તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યૂ:એક્ટર આદિત્ય સીલે કહ્યું, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ પછી લોકોએ મને સીરિયસલી લેવાનો શરુ કર્યો

4 મહિનો પહેલાલેખક: અંકિતા તિવારી
  • કૉપી લિંક

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મથી પોપ્યુલર થયેલો એક્ટર આદિત્ય સીલ કિઆરા અડવાણીની સાથે અપકમિંગ ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’માં દેખાશે. દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત દરમિયાન આદિત્યએ અમુક રસપ્રદ કિસ્સા શેર કર્યા.

ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ સિલેક્ટ કરવાનું કારણ શું હતું?
આ ફિલ્મમાં મારું કેરેક્ટર મને ઘણું ગમ્યું. ફિલ્મની સ્ક્રિપ્ટ મને ઘણી ગમી. આ ઉપરાંત કિઆરા અડવાણી જેવી સુંદર એક્ટ્રેસ તમારી સામે હોય તો તેવામાં કામ કરવાની કોણ ના પાડી શકે?

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ પછી તમારા કરિયરમાં શું ફેરફાર થયો?
‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ પછી લોકો મને વધારે ઓળખવા લાગ્યા. હવે મને મોટા રોલ માટે ઓફર આવી રહી છે અને જો મારે કોઈ કામ ના કરવું હોય તો ‘ના’ બોલવાનો ઓપ્શન પણ છે. કરિયરની સાથે હવે હું સ્ટેજ પર પણ એક્સપરિમેન્ટ કરી શકું છું. આ બધું ફિલ્મમાં પોપ્યુલર થયા પછી થયું.

બોલિવૂડમાં 18 વર્ષનો સફર કેવો રહ્યો?
હું 2002થી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છું. નાનાથી લઈને ઇન્ડસ્ટ્રીના ટોપ લોકોને મળી ચૂક્યો છું. બધા પાસેથી મેં કઈને કઈ શીખ્યું છે. મારી જર્ની ઉતાર-ચઢાવવાળી છે. ઘણીવાર અમુક પ્રોજેક્ટ ચાલુ ના થયા, તો ઘણીવાર મને સાઈન કર્યા છતાં પણ કાઢી દેવામાં આવ્યો કે પછી ફિલ્મ બંધ કરી દીધી. શરુઆતમાં મને મારા રોલથી કોઈ ઓળખ મળી નહોતી પણ હવે મને સીરિયસ રોલ મળી રહ્યા છે.

ભવિષ્યમાં કેવા રોલ પ્લે કરવા છે?
મારે ભવિષ્યમાં થોડા સીરિયસ રોલ ભજવવા છે. ઇન્ટેલ રોલ અને થ્રિલર ઝોનર મારા ફેવરિટ છે. હું કોઈ સીરિયલ કિલરનો રોલ પ્લે કરવા ઈચ્છીશ.

કિઆરા અડવાણી સાથે સેટ પર બોન્ડિંગ કેવું રહ્યું?
કિઆરા સાથે મારી પ્રથમ મુલાકાત રીડિંગ સેશન દરમિયાન થઇ હતી. તે સમયે હું લેટ આવ્યો હતો. તે પહેલેથી જ હાજર હતી. જ્યારે પ્રોડ્યુસરે મજાકમાં કહ્યું કે, તે 300 કરોડની હિરોઈનને રાહ જોવડાવી તો બધા હસી પડ્યા. તેની સાથે કામ કરતી વખતે મને લાગ્યું જ નહિ કે હું નર્વસ છું. કારણકે તેણે મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. એવું લાગતું હતું તે મારી કોઈ મિત્ર છે. જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું, ત્યારે હોટેલમાં અમે રોકાયા હતા. ત્યાં રાતે અમે બધાએ પાર્ટી કરી અને જેવું અમિતાભ બચ્ચનનું ફેમસ સોંગ ‘જુમ્મા જુમ્મા’ વાગ્યું તો બધા ખુશીથી નાચી ઉઠ્યા.

આ ફિલ્મ ડેટિંગ એપ પર આધારિત છે, તમે ક્યારેય કોઈ ડેટિંગ એપ વાપરી છે?
હું મારા પાર્ટનર સાથે એકવાર ડેટિંગ એપ પર આવ્યો હતો પરંતુ મને ત્યારે લાગ્યું કે આ મારા માટે નથી. આથી હું દૂર આવી ગયો, પરંતુ જો હું કોઈ છોકરીને ડેટિંગ એપ પર મળીશ તો તેની સુંદરતા મને સૌથી પહેલા આકર્ષિત કરશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો