ગુડ ન્યૂઝ:આદિત્ય નારાયણ દીકરીનો પિતા બન્યો, કહ્યું- 'પત્ની શ્વેતાની ડિલિવરી સમયે તેની સાથે જ હતો'

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્વેતા અગ્રવાલે 24 ફેબ્રુઆરીએ દીકરીને જન્મ આપ્યો હતો

બોલિવૂડ સિંગર તથા એક્ટર આદિત્ય નારાયણ દીકરીનો પિતા બન્યો છે. શ્વેતા અગ્રવાલે 24 ફેબ્રુઆરીએ મુંબઈના પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દીકરીને જન્મ આપ્યો હતો.

દીકરીની ઈચ્છા હતી
'ઇ ટાઇમ્સ' સાથેની વાતચીતમાં આદિત્ય નારાયણે કહ્યું હતું કે દરેક લોકો તેને કહેતા કે દીકરો જ આવશે. જોકે, તે મનોમન પ્રાર્થના કરતો કે દીકરી જ આવે. તે માને છે કે દીકરી પિતાની એકદમ નજીક હોય છે. દીકરીના જન્મથી તે ઘણો જ ખુશ છે.

શ્વેતાની સાથે જ હતો
આદિત્યે કહ્યું હતું કે જ્યારે શ્વેતાની ડિલિવરી થતી હતી ત્યારે તે તેની સાથે જ હતો. તે માને છે કે માત્ર મહિલામાં જ આ રીતની સ્ટ્રેન્થ હોય છે અને તે આ જગતમાં નવા જીવને જન્મ આપી શકે છે. શ્વેતા પ્રત્યેનો તેનો પ્રેમ તથા આદર હવે પહેલાં કરતાં પણ વધી ગયા છે.

દીકરીની સંગીતની સફર શરૂ થઈ ગઈ
આદિત્યે વધુમાં કહ્યું હતું કે દીકરીની સંગીતની સફર શરૂ થઈ ગઈ છે. તેણે દીકરી માટે ગીતો ગાવાની શરૂઆત કરી દીધી છે. સંગીત તેમના લોહીમાં છે. તેની બહેને દીકરીને નાનકડું મ્યૂઝિક પ્લેયર ગિફ્ટમાં આપ્યું છે. જોકે, તે મોટી થઈને શું બનવા માગે છે, તે તો એ જ નક્કી કરશે. દાદી-નાની બંને પ્રપૌત્રીને જોવા માટે ઉત્સાહી છે.

શરૂઆતમાં પિતા પૌત્રીને તેડતા પણ ડરતાં હતાં
આદિત્યે પિતા ઉદિત નારાયણ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેના પિતા નાનકડી દીકરીને જોતા એકદમ નવાઈમાં મૂકાઈ ગયા હતા. તેમણે દીકરીને એન્જલ કહી હતી. શરૂઆતમાં તે દીકરીને તેડતા પણ ડરતા હતા, પરંતુ થોડાં દિવસ બાદ તેણે પિતાના ખોળામાં દીકરીને મૂકી હતી. ત્યારબાદથી તે દીકરીને રમાડે છે.

ડાયપર ચેન્જ કરે છે
આદિત્યે આગળ કહ્યું હતું કે તેણે પિતાની ફરજો નિભાવવાનું શરૂ કરી દીધું છે. તે દીકરીના ડાયપર પણ બદલે છે. તેને લાગે છે કે દીકરી તેના જેવી લાગે છે.