સાયરા બાનોની તબિયત લથડી:શ્વાસમાં તકલીફ અને ઓછા ઓક્સિજનને પગલે 3 દિવસથી ICUમાં રહેલાં સાયરા બાનો જોખમથી બહાર, ટૂંક સમયમાં રજા અપાશે

2 મહિનો પહેલાલેખક: મનિષા ભલ્લા
  • 54 વર્ષથી દિલીપ કુમારની સાથે રહેતી સાયરા બાનો માટે હવે એક-એક શ્વાસ લેવાનું પણ મુશ્કેલ
  • પરિવારના લોકો જણાવે છે, સાયરા ઊંડા શોકમાં છે, એની અસર તેમના સ્વાસ્થ્ય પર થઈ રહી છે

બોલિવૂડના એક્ટિંગ લેજન્ડ દિલીપ કુમારના અવસાનને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં તેમનાં પત્ની સાયરા બાનોની તબિયત ખરાબ થઈ ગઈ છે. ત્રણ દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદને પગલે તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ ગયેલું અને તેઓ ત્રણ દિવસથી ICUમાં એડમિટ છે. પરંતુ હવે હિન્દુજા હોસ્પિટલથી તેમની હેલ્થ અપડેટ આવી છે. તે પ્રમાણે હવે તેઓ ડેન્જરથી બહાર છે અને ટૂંક સમયમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

પરિવારના નજીકના લોકોએ જણાવ્યું હતું કે સાયરા બાનોએ દિલીપ કુમારના વિયોગમાં પોતાની જાતને એકલી કરી દીધી છે. તેઓ ન કોઈની સાથે વાત કરે છે અને ન તો કોઈને મળે છે. દુનિયાને ભૂલીને તેમને દિલીપ સાહેબની યાદોને જ પોતાની દુનિયા બનાવી લીધી છે.

બે મહિના પહેલાં 7 જુલાઈના રોજ દિલીપ કુમારના નિધનથી તેમના લાખો ચાહકો શોકમાં ડૂબી ગયા હતા, પરંતુ તે બધા ચાહકો માટે દિલીપ કુમાર સ્ક્રીન પર જોવા મળતા એક સ્ટાર હતા, જેમને આજે પણ સ્ક્રીન પર જોઈ શકાય છે.

પરંતુ સાયરા બાનો માટે તો દિલીપ કુમાર જ સર્વસ્વ હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ દિલીપ કુમારની સંભાળમાં વ્યસ્ત હતા. તેમના માટે આ શોકમાંથી બહાર આવીને પોતાના માટે જીવવું મુશ્કેલ બની ગયું છે.

હંમેશાં બીમાર રહે છે, વધારે વાત પણ નથી કરતાં
પરિવારના લોકો જણાવે છે કે સાયરા બાનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયાં છે. તેની અસર તેમના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. ત્રણ દિવસ પહેલાં ખાવાનું ખાધા બાદ તેમનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થઈ ગયું હતું, તેથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. છેલ્લાં ઘણાં વર્ષોમાં લોકોએ વારંવાર દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ થતાં અને પછી સાજા થઈને બહાર આવતાં જોયાં હતાં. દરેક સમયે બધાની સામે એક તસવીર આવતી હતી. દિલીપ કુમાર વ્હીલચેર પર પોતાના અંદાજમાં બેઠા હોય અને તેમની પડખે સાયરા બાનો હોય.

દિલીપ કુમાર સાયરાને પોતાની પડખે ઊભેલાં જોઈને વધુ થોડો સમય જીવી લેવાની હિંમત ભેગી કરતા હતા, પરંતુ સાયરા માટે આવી હિંમત આપનાર હવે કોઈ નથી.

76 વર્ષનાં છે સાયરા બાનો
સાયરા બાનો 76 વર્ષનાં છે, પરંતુ આટલાં વર્ષોમાં તેમને પોતાની વધતી ઉંમરને પોતાના પર હાવી નથી થવા દીધી, કેમ કે તેમને પોતાના કરતાં 22 વર્ષ મોટા દિલીપ કુમારને સંભાળ્યા હતા. જ્યારે દિલીપ કુમારની સાથે લગ્ન કર્યા ત્યારે સાયરાની ઉંમર 22 વર્ષની હતી. ત્યાર બાદ આખી જિંદગી તેમણે દિલીપ કુમારની જે રીતે સેવા કરી એ એક ઉદાહરણરૂપ છે. પરિવારના લોકોને સમજાતું નથી કે સાયરા બાનોને કેવી રીતે સ્વસ્થ રાખવાં. અત્યારે સૌ ચાહકો સાયરા બાનોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.