાદ તે 'જુનૂન', 'ફિર તેરી કહાની યાદ આઈ', 'નસીબ', 'એલાન', 'કૈબ્રે' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં રાહુલ રોય વિનર બન્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો