વૈભવી શોખ:અદિતિ રાવ હૈદરીએ 1 કરોડ રૂપિયાની બ્રાન્ડ ન્યૂ ઓડી Q7 ખરીદી, શો રૂમમાં જ પૂજા કરી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદીએ હાલમાં જ બ્રાન્ડ ઓડી Q7 ખરીદી છે. આ કારની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે.

સો.મીડિયામાં તસવીરો વાઇરલ
અદિતિએ શો રૂમમાં કારની પૂજા કરી હતી. અદિતિ રેડ આઉટફિટમાં જોવા મળી હતી. કારની સાથે સાથે અદિતિને ગિફ્ટ હેમ્પર પણ મળ્યું છે. અદિતિના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે મર્સિડિઝ GLE 250D તથા ફોર્ડ કાર છે.

'દિલ્હી 6'થી બોલિવૂડ ડેબ્યૂ
અદિતિની કરિયરની વાત કરીએ તો તેણે ભરતનાટ્યમ ડાન્સરથી કરિયરની શરૂઆત કરી હતી. તે લીલા સેમસનના ડાન્સ ગ્રુપમાં કામ કરતી હતી. 2006માં મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 2009માં 'દિલ્હી 6'થી તેણે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. અદિતિએ તમિળ, તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. હાલમાં જ તે તમિળ ફિલ્મ 'હે સિનામિકા'માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...