પાયલને વધુ એક અવોર્ડ:એક્ટ્રેસ પાયલ ઘોષ 2020ની મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂ કમર બની, સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્ટ્રેસ પાયલ ઘોષને હિંદી સિનેમા સન્માન સમારોહ (ICMEI)એ 2020ની મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂ કમર તરીકે પસંદગી કરી છે. કોવિડ 19ને કારણે અવોર્ડ ફંક્શન ઓનલાઈન આયોજીત કરવામાં આવ્યું હતું. શનિવાર, 12 ડિસેમ્બરના રોજ ICMEIના અધિકારીઓએ પાયલને આ અવોર્ડ આપ્યો હતો. પાયલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફોટો શૅર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

પાયલે કહ્યું હતું, 'આ અવોર્ડ માટે સેક્રેટરી અશોક ત્યાગી તથા ચેરમેન રાજીવ ચૌધરીજીનો આભાર. કોવિડ 19 મહામારીને કારણે આ વર્ષે ફંક્શન ઓનલાઈન આયોજીત થયું હતું. '

અનુરાગ કશ્યપને કારણે વિવાદમાં આવી હતી
પાયલ ઘોષ બે મહિના પહેલા ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ અસોલ્ટનો આક્ષેપ મુક્યો હતો. સપ્ટેમ્બરમાં પાયલે અનુરાગ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ પણ કર્યો હતો.

ભારત રત્ન ડૉ. આમ્બેડકર અવોર્ડ પણ જીતી હતી
પાયલને 26 નવેમ્બર, બંધારણીય દિવસે યોજાયેલી અવોર્ડ સેરેમનીમાં ભારત રત્ન ડૉ. આમ્બેડકર અવોર્ડ મળ્યો હતો. જોકે, પાયલ આ અવોર્ડ સેરેમનીમાં સામેલ થઈ નહોતી. તેણે સોશિયલ મીડિયામાં અવોર્ડની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હાર્ડ વર્કે લાંબા રસ્તે ચાલવું પડે છે. હું ઈચ્છું છું કે યુવાનો પણ આ વાતને માને. આ પ્રકારની ક્ષણ મને વિન્રમ બનાવે છે.'

અન્ય સમાચારો પણ છે...