તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉદિત નારાયણના દીકરાનો ખુલાસો:ગર્લફ્રેન્ડ શ્વેતાએ આદિત્ય સાથે લંચ પર જવાની ઓફર રિજેક્ટ કરી દીધી હતી, તે તેને છોકરીઓ ફેરવનારો સમજતી હતી

7 દિવસ પહેલા

સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણના જણાવ્યા મુજબ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલે તેની સાથે પહેલીવાર લંચ પર જવાની ના પાડી દીધી હતી. કારણકે તેણે એવું સાંભળ્યું હતું કે તે છોકરીઓ ફેરવે છે. શ્વેતાને તેની રેપ્યુટેશનને લઈને શંકા હતી. ડિસેમ્બરમાં લગ્ન કરનારા આદિત્ય અને શ્વેતાએ 2010માં 'શાપિત' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને ત્યાંથી જ તેમની રિલેશનશિપ સ્ટાર્ટ થઇ.

'હું પહેલી ડેટને ડેટ કહેવા નહીં ઈચ્છું'
ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં આદિત્યે જણાવ્યું, 'ખરેખર હું મારી પહેલી ડેટને ડેટ કહેવા નહીં ઈચ્છું. કારણકે તે સમયે અમે 'શાપિત' ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા. મેં તેને મારી સાથે લાંબા હેન્ગઆઉટ અને લંચ માટે પૂછ્યું હતું. આ ડેટ ટાઈપનું સેટઅપ ન હતું. ત્યાં સુધી કે તેણે મારી ઓફર પણ રિજેક્ટ કરી દીધી હતી.

પછી મારી માતાએ તેને કહ્યું કે તમારે બંનેએ સાથે લંચ કરવો જોઈએ કારણકે તમે ફિલ્મ કરી રહ્યા છો. માટે અમે ઓશિવરાની 5 સ્પાઇસ રેસ્ટરાંમાં ગયા. ત્યાં અંદાજે 30 મિનિટ સુધી તે મોઢું ચડાવીને બેસી રહી. જેમ કે તેને મારી લાઈફમાં કોઈ રસ ન હોય. ઘણો મોટો ઉપકાર કર્યો હતો મારી સામે બેસીને.'

'પછી તેને સમજાયું કે હું ફેમિલી મેન છું'
આદિત્યે આગળ જણાવ્યું જે, 'મને એકદમ યાદ છે કે તેને મને પહેલીવાર ત્યારે પસંદ કર્યો જ્યારે તેણે ફેમિલી મેમ્બર્સ સાથે બોન્ડિંગ જોયું. ત્યારે તેને સમજાયું કે હું ફેમિલી મેન છું. મારા માટે રિએક્શન મેટર કરે છે. તેણે મારા વિશે સાંભળી રાખ્યું હતું કે હું છોકરીઓ ફેરવું છું. માટે હું તેની શંકા સમજી શકું છું.'

દેવાળિયા થવાની વાતને લઈને આદિત્ય ચર્ચામાં
હાલમાં જ આદિત્ય ત્યારે ઘણી ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેનો એક મહિના જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ થયો હતો. તેમાં તેણે પોતાની દેવાળિયા થવાની વાત કરી હતી. આદિત્યે કહ્યું હતું કે લોકડાઉનમાં તેનું સેવિંગ ખર્ચાઈ ગયું અને હવે તેના ખાતામાં માત્ર 18 હજાર રૂપિયા બચ્યા છે.

જોકે, દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં આદિત્યે સ્પષ્ટતા કરી કે તેણે આ સ્ટેટમેન્ટ મજાકમાં આપ્યું હતું. તેણે કહ્યું કે તેની પાસે પૈસા અને કામની કોઈ અછત નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો