શ્રદ્ધાંજલિ / એક્ટ્રેસ નિમ્મીના અવસાન બાદ ઋષિ કપૂર, મહેશ ભટ્ટ સહિત બોલિવૂડ સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- અલ્લાહ તમને જન્નત નસીબ કરે

Actress Nimmi Dies At 88, Celebs paid last tribute
X
Actress Nimmi Dies At 88, Celebs paid last tribute

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 01:33 PM IST

બોલિવૂડ ડેસ્ક: એક્ટ્રેસ નિમ્મીનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. બુધવારે સાંજે મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. બોલિવૂડ સેલેબ્સે તેમના નિધન બાદ શોક વ્યક્ત કર્યો છે.

ઋષિ કપૂર 
ઋષિ કપૂરે લખ્યું કે, રેસ્ટ ઈન પીસ. બોબીના પ્રીમિયર વખતે પ્રેમ અને આશીર્વાદ આપવા મટે આભાર નિમ્મી આંટી. તમે આરકે પરિવારનો હિસ્સો હતા. બરસાત તમારી પહેલી ફિલ્મ હતી. અલ્લાહ તમને જન્નત નસીબ કરે. આમીન 

મહેશ ભટ્ટ 
ફિલ્મમેકર મહેશ ભટ્ટે લખ્યું કે, તમે તમારા દિલની ઈચ્છાઓને જીતી શકો છો પરંતુ અંતે મૃત્યુથી છેતરાઈ જાવ છો. ગુડ બાય નિમ્મી. 

દિવ્યા દત્તા  
દિવ્યા દત્તાએ લખ્યું કે, તમારી આત્માને શાંતિ મળે નિમ્મી જી. તમે તમારી મુસ્કાન અને જાદૂભરી આંખોથી પડદા પર આગ લગાવી દેતાં હતાં. અમર, ઉડન ખટોલા, આન તમારી અમુક યાદગાર ફિલ્મો છે.

જાવેદ જાફરી 
જાવેદ જાફરીએ એક જૂનો ફોટો પોસ્ટ કરી લખ્યું કે, થોડા વર્ષ પહેલાં આ 4 ક્લાસિક બોલિવૂડ બ્યુટીઝ સાથે ફ્રેમ શેર કરવાનો મોકો મળ્યો હતો. નિમ્મી આંટીના નિધન પર તેમની યાદ આવી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી