સુશાંત સુસાઈડ કેસ પર રાજનીતિ:આદિત્ય ઠાકરેએ સુશાંત કેસમાં મૌન તોડ્યું- આ કેસમાં ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે, મારા અને મારા પરીવાર પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિહાર સરકાર દ્વારા CBI તપાસ કરવાની માગણી પર શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત ગુસ્સે થયા
  • સંજય રાઉતે કહ્યું કે, ''મુંબઈ પોલીસ જે તપાસ કરી રહી છે, તેમાં પહેલા દિવસથી બિહાર સરકાર હસ્તક્ષેપ કરી રહી છે''

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં આખરે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ પોતાનું મૌન તોડ્યું છે. મંગળવારે આદિત્ય ઠાકરેએ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે. તેમણા જણાવ્યા પ્રમાણે, મારા અને મારા પરિવારના નામે કોઈ કારણ વગર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેને લઈને સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

આદિત્ય ઠાકરેની ટ્વીટ

બોલિવૂડ સાથેના સંબંધો હોવા કોઈ ગુનો નથીઃ આદિત્ય
આદિત્ય ઠાકરેના જણાવ્યા પ્રમાણે, બોલિવૂડ સાથે તેમના સંબંધો છે, પરંતુ તે કોઈ ગુનો નથી. મારે આ બાબતે કંઈ લેવાદેવા નથી. અગાઉ ભાજપના નેતા નારાયણ રાણેએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, દિશાસલિયન ઘરે એક મોટી પાર્ટી ચાલી રહી હતી અને તેમણે ઈશારામાં એક શિવસેનાના નેતા તેમાં સામેલ હોવાની વાત કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે, નારાયણ રાણેના આ નિવેદન બાદ આદિત્ય ઠાકરેએ આ બાબતે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે

સંજય રાઉતે CM નીતિશ કુમારને કહ્યું- અસામાજિક તત્ત્વ
અગાઉ, મંગળવારે બિહાર સરકાર દ્વારા CBI તપાસ કરવાની ભલામણ પર શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત ગુસ્સે થઈ ગયા હતા. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને અસામાજિક તત્ત્વ ગણાવ્યા હતા. સંજય રાઉતે એક ટ્વીટમાં કહ્યું કે, રાજ કુમારનો એક ડાયલોગ આજે મને યાદ આવી રહ્યો છે....''ચિનાય સેઠ...,જીનકે ઘર શીશે કે હોતે હૈ... વો દૂસરો પે પથ્થર નહીં ફેંકા કરતે... ''સમજવાળા માટે આ ઈશારો પૂરતો છે!!!! જય મહારાષ્ટ્ર!

સંજય રાઉતે કહ્યું કે, મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે, તેમાં પહેલા દિવસથી બિહાર તરફથી હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બિહારમાં બેઠેલા કેટલાક અસામાજિક તત્ત્વોને લાગે છે કે જો તેઓ તેનું તેનું રાજનીતિ કરશે તો બિહારની ચૂંટણીમાં કામ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...