પાકિસ્તાનીઓએ તો હદ કરી:પાકિસ્તાની ઝંડા સાથે એક્ટ્રેસે તસવીર શૅર કરી, યુઝર્સ બ્રાના રંગ પર ચર્ચા કરવા લાગ્યા, મેહવિશે કહ્યું- આ શરમજનક

ઈસ્લામાબાદ3 મહિનો પહેલા
  • મેહવિશ હયાત પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ તથા સિંગર છે
  • મેહવિશનો પરિવાર સિનેમા સાથે જોડાયેલો છે.

પાકિસ્તાનની લોકપ્રિય એક્ટ્રેસ મેહવિશ હયાતે પાકિસ્તાની ફિલ્મ તથા ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. તેની એક્ટિંગ ચાહકોને ઘણી જ ગમે છે. સો.મીડિયામાં પણ મેહવિશ ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ મેહવિશે સો.મીડિયામાં પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર હાથમાં પાકિસ્તાની ઝંડો રાખીને તસવીર શૅર કરી હતી. જોકે, સો.મીડિયા યુઝર્સે મેસેજને બદલે તેની બ્રાનો કયો રંગ છે, તેની પર ચર્ચા કરી હતી. આ વાત પર એક્ટ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી.

શું છે તસવીરમાં?
સફેદ કુર્તો અને હાથમાં પાકિસ્તાની ઝંડો લીધો હોય તેવી તસવીર મેહવિશે સો.મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીર સાથે તેણે સ્પેશિયલ મેસેજ શૅર કર્યો હતો.

મેહવિશનો ખાસ સંદેશો
મેહવિશે કહ્યું હતું, 'સંયુક્ત પ્રયાસ તથા વિશ્વાસ સાથે જ આપણે આપણા સપનાના પાકિસ્તાનને વાસ્તવિકતામાં ફેરવી શકીશું.' માત્ર ધ્વજ ફરકાવવો એ પૂરતું નથી. જો આપણે ખરેખર આપણા દેશનું સન્માન કરીએ છીએ તો આપણે આપણા પૂર્વજોના આદર્શોને પૂરા કરવાની જરૂર છે.'

આ પોસ્ટ પર યુઝર્સ અલગ જ ચર્ચા કરવા લાગ્યા
સો.મીડિયામાં મેહવિશની આ પોસ્ટ પર યુઝર્સ તેની બ્રાનો રંગ કયો છે, તેની પર ચર્ચા કરવા લાગ્યા હતા. યુઝર્સે દેશના ઝંડા તથા મેસેજ પર ધ્યાન આપવાને બદલે એક્ટ્રેસે કયા રંગની બ્રા પહેરી છે, તેના વિશે અટકળો કરી હતી. આ પોસ્ટ પર મેહવિશને ભદ્દી કમેન્ટ્સ આવી હતી.

એક્ટ્રેસે નારાજગી પ્રગટ કરી
મેહવિશે સો.મીડિયામાં યુઝર્સની આ ગંદા વિચારો પર નારાજગી પ્રગટ કરી હતી. તેણે એક પોસ્ટમાં કહ્યું હતું, 'આ પોસ્ટ પર આવેલી કેટલીક કમેન્ટ્સ જોઈને મારું મગજ ખરાબ થઈ ગયું. બેશરમ તથા બગડેલા લોકો મારી બ્રાના રંગ પર ચર્ચા કરતા જોવા મળ્યા. આ બતાવે છે કે તેઓ કેટલાં બીમાર તથા ગંદા છે. બ્લેક, ગ્રે કે ગ્રીન. એ તમારો વિષય નથી. ભગવાનને ખાતર ગ્રો અપ. કોઈ આશ્ચર્યની વાત નથી કે સમાજમાં આ જ ગંદકી ભરેલી છે.'

અન્ય એક પોસ્ટમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'હું એ કહેવા માગું છું કે સમાજમાં બીજા ઘણાં મહત્ત્વના મુદ્દા છે. આના પર ધ્યાન આપવાની જરૂર છે. તે ત્યારે જ શક્ય બનશે, જ્યારે આ એનર્જી કંઈક સારું બનાવવામાં લગાવવામાં આવે.'

કોણ છે મેહવિશ હયાત?
6 જાન્યુઆરી, 1988માં પાકિસ્તાનના કરાચીમાં થયો છે. મેહવિશની માતા રૂખસાર હયાત 80ના દાયકાની લોકપ્રિય ટીવી એક્ટ્રેસ હતી. મેહવિશનો સૌથી મોટો ભાઈ ઝીશાન સિંગર તથા મ્યૂઝિક ડિરેક્ટર છે. તેનો બીજો મોટો ભાઈ દાનિશ હયાત પણ એક્ટર છે. મેહવિશની મોટી બહેન અફશીન પણ સિંગર છે.

2009માં કરિયરની શરૂઆત કરી
મેહવિશે 2009માં આવેલી ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં 'ના માલૂમ અફરાદ', 'જવાની ફિર નહીં આની', 'એક્ટર ઇન લૉ', 'ટીમ', 'પંજાબ નહીં જાઉંગી', 'જવાની ફિર નહીં આની 2', 'લોડ વેડિંગ' સામેલ છે. મેહવિશ એક્ટ્રેસ હોવાની સાથે સાથે સારી સિંગર પણ છે.

પાકિસ્તાનની અવોર્ડથી સન્માનિત
33 વર્ષીય મેહવિશને પાકિસ્તાનના નાગરિક પુરસ્કારમાંથી એક 'તમગા-એ-ઈમ્તિયાઝ'થી સન્માનિત કરવામાં આવી છે.

દાઉદની પ્રેમિકા હોવાની ચર્ચા
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ પોતાનાથી 27 વર્ષ નાની મેહવિશના પ્રેમમાં છે. મેહવિશને આઇટમ સોંગમાં જોયા બાદ દાઉદ તેના પર ફિદા થઈ ગયો હતો. ત્યારબાદથી દાઉદે મેહવિશને અનેક મોટા પ્રોજેક્ટ્સ અપાવવામાં મદદ કરી હતી.

વડાપ્રધાન બનવા માગે છે
એક ઇન્ટરવ્યૂમાં મેહવિશને પૂછવામાં આવ્યું કે તે આગામી ઇલેક્શનમાં ઈમરાન ખાનને પડકાર આપશે? જેના પર તેણે એવો જવાબ આપ્યો હતો કે તે તેમને પડકાર આપવા માગતી નથી, પરંતુ પછી કોઈને કોઈએ આ જગ્યા લેવાની જ છે. તે વડાપ્રધાન પદની દાવેદાર બની શકે છે.