તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

69 વર્ષના થયા ઝીનત:તલાક પહેલાં ઝીનત અમાનના પહેલા પતિનું મૃત્યુ થઇ ગયું હતું, સંજય ખાને પાર્ટીમાં એટલું માર્યું કે જડબું તૂટી ગયું હતું, આંખ પણ ખરાબ થઇ

6 મહિનો પહેલા

વીતેલા જમાનાના ગ્લેમરસ એક્ટ્રેસ ઝીનત અમાન 19 નવેમ્બરે 69મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ઝીનત અમાનની જિંદગી પણ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ઝીનતનું નામ તેમના જ સમયના ચાર્મિંગ એક્ટર સંજય ખાન સાથે જોડાયું. સંજય ખાને 1980માં એક પાર્ટીમાં ઝીનત અમાનને માર્યા હતા. આ વાત તેમણે તેમની બાયોગ્રાફી 'ધ બિગ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ'માં પણ લખી છે.

પહેલા પતિનું મૃત્યુ થઇ ગયું હતું
ઝીનતે 11 ઓક્ટોબર 1985માં એક્ટર મઝહર ખાન સાથે લગ્ન કર્યાં હતાં પણ થોડા દિવસ પછી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. આટલું જ નહીં સમાચાર તો એવા પણ હતા કે મઝહર ઘણીવાર ઝીનત સાથે મારપીટ પણ કરતા હતા. તેમના બે દીકરા જહાન અને અજાન થયા તેમ છતાં પણ બંનેના ઝઘડા પૂરા ન થયા.

થોડા વર્ષ પછી જ મઝહરને કિડનીમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું, જેને કારણે તે બીમાર રહેવા લાગ્યા હતા અને અંતે 1998માં કિડની ફેલ હોવાના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું. રિપોર્ટ અનુસાર ઝીનત તેમના પતિથી ઘણા ત્રસ્ત હતા અને તેમણે તલાક માટે અરજી પણ કરી દીધી હતી. તલાક થાય તે પહેલાં જ મઝહરનું નિધન થયું.

સંજય ખાન મારપીટ કરતા હતા
ઝીનત અને સંજય ખાનના અફેરના કિસ્સા પણ બી-ટાઉનમાં ઘણા ચર્ચામાં રહ્યા. સમાચાર તો એવા પણ હતા કે બંનેએ ફિલ્મ 'અબ્દુલ્લા'ના શૂટિંગ દરમ્યાન ગુપચુપ રીતે લગ્ન પણ કરી લીધા હતા. સંજય ખાન શોર્ટ ટેમ્પરવાળા હતા. તે ઘણીવાર ઝીનત સાથે મારપીટ કરતા હતા.

3 નવેમ્બર, 1979ના રોજ મુંબઈની તાજ હોટલમાં પાર્ટી દરમ્યાન સંજય ખાને ઝીનતની પબ્લિકલી ખૂબ મારપીટ કરી હતી. સંજયે એટલા માર્યા કે તેમનું જડબું તૂટી ગયું હતું. ઓપરેશન પછી તેમની જો લાઈન તો ઠીક થઇ ગઈ પણ જમણી આંખ ખરાબ થઇ ગઈ. જ્યારે બંનેના રિલેશન વિશે સંજયની પત્ની ઝરીનને જાણ થઇ તો વાત ઘણી મોટી થઇ હતી. આખરે ઝીનત અને સંજયના રિલેશન પૂરા થયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો