શૂટિંગ દરમિયાન સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ અટેક:27 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, શરીરમાં નાનકડો ચીરો પાડવામાં આવ્યો હતો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુષ્મિતા સેને તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. હવે જે રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તે મુજબ 27 ફેબ્રુઆરીએ તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી.

ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ 1 માર્ચે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ છોડ્યા બાદ 2 માર્ચે સુષ્મિતાએ દુનિયાની સામે પોતાની બીમારી વિશે જણાવ્યું. હાર્ટ એટેકના સમાચાર સાંભળીને તેમના મિત્રો અને ચાહકોએ તેમના માટે પ્રાર્થના કરી હતી.

શૂટિંગ દરમિયાન ચેસ્ટમાં સમસ્યા હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુષ્મિતા તેના એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી હતી. જ્યારે તેણે સેટ પર થોડી તકલીફ અનુભવી, ત્યારે ત્યાં હાજર એક મેડિકલ પ્રોફેશનલે તપાસ કરી. ત્યાંથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં હાર્ટના ડોક્ટરે તેને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી.

ETimesના સૂત્રોના જણાવ્યા મુજબ, વાત ગંભીર ન હતી, માત્ર એક નાનો ચીરો કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડ લાગ્યા હોવાથી તેના સ્વાસ્થ્યની દેખરેખ માટે તેને બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવાની જરૂર હતી.

એન્જીયોપ્લાસ્ટી ક્યારે અને શા માટે કરવામાં આવે છે?

એન્જીયોપ્લાસ્ટી એ એક સર્જિકલ પ્રક્રિયા છે જેમાં હૃદયની માંસપેશીઓમાં લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ ખોલવામાં આવે છે. આ રક્તવાહિનીઓને કોરોનરી ધમનીઓ પણ કહેવામાં આવે છે. હૃદયરોગનો હુમલો કે સ્ટ્રોક પછી સારવાર માટે જ ડૉક્ટરો એન્જીયોપ્લાસ્ટીનો આશરો લે છે.

હૃદયરોગનો હુમલો આવે ત્યારે કોરોનરી ધમની સાંકડી અથવા અવરોધિત થઈ જાય છે. એટલે કે હૃદયના સ્નાયુઓને લોહીનો પુરવઠો ઓછો થાય છે અને પૂરતો ઓક્સિજન મળતો નથી. જેના કારણે છાતીમાં દુખાવો કે હાર્ટ એટેક આવે છે. આ જાણવા માટે એક્સ-રે કરવામાં આવે છે. એક્સ-રે દ્વારા ચોક્કસ અવરોધ શોધી કાઢવામાં આવે છે. અવરોધને ફરીથી ન થાય તે માટે સ્ટેન્ટ મૂકવામાં આવે છે.

સુષ્મિતાને નવું જીવન મળ્યું
સુષ્મિતાએ 2 માર્ચે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'તમારા હૃદયને હંમેશા ખુશ અને મજબૂત રાખો કારણ કે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર પડશે ત્યારે તે તમારી સાથે રહેશે. થોડા દિવસ પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને સ્ટેન્ડ મુકવામાં આવ્યું છે

મારા ડૉક્ટરે કહ્યું છે કે મારું હૃદય ખૂબ જ મજબૂત છે. સમયસર મદદ કરનાર અને જરૂરી પગલાં ભરનારા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ પોસ્ટ મારા ચાહકો માટે છે. હું તેમને ખુશખબર આપવા માંગુ છું કે હવે હું બિલકુલ સ્વસ્થ છું, ફરીથી નવું જીવન જીવવા માટે તૈયાર છું.

સુષ્મિતા બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે
સુષ્મિતા સેન 47 વર્ષની છે. તે હંમેશા ફિટ રહે છે. તે બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ફિટનેસ વીડિયો પણ શેર કરે છે. નવાઈની વાત એ છે કે આટલા ફિટ હોવા છતાં તેની સાથે આ ઘટના બની.

2010માં ફિલ્મોથી દૂર થઈ, 10 વર્ષ પછી OTTમાં પાછી આવી
સુષ્મિતાની છેલ્લી ફિલ્મ 2010માં આવેલી 'દુલ્હા મિલ ગયા' હતી. આ પછી સુષ્મિતાએ એક રીતે ફિલ્મોથી અંતર બનાવી લીધું હતું. તે પોતાનો મોટાભાગનો સમય દીકરીઓને આપતી હતી. આ પછી, સુષ્મિતા 2020 વેબ સિરીઝ આર્યા સાથે અભિનયની દુનિયામાં પાછી આવી. 2021માં આ વેબ સિરીઝ આર્યા-2ની બીજી સિઝન પણ આવી હતી. હવે આર્યા 3 પણ ફ્લોર પર છે, ટૂંક સમયમાં તેની ત્રીજી સીઝન પણ આવશે.

સુષ્મિતા સેને આર્યા સિરીઝ સાથે અભિનયની દુનિયામાં પુનરાગમન કર્યું. ટૂંક સમયમાં હવે તે સિરીઝના ત્રીજા ભાગમાં જોવા મળશે.
સુષ્મિતા સેને આર્યા સિરીઝ સાથે અભિનયની દુનિયામાં પુનરાગમન કર્યું. ટૂંક સમયમાં હવે તે સિરીઝના ત્રીજા ભાગમાં જોવા મળશે.