માલદિવ્સ બન્યું નવું ગોવા:એક ડઝનથી પણ વધુ બોલિવૂડ અભિનેત્રીઓના માલદિવ્સમાં ધામા, ગ્લેમરસ તસવીરોથી માહોલ રંગીન

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેટરીનાથી લઈ દિશા પટ્ટણી સહિતની એક્ટ્રેસિસે માલદિવ્સમાં લૉકડાઉન બ્રેકની માણી મજા

માર્ચના લાસ્ટ વીકમાં ભારતમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આ જ કારણથી સામાન્ય માણસથી લઈ બોલિવૂડ સેલેબ્સ ઘરમાં જ રહ્યાં હતાં. જોકે, પછી ભારતમાં ધીમે ધીમે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ હતી અને તમામ લોકો પોતાના રૂટીનમાં પરત આવવા લાગ્યા હતા. બોલિવૂડ સ્ટાર્સે લૉકડાઉનનો થાક ઊતારવા માટે માલદિવ્સ જવાનું પસંદ કર્યું હતું. છેલ્લાં બેથી ત્રણ મહિનામાં બોલિવૂડના ડઝનથી પણ વધુ સ્ટાર્સે માલદિવ્સમાં વેકેશનનની મજા માણી હતી.

તાપસી પન્નુ, વરુણ ધવન, ટાઈગર શ્રોફ-દિશા પટ્ટણી, એલી અવરામ, મૌની રોય, અંગદ બેદી-નેહા ધૂપિયા, નાગ ચૈતન્ય-સમંથા, કેટરીના કૈફ સહિતના ઘણાં સેલેબ્સ માલદિવ્સ ગયા હતા. બોલિવૂડ તથા સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે માલદિવ્સમાં પોતાનું હનિમૂન એન્જોય કર્યું હતું.

બોલિવૂડ સ્ટાર્સના માલદિવ્સ વેકેશનની ખાસ તસવીરો

કેટરીના કૈફ

કેટરીના કૈફ માલદિવ્સમાં ફોટોશૂટ માટે ગઈ હતી. હાલમાં તો તે ભારત પરત પણ આવી ગઈ છે. માલદિવ્સની તસવીરો કેટરીનાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી હતી.

દિશા પટ્ટણી-ટાઈગર શ્રોફ

બોલિવૂડનાં હોટ લવ બર્ડ્સ દિશા પટ્ટણી તથા ટાઈગર શ્રોફે માલદિવ્સમાં વેકેશન માણ્યું હતું. દિશાની બિકીની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાઈરલ થઈ હતી. દિશા રેડ બિકીનીમાં ઘણી જ ગોર્જિયસ લાગતી હતી. દિશા તથા ટાઈગરે માલદિવ્સમાં મોટાભાગનો સમય બીચ પર જ પસાર કર્યો હતો.

તારા સુતરિયા-આદર જૈન

તારા સુતરિયા તથા આદર જૈન (કરીનાની ફોઈ રીમા જૈનનો દીકરો) એકબીજાને ખાસ્સા સમયથી ડેટ કરે છે. જોકે, બંને એકબીજાને ખાસ મિત્ર જ માનતા હોવાની વાત કરે છે. તારા સુતરિયાએ માલદિવ્સમાં પોતાનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તારા સુતરિયાએ પણ માલદિવ્સમાં બિકીની પહેરીને પૂલની મજા માણતી હોય તેવી તસવીરો શૅર કરી હતી.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ માતા-પિતા તથા ભાઈ અમન પ્રીત સાથે માલદિવ્સ ગઈ છે. અહીંયા તે પેરેન્ટ્સની 31મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. રકુલે કહ્યું હતું કે પરિવાર 10 વર્ષ પછી આ રીતે એક સાથે વેકેશન પર ગયો છે. રકુલ પણ ક્યારેક બિકીનીમાં ક્યારેક બીચ પર સનબાથની મજા માણતી હતી તો ક્યારેક તે યોગ કરતી જોવા મળી હતી.

તાપસી પન્નુ

તાપસી પન્નુ પોતાની બહેન શગુન પન્નુ તથા ફ્રેન્ડ્સ સાથે માલદિવ્સ ગઈ હતી. માલદિવ્સમાં તાપસી એન્જોય કરતી જોવા મળી હતી.

મૌની રોય

મૌની રોયે પોતાનો 35મો જન્મદિવસ માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કાજલે પતિ સાથે માલદિવ્સમાં હનિમૂન માણ્યું હતું. કાજલે હનિમૂનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

સોનાક્ષી સિંહા

'દબંગ ગર્લ' સોનાક્ષી સિંહાએ પણ માલદિવ્સમાં વેકેશન માણ્યું હતું. સ્વિમસૂટમાં સોનાક્ષીનો ગ્લેમર અંદાજ જોવા મળ્યો હતો.

એલી અવરામ

બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામે પણ માલદિવ્સમાં બીચ પર ટૂ પીસ બિકીની પહેરીને સનલાઈટની મજા માણી હતી.

સૌફી ચૌધરી

સૌફી ચૌધરી ક્યારેક પ્રિન્ટેડ તો ક્યારેક એકદમ બ્રાઈટ રંગની બિકીનીમાં માલદિવ્સમાં જોવા મળી હતી.

ફરહાન અખ્તર-શિબાની દાંડેકર

ફરહાન અખ્તર તથા શિબાની દાંડેકર છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરે છે. બંનેએ માલદિવ્સમાં જઈને લૉકડાઉનનો થાક ઉતાર્યો હતો.

વરુણ ધવન​​​​​​

વરુણ ધવને લૉકડાઉન પછી શૂટિંગ શરૂ થાય તે પહેલાં માલદિવ્સમાં જઈને આરામ કર્યો હતો. વરુણની શર્ટલેસ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.

નેહા ધૂપિયા-અંગદ બેદી

નેહા ધૂપિયા તથા અંગદ બેદીએ દીકરી મેહરનો બીજો જન્મદિવસ માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.

મસાબા ગુપ્તા

ફેશન ડિઝાઈનર તથા નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તાએ માલદિવ્સમાં પોતાની ફેશન સેન્સ બતાવી હતી.

નાગ ચૈતન્ય-સમાંથા

સાઉથ સુપરસ્ટાર નાગ ચૈતન્યે પોતાનો 34મો જન્મદિવસ પત્ની સમાંથા સાથે માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો. સમાંથા બિકીનીમાં ઘણી જ સ્ટનિંગ લાગતી હતી.

મંદિરા બેદી

મંદિરા બેદી પણ માલદિવ્સમાં વેકેશન માણવા ગઈ હતી. રેડ બિકીનીમાં મંદિરાનો ગ્લેમરસ અદા જોવા મળી હતી.

સાઈના નેહવાલ​​​​​​​

બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલે પતિ પુરુપલ્લી કશ્યપ સાથે પહેલી જ વાર બીચ વેકેશન માલદિવ્સમાં એન્જોય કર્યું હતું.

અરમાન જૈન-અનિષા મલ્હોત્રા​​​​​​​

કરીના કપૂરના ફોઈ રીમા જૈનનો દીકરો તથા બોલિવૂડ એક્ટર અરમાન જૈને પોતાનો 30મો જન્મદિવસ પત્ની અનિષા સાથે માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.

અહાન શેટ્ટી

સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી પણ પ્રેમિકા તાનિયા શ્રોફ સાથે માલદિવ્સમાં વેકેશનની મજા માણી રહ્યો છે.