વાતચીત:માધુરી દીક્ષિતે કહ્યું, શરૂઆતમાં 4-5 ફિલ્મ્સ ચાલી નહીં તો લોકો કહેતા, અરે હિરોઈન કેમ બની ગઈ પણ મેં હાર ન માની

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 36 વર્ષ પસાર કરનાર માધુરી દીક્ષિતે તેમના કરિયરમાં ઘણા ઉતાર-ચડાવ જોયા હતા. દિવ્ય ભાસ્કર એપ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું, કરિયરની શરૂઆતના સમયમાં મારી ચાર-પાંચ ફિલ્મ્સ વધુ ચાલી ન હતી. પછી તો લોકો કહેવા લાગ્યા કે, અરે હિરોઈન કેમ બની છે. ત્યારે નિરાશ થતી હતી. પણ પછી મેં નક્કી કરી લીધું કે હું સાબિત કરીને દેખાડીશ. તેજાબ હિટ ગઈ અને કરિયર પાટે ચડી ગયું.

કરિયરમાં ઉતાર ચડાવ તો આવે છે પણ આપણે ક્યારેય નિરાશ થવું ન જોઈએ. દિલમાં હંમેશાં એક આગ હોવી જોઈએ, તેને શોધી કાઢો અને કંઈક કરી લેવા માટે મન મક્કમ કરી નાખો.

માધુરીએ હાલમાં જ સિંગિંગ ડેબ્યુ કર્યું છે. તેમનું પહેલું સોન્ગ કેન્ડલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રિલીઝ થયું છે. આ અંગ્રેજી સોન્ગને લઈને માધુરીએ કહ્યું કે, સિંગિંગનો શોખ તો મને બાળપણથી હતો જે હવે પૂરો કરી રહી છું. પહેલાં ફિલ્મ્સમાં ઘણી વ્યસ્ત હતી. ત્યારબાદ મારાં લગ્ન થઇ ગયાં અને બાળકો થયા તો પણ સમય ન મળ્યો.

થોડા સમય પહેલાં લોસ એન્જલસમાં હતા ત્યાં સેટ બિસલા સાથે મુલાકાત થઇ. તેમની વર્લ્ડ વાઈડ કંપની છે. તેમણે કહ્યું કે તમે કેમ નથી ગાતા!? મેં વિચાર્યું કે ચાલોને કંઈક કરીએ. અમે લોસ એન્જલસના એક સ્ટુડિયોમાં ગયા અને ત્યાં આ સોન્ગ બનાવ્યું.

આજે દેશ-દુનિયાની સ્થિતિ જોઈને મને લાગે છે કે કેન્ડલ રિલીઝ કરવાનો આ યોગ્ય સમય હતો કારણે આ ગીત આજના ઈમોશનને દર્શાવે છે.

ઘરમાં શૂટિંગ કર્યું 
માધુરીએ કહ્યું કે, લોકડાઉનમાં ક્યાંય બહાર જઈ શકાય એમ નથી એટલે અમે આનું શૂટિંગ ઘરે જ કર્યું. મારા પતિ ડોક્ટર છે, તેમણે ક્યારેય પ્રોફેશનલી કેમેરા હેન્ડલ નથી કર્યો પરંતુ કેમેરાની સાથે લાઇટિંગ પણ તેમણે જ અરેન્જ કર્યું.

અન્ય સમાચારો પણ છે...