તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિયંકાનો 'અનફિનિશ્ડ' કિસ્સો:પ્રિયંકા ચોપરાએ આંટીના ડરથી બોયફ્રેન્ડને કબાટમાં પૂરી દીધો હતો, પકડાઈ જતાં માતાને ફરિયાદ થઇ હતી

2 મહિનો પહેલા

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ તેના સંસ્મરણાત્મક પુસ્તક 'અનફિનિશ્ડ' માટે ચર્ચામાં છે, જે 9 ફેબ્રુઆરીએ લોન્ચ થયું છે. આ બુકમાં તેણે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. આ બુકમાં એક કિસ્સો તેણે તેની ટીનેજમાં રહેલા બોયફ્રેન્ડનો પણ જણાવ્યો છે. પ્રિયંકાએ જણાવ્યું કે જ્યારે તે ભણવા માટે અમેરિકા ગઈ હતી અને એક દિવસ તેની આંટીએ ઘર પર તેને બોયફ્રેન્ડ સાથે પકડી લીધી હતી. આ દરમ્યાન તેણે આંટીથી આ વાત છુપાવવા પોતાના બોયફ્રેન્ડને કબાટમાં પૂરી દીધો હતો. ત્યારે પકડાઈ જતાં આંટીએ પ્રિયંકાની માતાને આ વાતની ફરિયાદ પણ કરી હતી.

પ્રિયંકા ચોપરાએ બુકમાં આ કિસ્સા વિશે જણાવ્યું કે અમુક વર્ષો માટે તે અમેરિકામાં તેના રિલેટિવ સાથે રહેતી હતી અને સ્કૂલ જતી હતી. ત્યારથી તેને એક છોકરા સાથે પ્રેમ હતો. પ્રિયંકાએ બુકમાં તે છોકરાનું નામ 'બોબ' જણાવ્યું છે. તેણે બુકમાં જણાવ્યું કે કઈ રીતે તેની આંટીએ એકવાર તેને ઘરમાં બોયફ્રેન્ડ બોબ સાથે પકડી લીધી હતી.

બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી
પ્રિયંકાએ બુકમાં જણાવ્યું કે તે 10મા ધોરણમાં હતી અને તે સમયે તે અમેરિકામાં તેની કિરણ આંટી સાથે ઇન્ડિયાનાપોલીસમાં રહેતી હતી. ત્યારે સ્કૂલમાં તેની મુલાકાત બોબ સાથે થઇ હતી. પોતાના ફની અંદાજ અને રોમેન્ટિક જેસ્ચરને કારણે બોબે પ્રિયંકાનું દિલ જીતી લીધું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે બોબે તેને પોતાની એક ચેન પણ ગિફ્ટ કરી હતી. બંને સ્કૂલમાં એકબીજાનો હાથ પકડીને ફરતાં હતાં. પ્રિયંકા બોબના પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે લગ્ન પણ કરવા ઇચ્છતી હતી.

‘મેં તેને કબાટમાં પૂરી દીધો હતો’
પ્રિયંકાએ લખ્યું, 'એક દિવસ બોબ અને હું એકબીજાનો હાથ પકડીને ટીવી જોઈ રહ્યાં હતાં. મેં બારીમાંથી મારાં આંટીને ઘર તરફ આવતાં જોયાં અને હું ઘણી ડરી ગઈ હતી. તે સમયે બપોરે 2 વાગી રહ્યા હતા અને તે તેમનો ઘરે પરત ફરવાનો સમય પણ ન હતો. ત્યારે બોબને ઘરની બહાર મોકલવાનો કોઈ રસ્તો ન મળતાં મેં તેને મારા રૂમના કબાટમાં પૂરી દીધો હતો. ત્યારબાદ મેં તેને કહ્યું હતું કે રૂમની બહાર નહીં નીકળતો, જ્યાં સુધી આંટી ને બહાર ન મોકલી દઉં.'

‘માસીને આટલા ગુસ્સામાં ક્યારેય જોયા ન હતાં’
પ્રિયંકાએ લખ્યું, 'કિરણ માસી ઘરમાં આવ્યાં અને બધા રૂમ ચેક કરવા લાગ્યાં. હું મારા બેડ પર બેઠી હતી અને મારા હાથમાં બાયોલોજીની બુક હતી. હું એવું જતાવી રહી હતી કે હું વાંચી રહી છું. માસી મારા રૂમમાં દરવાજા પર આવ્યા અને કહ્યું આને ખોલ. મેં પૂછ્યું- શું ખોલું? આંટીએ કહ્યું- તારો કબાટ ખોલ, કારણકે તેની પહેલાં મેં માસીને ક્યારેય આટલા ગુસ્સામાં જોયા ન હતાં. મેં જેવો કબાટ ખોલ્યો અને બધી ગડબડ થઇ ગઈ કારણકે તેમાં બોબ હતો.'

‘માસીએ મારી માતાને ફોન કરીને ફરિયાદ કરી હતી’
પ્રિયંકાએ તેની આગળની સ્ટોરી જણાવી કે, 'માસીએ મારી માતાને ફોન કર્યો અને કહ્યું મને ભરોસો નથી થતો કે તે મારા મોઢે ખોટું બોલી રહી હતી. તેના કબાટમાં એક છોકરો હતો.' ત્યારબાદ પ્રિયંકા ઇન્ડિયા પરત જતી રહી હતી અને તેણે મિસ ઇન્ડિયા બ્યુટી પેજન્ટ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે જીતી ગઈ અને મિસ વર્લ્ડ પણ બની. ત્યારબાદ તે તરત લાઈમલાઈટમાં આવી ગઈ હતી. અહિયાંથી જ ફિલ્મોમાં તેના એક સફળ કરિયરની શરૂઆત થઇ. ત્યારબાદ તેણે ક્યારેય પાછળ ફરીને ન જોયું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો