તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણમાં એન્ટ્રી:એક્ટ્રેસ પાયલ ઘોષ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઈ, અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર આક્ષેપો મૂકનાર પાયલ ઘોષ આજે એટલે કે 26 ઓક્ટોબરના રોજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)માં સામેલ થઈ છે. આ પ્રસંગે RPIના પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે જેણે અનુરાગ કશ્યપને ઘાયલ કર્યો તે આ પાયલ છે. પાયલને પાર્ટીની મહિલા વિંગની વાઈસ પ્રેસિડન્ટ બનાવવામાં આવી છે. પાયલે ખાસ કાર્યક્રમમાં RPIનો ઝંડો હાથમાં લીધો હતો.

થોડાં દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલેએ સોશિયલ મીડિયામાં પાયલ સાથેની મુલાકાતની એક તસવીર પણ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પાયલ કેન્દ્રીય મંત્રી રામદાસ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા ગઈ હતી.

અનુરાગ કશ્યપ પર શું આક્ષેપો કર્યા?
22 સપ્ટેમ્બરે પાયલ ઘોષે વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ ફાઈલ કર્યો હતો. તેનો આરોપ છે કે અનુરાગે વર્ષ 2013માં વર્સોવામાં કરી રોડના એક લોકેશન પર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. 8 ઓક્ટોબરે આ મામલે અનુરાગની આશરે 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ફિલ્મમેકરે પોલીસને કહ્યું હતું કે પાયલના દરેક આરોપ ખોટા અને પાયાવિહોણા છે. તેમાં કોઈ હકીકત નથી. કોઈકે તેની વિરુદ્ધ ષડયંત્ર કર્યું છે. જોકે, પોલીસે પૂછ્યું કે તેમની વિરુદ્ધ કોણ અને કેમ ષડયંત્ર કરી રહ્યું છે તો તેનો જવાબ ફિલ્મમેકરે આપ્યો નહોતો.

રિચા ચઢ્ઢાની માફી માગી
બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મુક્યો હતો અને તે દરમિયાન તેણે સ્વરા ભાસ્કરનું નામ લીધું હતું. સ્વરાએ પોતાનું નામ આવતા પાયલ ઘોષ પર માનહાનિનો કેસ કર્યો હતો. પાયલ ઘોષે સ્વરા ભાસ્કરની બિનશરતી માફી માગી હતી અને કેસનું સેટલમેન્ટ કર્યું હતું. બંનેએ સેટલમેન્ટ પેપર પર સહી કરી હતી. પાયલે પોતાનું નિવેદન પરત લઈને રિચાની માફી માગી હતી. પાયલે કોર્ટ સામે વચન આપ્યું હતું કે તે ટ્વિટર તથા અન્ય સોશિયલ મીડિયા પરથી રિચા વિરુદ્ધ કરેલી તમામ પોસ્ટ હટાવી દેશે. આ કેસની સુનાવણી એ કે મેનનની પીઠે કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો